→ પંચગવ્યનો અર્થ સંસ્કૃતમાં પાંચ વસ્તુનું મિશ્રણ થાય છે.જે ગાય ના મળ , મૂત્ર, ઘી, દૂધ અને દહીં આમ પાંચ દ્રવ્યને ભેગા કરીને આથવણ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
→ આવા પંચગવ્યને કુદરતી સજીવ ખાતર અથવા કીટનાશક તરીકેઉપયોગ પ્રચલિત છે.
→ ગૌમૂત્રમાં રહેલ ક્વીનોલોન અને ફ્લેવોક્વીનોલોન તત્વને કારણે તેનો જંતુનાશક તરીકે ઉલ્લેખ જોવા
મળે છે.
→ પાકમાં આવતી કેટલીક રોગકારક ફૂગ જેવી કે ફ્યુસારીયમ ઓક્સીસ્પોરમ, ક્લેવીસેપ્સ પર્પ્યુરી,રાઈઝોપસ ઓલીગોસ્પોરસ, એસ્પરજીલસ ઓરાયજી,
કર્વુંલારીયા , સ્ક્લેરોટીના સ્ક્લેરોસિયમ, ઓલ્ટરનેરીયા, ક્લેડોસ્પોરીયમ વગેરેનું નિયંત્રણ કરે છે.
→ પંચગવ્ય તથા તેમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયાનો ઉપયોગ બીજ માવજત, જમીનમાં આપીનેઅથવા છટં કાવ દ્વારા કરી શકાય
→ વનસ્પતિ વૃદ્ધિ કરનાર અંતસ્ત્રાવ ઇન્ડોલ એસિટીક એસીડ પણ ઉત્પન્ન કરતા હોઈ છોડના વિકાસમાં અગત્યનો ફાળો ભજવે છે.
→ ગોમૂત્રમાં નાઇટ્રોજન, સલ્ફર, એમોનિયા, કૉપર, લોહ તત્ત્વ, યૂરિક એસિડ, યૂરિયા, ફોસ્ફેટ, સોડિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, કાર્બોલિક એસિડ, કેલ્શીયમ, નમક, વિટામિન બી, એ, ડી, ઈ, એન્ઝાઇમ, લેક્ટોઝ, હિપ્પુરિક અમ્લ, ક્એતિનિન, આરમ હાઇડ્રોક્સાઇડ મુખ્ય રૂપે પ્રાપ્ત થાય છે. યૂરિયા મૂત્રલ તેમ જ કીટાણુ નાશક છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