→ જન્મ : ૨ ઓગસ્ટ, ૧૮૭૮ ના રોજ મછલીપટ્ટનમ નજીક, ભટલાપેનુમારુ ખાતે (વર્તમાન આંધ્ર પ્રદેશ) એક તેલુગુ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.
→ માતાપિતા : હનુમંત રાયડુ અને વેંકટ રત્નમા હતા.
→ અન્ય નામો : ડાયમંડ વેંકય્યા, પટ્ટી વેંકય્યા
→ અવસાન : ૪ જુલાઈ ૧૯૬૩
→ એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી હતા.
→ તેઓ સ્વરાજ ધ્વજની રચના માટે જાણીતા છે, જેનો ઉપયોગ મહાત્મા ગાંધી દ્વારા ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન કરવામાં આવ્યો હતો અને પછીથી સુરૈયા તૈયબજી દ્વારા ભારતના ધ્વજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો.
→ તેઓ પ્રાધ્યાપક, લેખક, ભૂસ્તરશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, કૃષિવિદ્ અને બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા.
→ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના રાષ્ટ્રધ્વજના ડિઝાઈનર શ્રી પિંગલી વૈંકેયા
→ વેંકય્યાનો ધ્વજનો પ્રથમ મુસદ્દો લાલ અને લીલા રંગમાં હતો. લાલ રંગ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતો હતો અને લીલો રંગ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતો હતો. ગાંધીજીના સૂચન પર વેંકય્યાએ ભારતમાં હાજર અન્ય તમામ સંપ્રદાયો અને ધર્મોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સફેદ પટ્ટી ઉમેરી હતી.
→ ૧૯૨૧થી કોંગ્રેસની તમામ સભાઓમાં વેંકય્યાના ઝંડાનો અનૌપચારિક ઉપયોગ કરવામાં આવે છે. ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ બંધારણ સભાની બેઠક દરમિયાન ધ્વજને તેના વર્તમાન સ્વરૂપમાં અપનાવવામાં આવ્યો હતો.
→ વેંકય્યા એક ખેડૂત અને એક શિક્ષણવિદ્ હતા જેમણે મછલીપટ્ટનમમાં એક શૈક્ષણિક સંસ્થા સ્થાપી હતી.
→ વેંકય્યા અને પ્રથમ ધ્વજની યાદમાં એક સ્મારક ટપાલ ટિકિટ ૨૦૦૯માં બહાર પાડવામાં આવી હતી
→ ૧૯ વર્ષની વયે, તેમણે બ્રિટીશ ભારતીય સૈન્યમાં પ્રવેશ મેળવ્યો હતો અને બીજા બોઅર યુદ્ધ (૧૮૯૯–૧૯૦૨) દરમિયાન દક્ષિણ આફ્રિકામાં તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ પ્રથમ વખત ગાંધીજીને મળ્યા હતા.
→ તેમણે ભૂસ્તરશાસ્ત્ર પર 'થલ્લી રાય' નામનું પુસ્તક પણ લખ્યું હતું.
→ વેંકય્યા ડાયમંડ માઇનિંગના નિષ્ણાત હોવાથી તેમને ડાયમંડ વેંકય્યાના હુલામણા નામથી પણ ઓળખવામાં આવતા હતા.
→ તેમને પટ્ટી વેંકય્યા ( કોટન વેંકય્યા) પણ કહેવામાં આવતા હતા, કારણ કે તેમણે તેમનો મોટાભાગનો સમય કપાસની મુખ્ય જાતો પર સંશોધન કરવામાં વિતાવ્યો હતો અને કંબોડિયા કોટન પર વિસ્તૃત અભ્યાસ કર્યો હતો.
→ ૧૯૧૬માં તેમણે ભારતના રાષ્ટ્રીય ધ્વજ સંબંધિત એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું જેમાં ધ્વજ માટે ૩૦ સંભવિત ડિઝાઇન છે.
→ ૧૯૯૨માં આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન. ટી. રામા રાવે હૈદરાબાદના નેકલેસ રોડ પર વેંકય્યાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
→ ૨૦૧૪માં ઓલ ઇન્ડિયા રેડિયોના વિજયવાડા સ્ટેશનનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
0 Comments