→ ઉદ્ભવ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ત્ર્યંબક ગામ પાસે
→ વહેણ: તે 1,465 કિલોમીટર પૂર્વ તરફ વહે છે અને મહારાષ્ટ્ર, તેલંગણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ,, ઓડિશા અને કર્ણાટક રાજ્યોમાંથી(6 રાજ્યો) વહે છે.
→ ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાંથી પસાર થઇ રાજહમુન્દ્રી શહેરની નજીક બંગાળના અખાતમાં મળી જાય છે.
→ ઉત્તર તરફથી સહાયક નદીઓ (ડાબે કાંઠેઃ): પ્રાણહિતા, શબરી, ઈંદ્રાવતી, પેનગંગા, વર્ધા, તાલ, પ્રવરા, મૂલા અને વેનગંગા.
→ દક્ષિણ તરફથી સહાયક નદી (જમણે કાંઠે) : પ્રવરા, મંજરા, મનાઈર {મંજરા, જે હૈદરાબાદ નજીક ગોદાવરી નદીને મળે છે.}
→ કુંભ મેળો નાસિક (ગોદાવરી પર), પ્રયાગરાજ (ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના સંગમ પર), હરિદ્વાર (ગંગા પર), ઉજ્જૈન (શિપ્રા પર) પર દર ચાર વર્ષે વારાફરથી યોજવામાં આવે છે.
→ ધૂલેશ્વરમ્ પછી ગોદાવરી બે ભાગમાં વિભાજિત થાય છે. (1) પૂર્વી શાખા અને (2) પશ્ચિમી શાખા
→ આ બે શાખાઓની મધ્યમાં અન્ય એક શાખા ‘વૈષ્ણવ ગોદાવરી' નદીના નામથી પ્રવાહિત થાય છે.
→ ગોદાવરીની ત્રણેય શાખાઓ અનુક્રમે યેનમ, નરસાપુર અને નાગરા નામના સ્થળો પર બંગાળની ખાડીમાં સમાઈ જાય છે.
→ થોલાવરમના દક્ષિણમાં તેના નીચલા ભાગમાં ભારે પૂર આવે છે. રાજામુંદ્રી સ્થળ પછી તે અનેક શાખાઓમાં વિભાજિત થઈ ડેલ્ટાનું નિર્માણ કરે છે.
→ કુલ લંબાઈ : 1465 કિ.મી. તથા અપવાહ ક્ષેત્ર : 3.13 લાખ ચો.કિ.મી., અપવાહ ક્ષેત્રનો 49% ભાગ મહારાષ્ટ્ર, 20% ભાગ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ અને બાકીનો 31% ભાગ આંધ્રપ્રદેશમાં છે.
→ હિંદુ ધર્મમાં પવિત્ર ગણાવાયેલી સાત નદીઓમાં સ્થાન પામેલી આ નદી રામાયણ, મહાભારત અને અન્ય પુરાણોમાં ઉલ્લેખ પામી છે. તેના કિનારે નાસિક, ત્ર્યંબક જેવાં પવિત્ર યાત્રાસ્થાનો છે.
સિંચાઈ યોજનાઓ
→ પાંચમપાદ પરિયોજના (આંધ્રપ્રદેશ), જયકવાડી (મહારાષ્ટ્ર), નિઝામ સાગર (મંજરા નદી પર આંધ્રપ્રદેશ), સંજય સરોવર (વેનગંગા નદી પર, મધ્ય પ્રદેશ), બાલિમેલા પરિયોજના (શબરીની સહાયક નદી સિલેરુ ૫૨, ઉડિશા)
0 Comments