→ બહારવટિયાઓને પકડવા માટે વધારાની પોલીસનું ખર્ચ વસૂલ કરવા નાખેલા કર સામેની લડત.
→ ખેડા જિલ્લાના બોરસદ તાલુકામાં બાબર દેવા, તેનો ભાઈ ડાભલો, અલી અને બીજા બહારવટિયા લૂંટ, ખૂન તથા અપહરણ કરીને લોકો ઉપર ત્રાસ ગુજારતા હતા. બાતમી આપનારને તેઓ મારી નાખતા.
→ સરકાર એ ત્રાસ દૂર કરી શકી નહિ.
→ લોકો બહારવટિયાઓને આશ્રય આપે છે, તેથી તેઓ પકડાતા નથી એવો આક્ષેપ કરી, તેમને પકડવા ખાસ પોલીસની ટુકડી રાખવાનું ઠરાવી, તેના ખર્ચના રૂપિયા 2,40,074નો વેરો બોરસદ તાલુકાનાં બધાં અને આણંદ તાલુકાનાં અમુક ગામો પાસેથી વસૂલ કરવાનું સરકારે નક્કી કર્યું.
→ પુખ્ત વયનાં બધાં સ્ત્રી-પુરુષો પાસેથી રૂપિયા 2 રૂ. 7 આનાનો વેરો લેવાનું નક્કી કર્યું. લોકોએ તેને ‘હૈડિયા વેરો’ નામ આપ્યું.
→ હૈડીયાવેરો માથાદીઠ કે વ્યક્તિદીઠ લેવાતો વેરો હતો.
→ એક બાજુ બહારવટીયા અને એક બીજી બાજુ સરકારનો ત્રાસ વધ્યો હતો.
→ 'ગુજરાત પ્રાંતિક સમિતિ' આ વેરો ન ભરવાની સલાહ આપી.
→ આથી સરકારે જપ્તી, દંડ વગરે સજાઓ શરૂ કરી.
→ વલ્લભભાઈ પટેલની સૂચનાથી મોહનલાલ પંડ્યા અને રવિશંકર મહારાજે ગામેગામ ફરીને પ્રાંતિક સમિતિ સમક્ષ નિવેદન રજૂ કર્યું કે પ્રજા સંપૂર્ણપણે આપણી સાથે છે.
→ 2 ડિસેમ્બર 1923ના રોજ બોરસદ તાલુકાની પરિષદમાં વલ્લભભાઈએ લડત શરૂ થયાની જાહેરાત કરી.
→ મોહનલાલ પંડ્યા આ લડતના સેનાપતિ અને ગોપાળદાસ દેસાઈ સંગ્રામ-સમિતિના પ્રમુખ નિમાયા. દરબારસાહેબે બોરસદનું સત્યાગ્રહ-છાવણીનું મુખ્ય મથક સંભાળ્યું.
→ ગામે ગામ સભાઓ યોજાઇ સ્વંય સેવકો નગારા દ્ધારા લોકોને ચેતવી દેતા હતા.
→ નગારાનો અવાજ સાંભળીને લોકો પોતાના ઘરમાં તાળા મારી દેતાં હતાં, તેથી સરકારી અમલદારો ઉઘરાણી વિના પાછા જતાં હતાં.
→ સરદાર વલ્લભભાઈ પટેલે સરકાર ઉપર ગંભીર આક્ષેપાત્મક લેખો છાપામાં લખીને નવા ગવર્નર લેસ્લી વિલ્સનને ખાસ અમલદાર મોકલી તપાસ કરવાની ફરજ પાડી.
→ સાચી પરિસ્થિતીની જાણ થતાં સરકારે પ્રજા ઉપર નંખાયેલો દંડ લેવાનું મંડી વાળ્યું અને વસૂલ થયેલ 900 રૂ.ની દંડની રકમ પરત કરી દીધી. આમ, પ્રજાનો વિજય થયો.
‘ક્ષિપ્રવિજયી સત્યાગ્રહ' આ લડત 2 ડિસેમ્બર, 1923ના રોજ શરૂ થઈ અને 8 જાન્યુઆરી, 1924ના રોજ પૂરી થઈ એટલે ફક્ત છત્રીસ દિવસ ચાલી; તેથી તે ‘ક્ષિપ્રવિજયી સત્યાગ્રહ’ કહેવાય છે.
0 Comments