→ આ જૈવિક ખાતરના સમુહમાં આવતા જીવાણુંઓ મુખ્યત્વે જમીનમાં નાઇટ્રોજન સ્થિર કરીને પાકને પુરો પાડે છે જેમાં અઝોટોબેકટર (એગ્રોજૈવિકા અઝોટોબેકટર), રાઇઝોબિયમ (એગ્રોજૈવિકા રાઇઝોબિયમ), અઝોસ્પીરીલમ (એગ્રોજૈવિકા અઝોસ્પીરીલમ) નો સમાવેશ થાય છે.
અઝોટોબેકટર (એગ્રોજૈવિકા અઝોટોબેકટર)
→ અઝોટોબેકટર એ એક પ્રકારના જીવાણુંઓ છે જે હવામાંન મુકત નાઇટ્રોજનને સ્થિર કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે.
→ આ જીવાણુંઓ હવામાંનો મુકત નાઇટ્રોજન વાપરી પોતાનામાં રહેલા નાઇટ્રોજનને ઉત્ચેચક ની મદદથી એમોનિયા બનાવે છે. જે પાણીમાં દ્રાવ્ય છે. જેથી છોડ સહેલાઇથી તેને લઇ શકે છે.
→ આ પ્રવાહી કલ્ચરને વાપરવાથી રપ થી પ૦ કિ.ગ્રા. નાઇટ્રોજન યુકત ખાતરના ખર્ચમાં ઘણી બચત થાય છે.
→ આ પ્રવાહી કલ્ચરને ઘઉં, મકાઇ, ડાંગર, તમાકું, બાજરી, મગફળી, રાઇ, દિવેલા, તેલીબીયા, કપાસ, શેરડી, જીરૂ, વરિયાળી, કઠોળ વર્ગના પાકો, શાકભાજી, ડુંગળી, લસણ, ફળો-ફૂલો તથા બાગાયતી પાકો માટે ભલામણ કરવામાં આવે છે.
→ અઝોટોબેકટર ખેતરના ૧પ-૩૦ સે.મી. ના ઉપરના પડમાં તેઓ
વિશેષ સંખ્યામાં આવેલા હોય છે.
→ અઝોટોબેકટરની પ્રમુખ જાતોમાં ક્રુકોકમ, વીનેલેન્ડી, બેજરન્કી વગેરેનો સમાવેશ થાય છે.
→ આણંદ કૃષિ યુનિવર્સિટીએ અઝોટોબેકટર ક્રુક્રોકમ એબીએ-૧ જાત વિકસાવી છે.
એસીટોબેકટર
→ એસીટોબેકટર ડાયએઝોટ્રોપીકસ નામના બેક્ટેરિયા આ બેક્ટેરિયા શેરડીના મૂળ, પાન, સાંઠાની અંદર વસવાટ કરે છે.
→ રાઈઝોબિયમ અથવા અઝોટોબેકટરની જર્મ તેઓ હવામાંનો નાઈટરો્જન સ્થિર કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે.
→ આ બેક્ટેરિયા જમીનમાં જોવા મળતા નથી.
→ આ જીવાણુની યોગ્ય જાતને જૈવિક ખાતર તરીકે વાપરવાથી ભલામણ કરેલ છે.
→ નાઈટ્રોજનના ૪૦ થી પ૦ ટકા બચત થાય છે અને શેરડીનું ઉત્પાદન ૧પ-ર૦ ટન/હે. વધે છે.
→ શેરડીમાં અઝોટોબેકટર/અઝોસ્પાઈરીઈમની સરખામણીમાં આ
કલ્ચરથી વધુ સારા પરિણામ મળે છે. આ જીવાણુઓ પણ વિવિધ વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે.
રાઇઝોબિયમ (એગ્રોજૈવિકા રાઇઝોબિયમ)
→ રાઇઝોબિયમ એ એક પ્રકારના જીવાણુંઓ છે જે કઠોળવર્ગના પાકોના મુળ પ્રદેશમાં રહીને નાઇટ્રોજન સ્થિર કરે છે.
→ સહજૈવિક રીતે ગંઠિકા ઉત્પન્ન કરીને પાકને નાઇટ્રોજન પુરો પાડે છે.
→ આ પ્રવાહી કલ્ચર મુખ્યત્વે કઠોળ વર્ગના પાકોમાં વપરાય છે.
→ બોટલ ઉપર લખેલ જે તે કઠોળ પાક માટે જ વાપરી શકાય.
→ મગનું કલ્ચર મગ માટે અને ચણાનું કલ્ચર ચણા માટે જ વાપરવું હિતાવહ છે.
→ કઠોળ વર્ગના પાકમાં રાઇઝોબિયમ કલ્ચરના ઉપયોગથી હેકટર દીઠ ૨૫-૫૦ કિલો નાઇટ્રોજનને સ્થિર કરે છે.
→ સામાન્ય રીતે કઠોળ વર્ગના પાકને એક ટન દાણા ઉત્પન્ન કરવા પ૦ થી ૬૦ કિ.ગ્રા. નાઈટરો્જન તત્વની જરુર પડે છે.
