જંતુનાશક દવાના ઝેરની તીવ્રતા કેવી રીતે જાણશો?


જંતુનાશક દવાના ઝેરની તીવ્રતા કેવી રીતે જાણશો?

→ જંતુનાશક દવાના પેકીંગ/ડબ્બા ઉપર આપવામાં આવતા ત્રિકોણ ઉપરથી તે દવા કેટલા પ્રમાણમાં માણસ તથા અન્ય પ્રાણીઓ માટે ઝેરી છે તેની ઓળખ કરી શકાય છે.

→ જંતુનાશક દવાની મારકશકિત પ્રમાણે તેને નીચે મુજબ ચાર ભાગમાં વહેંચવામાં આવેલી છે.

  1. લાલ ત્રિકોણ
  2. પીળો ત્રિકોણ
  3. ભૂરો ત્રિકોણ
  4. લીલો ત્રિકોણ


લાલ ત્રિકોણ

→ આ ગ્રુપની દવાઓ અત્યંત જોખમકારક છે.

→ તે વધુ મારકશકિત ધરાવે છે.

→ તે હિસાબે મુખ ધ્વારા જો ૧ થી ૫૦ મીલીગ્રામ/કિલો પ્રાણીના વજનના પ્રમાણે લેવાઈ જાય તો પ્રાણી પર અસર થઈ શકે છે.


પીળો ત્રિકોણ

→ આ ગ્રુપની દવાઓ જોખમકારક છે.

→ લાલ ત્રિકોણવાળી દવાઓ કરતાં ઓછી મારકશકિત ધરાવે છે.

→ તેની અસર ૫૧ થી ૫૦૦ મીલીગ્રામ/કિલો પ્રાણીના વજનના પ્રમાણે મુખવાટે લેવાઈ જાય તો પ્રાણી પર અસર થઈ શકે છે.


ભૂરો ત્રિકોણ

→ આ ગ્રુપની દવાઓ ઓછી જોખમકારક છે, અને પ્રમાણમાં સલામત ગણાય છે.

→ તેની માત્રા ૫૦૧ થી ૫૦૦૦ મીલીગ્રામ/કિલો પ્રાણીના વજનના પ્રમાણે મુખવાટે લેવાઈ જાય તો પ્રાણી પર અસર થઈ શકે છે.


લીલો ત્રિકોણ

→ આ ગ્રુપની દવાઓ સલામત અને સાધારણ મારકશકિત ધરાવે છે.

→ તેની માત્રા ૫૦૦૦ મીલીગ્રામ/કિલો પ્રાણીના વજન કરતાં વધુ પ્રમાણમાં મુખવાટે લેવાઈ જાય તો ઝેરી અસર થઈ શકે છે.





Post a Comment

0 Comments