→ અઝોલા એ પાણીમાં ઉગતી હંસરાજ પ્રકારની વનસ્પતિ છે.
→ તેના પાનમાં એનાબીના અઝોલી નામની બ્લુ ગ્રીન આલ્ગી રહેલ હોવાથી તે હવામાંનો નાઈટ્રોજન સંયોજીત કરી શકે છે અને પોતાના નાઈટ્રોજનની સમગ્ર જરૂરિયાત હવામાંના નાઈટરો્જનમાંથી પુરી કરી શકે છે.
→ તાજા અઝોલામાં ૦.૩ થી ૦.૪ ટકા તેમજ સૂકા અઝોલામાં ૩ થી પ ટકા નાઈટ્ર્રોજન આવેલો હોય છે.
→ અઝોલાની કુલ છ જાતો છે.
→ ભારત દેશમાં અઝોલા પીનાટા પ્રચલિત છે. તેના છોડ ત્રિકોણાકાર અને કદમાં ૧.૦-ર.પ સે.મી ના હોય છે.
→ પચાસ ચો.મી.ની એક નર્સરીમાંથી ૪૦- પ૦ કિ.ગ્રા. જેટલા અઝોલા તૈયાર થાય છે. તેના વિકાસ માટે પોષક તત્વની જરૂરિયાતમાં ફોસ્ફરસ છે.
→ જે જમીનમાં ફોસ્ફરસ તત્વ ઓછું હોય અઝોલા લાલાશ પડતા બની જાય છે. મૂળ તેના પ્રકાંડથી છૂટા પડી જાય છે. આ ઉપરાંત પોટેશિયમ , કેલ્શિયમ , લોહ, કોબાલ્ટ અનેમેગ્નેશિયમ તત્વ જરૂરી છે.
→ અઝોલા ૩.પ થી ૧૦ પી.એચ વચ્ચે જીવી શકે છે. પરંતુ વૃધ્ધિ ૪ થી ૯ પી.એચ વચ્ચે જ થાય છે.
→ સામાન્ય રીતે અઝોલાની ઝડપી વૃધ્ધિ અને વિકાસ માટે ર૦-૩૦૦ સે. તાપમાન અનુકૂળ રહે છે.
→ અઝોલાની ઝડપી વૃધ્ધિ માટે પ્રકાશની ઓછી તીવ્રતા જોઈએ.
→ છીછરા પાણીમાં અઝોલા ઝડપી ઉગે છે.
→ ડાંગરના પાકના સંરક્ષણ માટેજો કોઈ કીટનાશાક જેવા કે કાર્બોફયુરાન વાપરીએ તો તેનાથી અઝોલાની જીવાત પણ આપોઆપ નિયંત્રણ થઈ જાય છે.
→ જમીનમાં દાબેલા અઝોલા ૮-૧૦ દિવસમાં કહોવાઈ અને ડાંગરની નાઈટરો્જનની જરૂરિયાત પૈકી ૬૦-૭૦ % નાઈટરો્જન ૩૦ થી ૪૦ દિવસમાં પુરો પાડે છે. જે રાસાયણિક ખાતરોની સરખામણીમાં ધીમેધીમે છૂટો પડે છે.
→ સૂકા અઝોલા કરતા લીલા અઝોલામાંથી નાઈટરો્જન ઝડપથી મળે છે.
ફાયદાઓ
→ રોપાણ ડાંગરની સાથે અથવા અન્ય પાકમાં લીલા પડવાશ તરીકે વાપરી શકાય છે.
→ રોપાણ ડાંગર સાથે અઝોલાની વૃધ્ધિ કરવાથી હેકટર દીઠ ૮-૧ર ટન અઝોલાનો જથ્થો ખેતરમાં તૈયાર થાય છે.
→ એક ટન અઝોલાનો પડવાશ આશરે ૪ કિ.ગ્રા. સેન્દ્રિય નાઈટ્રોજન આપે છે.
→ રોપાણ ડાંગર સાથે અઝોલાની સંયુકત ખેતી કરવાથી ડાંગરની રપ-પ૦ ટકા નાઈટ્રોજન યુકત ખાતરની ગરજ સારે છે.
→ ડાંગરની કયારીમાં થતા નીંદણનું આશરે પ૦ ટકા નિયંત્રણ કરે છે.
→ ડાંગરની સાથે અઝોલા મચ્છરનું આંશિક નિયંત્રણ કરે છે.
→ ડાંગરમાં ચૂસિયાં અનેસૂકારાનો ઉપદ્રવ ઘટે છે.
→ ડાંગરના ઉત્પાદનમાં ૮-૧૦ ટકા ફાયદો થાય છે.
→ જમીનમાં કૃમિની સંખ્યા ઘટે છે.
→ પિયત તેમજ બિન પિયત ઘઉં, મગફળી, બટાટા, શાકભાજી, તમાકુ વગેરે પાકોમાં સૂકા અઝોલા મોંઘા અખાધ ખોળની અવેજીમાં વાપરી શકાય છે.
→ વધુમાં લીલા તેમજ સૂકા અઝોલા પશુ અને માછલી તેમજ મરઘાને પૂરક આહાર તરીકે આપી શકાય.
મર્યાદાઓ
→ અઝોલાની વૃધ્ધિ તેમજ વિકાસ માટે પાણીની સતત હાજરી અનિવાર્ય છે. પાણી સૂકાય તો અઝોલા નાશ પામે છે. આ જ કારણે ઓરાણ ડાંગરમાં તેનો વપરાશ શકય નથી.
→ એક હેકટરની કયારી માટે પ૦૦-૧૦૦૦ કિ.ગ્રા. તાજા અઝોલાની જરૂર પડે છે. ખેડૂતે અઝોલાની નર્સરી બારેમાસ રાખવી જરૂરી છે.
→ તાજા અઝોલા બહુ ઝડપથી નાશ પામતા હોઈ તેને દૂરના સ્થળે લઈ જવા મુશ્કેલ છે.
→ અઝોલાના ઉપયોગ માટે પાણીની વ્યવસ્થા અતિ જરૂરી છે.
→ ઊંચા તાપમાને અઝોલાની વૃધ્ધિ અટકી જાય છે. દિવસનું ૩૮ સે. તાપમાન અઝોલાને નુકશાન કરે છે.
→ વિવિધ જીવાતો જવી કે પાયરીલા અનેશંખલીથી અઝોલાને બહુ નુકશાન થાય છે.
0 Comments