→ જો મૂળ ઉપર જોવા મળતી ગાંઠો લાલ રંગની અને પોચી હોય તથા તેને દબાવવાથી ગુલાબી રંગનું પ્રવાહી નીકળતું હોય તો તે રાઈઝોબિયમ બેકટરિેયા દ્વારા બનાવવામાં આવેલ મૂળ ગંડિકા હોય છે પરંતુ જો ગાંઠો સફેદ રંગની અને કઠણ હોય તથા તેને કાપવાથી સફેદ રંગનું પ્રવાહી નીકળેતો તે કૃમિથી થતા રોગની ગાંઠો હોય, જેનો ઉપાય સત્વરે કરવો જરૂરી છે.
→ જમીનમાં ઘણા રાઈઝોબિયમ જીવાણુ ઉનાળામાં ઊંચા તાપમાનથી, ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી તેમજ અન્ય પરભક્ષી જીવાત તેમજ વાયરસથી નાશ પામે છે.
રાઈઝોબિયમની પ્રજાતિઓ
જાતિ
પ્રજાતિ
ભલામણ કરેલ પાક
રાઈઝોબિયમ
લેગ્યુમિનોસેરમ
વટાણા,મસુર
રાઈઝોબિયમ
ફીજીઓલી
રાજમા, ફણસી, વાલ
રાઈઝોબિયમ
ટ્રાયફોલી
કલોવર
રાઈઝોબિયમ
મેલિલોટી
મેથી
રાઈઝોબિયમ
લુપિની
લુપિન
રાઈઝોબિયમ
જેપોનિકમ
સોયાબીન
રાઈઝોબિયમ
--
મગ, તુવેર, મઠ, ચણા, ચોળા, મગફળી, શણ વગેરે
અઝોસ્પીરીલમ (એગ્રોજૈવિકા અઝોસ્પીરીલમ)
→ આ એક પ્રકારના સૂક્ષ્મજીવાણુ છે.
→ તેનું કદ મિલિમીટરના હજારમાં ભાગનું તેમજ આકાર અડધો વળેલો સર્પાકાર હોયછે.
→ તેમનું કાયમી નિવાસસ્થાન ખેતરની માટી છે.
→ જમીનની ફળદ્રુપતા સાચવવામાં તેમનો મોટો ફાળો છે.
→ અઝોસ્પાઈરીલમ જીવાણુનો Bio Fertilizer તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
→ અઝોસ્પાઈરીલમ જીવાણુઓ મૂળમાં દાખલ થાય છે. પરંતુ કોઈ ગાંઠો બનાવતા નથી.
→ એઝોસ્પાઇરીલમ જીવાણુંની બે પ્રજાતિઓ છે, લીપોફેરમ અને બ્રાસીલેંસ.
→ અઝોસ્પીરીલમ એ સહજીવી ધાન્ય પાકોના મુળમાં રહીને નાઇટ્રોજન સ્થિર કરતા જીવાણુંઓ છે જે જુદા જુદા વૃધ્ધિ વર્ધકો જેવા કે ઇન્ડોલ એસિટીક એસીડ, ઇન્ડોલ બ્યુટારિક એસિડ, ઓકઝીન, જીબરેલીન્સનું ઉત્પાદન કરીને છોડની વૃદ્ધિ કરે છે.
→ આ કલ્ચરના યોગ્ય વપરાશથી ર૫-૪૦ કી.ગ્રા. નાઇટ્રોજનને સ્થિર કરે છે.
→ આ કલ્ચર મુખ્યત્વે જુવાર, નાગલી, મકાઈ, રોપાણ ડાંગર, ઘઉં, મકાઇ, બાજરી તેમજ અન્ય ધાન્ય પાકો માટે ભલામણ કરવામાં આવે છે.
→ આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયે અઝોસ્પાઈરીલમ એએસએ-૧ જાત વિકસાવી છે.
ફોસ્ફરસને દ્રાવ્ય કરનાર જૈવિક ખાતર
→ ફોસ્ફેટ દ્રાવ્ય કરતા સૂક્ષ્મજીવાણુઓ એટલે એવાં જીવાણુઓનો સમૂહ કે જે જમીનમાં કે છોડની અંદર રહી વિવિધ પ્રકારના એસિડ બનાવી અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરી છોડ/પાક ને લભ્ય કરવાનું કામ કરે છે.
→ આવા પ્રમુખ જીવાણુઓમાં બેસિલસ,સ્યૂડોમોનાસ, બર્કહોલડેરિયા જવાે બેકટરિેયા; એસ્પરજીલસ, ટોરયુલોસ્પોરા, ટરા્ઈકોડર્મા અને પેનીસિલિયમ જેવી ફૂગનો તેમજ ગ્લોમસ, ગીગાસ્પોરા જવીે માઈકોરાઈઝા ફૂગનો સમાવેશ થાય છે.
