→ જંતરનો ઉપયોગ મધ્યપ્રદેશના પ્રધાન સંપ્રદાયના લોકો કરતા હતા.
→ જંતરની બંને બાજુ બે તંબુ હોય છે.
→ જંતરવાદક તેને ગળામાં લટકાવીને ઊભા ઊભા વગાડે છે.
→ જંતરને રૂદ્રવીણાનું સ્વરૂપ જ માનવામાં આવે છે.
→ જંતરને નખલીથી વગાડવામાં આવે છે.
→ જંતર વાદ્યને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં દૈવી વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે.
→ વિજાણંદની લોકકથામાં પણ વિજાણંદ જંતર વગાડતો હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.
→ જંતરનો ઉપયોગ સૌરાષ્ટ્ર પ્રદેશની કેટલીક યાચક કોમો દ્વારા અમુક પ્રસંગ વખતે કરવામાં આવે છે. જંતરનું એક લક્ષણ એ છે કે તે સરસ્વતી વીણાની જેમ ગાતી વખતે સંગતમાં લઈ શકાય છે. કિન્નરી વીણા એ જંતરનું જ અતિપ્રાચીન સ્વરૂપ છે.
0 Comments