→ આ પ્રકારના સૂક્ષ્મજીવાણુઓનેફોસ્ફેટ કલ્ચરના હૂલામણા નામથી પણ ઓળખવામાં આવે છે.
ફોસ્ફેટ કલ્ચર (એગ્રોજૈવિકા પી.એસ.બી.)
→ આપણી જમીનમાં ઉમેરવામાં આવતા ફોસ્ફેટિક ખાતરો થોડા સમયમાં અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાઇ જાય છે.
→ ફોસ્ફેટ કલ્ચર પૈકી બેસીલસ, સ્યુડોમોનાસ, એસ્પરજીલસ અને માઇકોરાઇઝા મુખ્ય છે.
→ જમીનમાં સુપર ફોસ્ફેટ કે અન્ય સ્વરૂપે જે કોઇ ફોસ્ફરસ ઉમેરીએ છીએ તે થોડા વખતમાં અલ્ભય બની જાય છે. પાકને ઉપયોગમાં આવતો નથી.
→ ફોસ્ફેટ કલ્ચર વાપરવાથી રસાયણિક રીતે બંધાયેલા અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે તેથી જમીનમાં પડી રહેલો ફોસ્ફરસ છોડની વૃદ્ધિ માટે ઉપલબ્ધ કરાવીને પાકના ઉત્પાદનમાં વધારો કરે છે.
→ આ જીવાણુંઓ કાર્બનિક એસિડ તથા પાકની વૃદ્ધિ માટેના તત્વોનું ઉત્પાદન કરીને ફોસ્ફેટયુકત ખાતરના વપરાશમાં અંદાજીત ૪૦ ટકા ઘટાડો કરે છે.
→ આ કલ્ચર મુખ્યત્વે કપાસ, ઘઉં, મકાઇ, ડાંગર, તમાકુ, બાજરી, મગફળી, રાઇ, દિવેલા, તેલીબીયા, શેરડી, જીરૂ, વરિયાળી, કઠોળ વર્ગના પાકો, શાકભાજી ડુંગળી, લસણ ફળો-ફૂલો તથા બાગાયતી પાકો માટે ભલામણ કરવામાં આવે છે.
→ અત્યાર સુધી આપણેએવું માનતા હતા કે ફકત કઠોળ વર્ગના છોડના મૂળ ઉપર બેક્ટેરિયાથી ગાંઠો બને છે પરંતુ સેસ્બેનીયા રોસ્ટરા્ટા નામની લીલા પડવાશ માટની વનસ્પતિ તેના મૂળ, થડ, અને સમગ્ર છોડ ઉપર નાની નાની ગાંઠો બનાવે છે. આ ગાંઠોમાં જે બેક્ટેરિયા રહે છે તેને ‘અઝોરાઈઝોબિયમ’ કહેવામાં આવે છે.
→ અઝોરાઈઝોબિયમ પાણી ભરેલી ડાંગરની કયારીમાં જીવી શકે છે.
→ આ છોડ ઘણું કરીને સૌથી ઝડપી ઉગતો અને નાઈટરો્જન સ્થિર કરતો છોડ છે અને ૪પ–પ૦ દિવસમાં ૧૦૦-ર૮પ કિ.ગ્રા. નાઈટરો્જન/હે સ્થિર કરી શકે છે.
→ સેસબાનિયા રોસ્ટરા્ટા રોપાણ ડાંગર માટે આદર્શ લીલો પડવાશ છે.
બજારમાં ઉપલબ્ધ વિવિધ જૈવિક ખાતરો
→ નાઈટરો્જન સ્થિર કરતા બેક્ટેરિયા : એઝોટોબેક્ટર, અઝોસ્પાઈરીલમ, રાઇઝોબિયમ, એસીટોબેકટર
→ ફોસ્ફેટ દ્રાવ્ય કરતા બેકટરિયા
→ પોટાશ દ્રાવ્ય કરતા બેકટરિયા
→ ઝિંક મોબિલાઇઝિંગ બેકટરિયા
→ સલ્ફર ઓકસીડાઇઝિંગ બેકટરિયા
→ આયર્નચીલેટિગં બેકટરિયા
→ બાયો એન.પી.કેકન્સોર્ટીયમ
→ વર્મિકમ્પોસ્ટ
→ શેવાળ આધારિત
→ માયકોરાઈઝા (વામ)
→ જૈવિક ખાતરો ઉત્પાદન અને વેચાણ માટે ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડર (FCO ૧૯૮૫) અને સુધારો ૨૦૦૬ તથા ત્યારબાદ વખતો વખતના સુધારા મુજબ પરવાનો લેવાની જરૂર છે.
→ ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડર અન્વયે રાયઝોબિયમ, અઝોટોબેકટર, અઝોસ્પાઈરીલમ, એસીટોબેકટર, પી.એસ.બી,પી.એસ.એફ., કે.એમ. બી, ઝેન.એસ.બી., માયકોરાઈઝા વગેરેની ગુણવત્તા ચકાસણી માટેપરિમાણ નક્કી કરવામાં આવ્યા છે.
0 Comments