→ ગ્લોબલ ટાઈગર ડે, જેને ઘણીવાર ઈન્ટરનેશનલ ટાઈગર ડે તરીકે ઓળખવામાં આવે છે.
→ વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા, વાઘના કુદરતી રહેઠાણના સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને વાઘના સંરક્ષણના મુદ્દાઓને ટેકો આપવા માટે દર વર્ષે 29 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ના રૂપમાં મનાવવામાં આવે છે.
→ 2010માં રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ ટાઇગર સમિટમાં તેની શરૂઆત કરવામાં આવી હતી.
→ વૈજ્ઞાનિક નામ : પેન્થેરા ટાઈગ્રિસ
→ ભારતીય વાઘનું વૈજ્ઞાનિક નામ : પેન્થેરા ટાઈગ્રિસ
→ પ્રતીકરૂપ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી.
→ તે બિલાડી કુળની સૌથી મોટી પ્રજાતિ છે. સાત મુખ્ય બિગ કેટ વાઘ, સિંહ, ચિત્તો, સ્નો લેપર્ડ, પુમા, જગુઆર, લેપર્ડ અને ચિત્તા છે.
→ રોયલ બંગાળ વાઘને 18મી નવેમ્બર 1972ના રોજ ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
→ વસવાટ : તેનો વસવાટ ભારતીય ઉપમહાદ્વીપ અને સુમાત્રા પરના સાઈબેરિયાઈ સમશીતોષ્ણ જંગલોથી લઈને ઉપોષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય જંગલો સુધી ફેલાયેલો છે.
→ વાઘને નષ્ટ થતા અટકાવવા ભારત સરકારે 1973માં ‘Project tiger’ – વાઘ પરિયોજના શરૂ કરી. એ યોજના હેઠળ વાઘની વસ્તીવાળા વિસ્તારોમાં થતી માનવની શિકારની પ્રવૃત્તિઓને અટકાવવામાં આવી અને તેમનાં નિવાસસ્થાનોને અભયારણ્ય (sanctuary) તરીકે જાહેર કરવામાં આવ્યાં.
→ પરંપરાગત રીતે વિશ્વમાં વાઘની આઠ પેટા જાતિઓની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી ત્રણ લુપ્ત થઈ ગઈ છે, આ તમામ આઠ પ્રજાતિઓ નીચે મુજબ છે:
→
બેંગાલ ટાઈગર : ભારતીય ઉપખંડ
કેસ્પિયન ટાઈગર : મધ્ય અને પશ્ચિમ એશિયા થઈને તુર્કી (લુપ્ત)
અમુર ટાઈગર : રશિયા અને ચીનમાંથી પસાર થતી અમુર નદીનો પ્રદેશ, ઉત્તર કોરિયા
જાવા ટાઈગર : જાવા, ઈન્ડોનેશિયા (લુપ્ત)
સાઉથ ચાઈના ટાઈગર : દક્ષિણ મધ્ય ચીન
બાલી ટાઈગર : બાલી, ઈન્ડોનેશિયા (લુપ્ત)
સુમાત્રન ટાઈગર : સુમાત્રા, ઈન્ડોનેશિયા
ઈન્ડો-ચાઈનીઝ ટાઈગર : મહાદ્વીપીય દક્ષિણ પૂર્વ એશિયા
→ મોટો પુખ્ત વાઘ ત્રણથી ચાર દિવસે એક જ વખત શિકાર કરે છે અને તેના એક જ ભોજનમાં 18થી 20 કિલોગ્રામ માંસ આરોગે છે. તે જીવંત કે મૃત બંને પ્રકારનાં પ્રાણીનાં માંસ ખાય છે.
→ ભૂખ્યો વાઘ એકીસાથે 90 કિલોગ્રામ જેટલું માંસનું પ્રાશન કરતો હોય છે.
→ નર વાઘ ત્રણથી ચાર વર્ષની ઉંમરે પુખ્ત બને છે. જ્યારે માદા બેથી અઢી વર્ષ બાદ જાતીય પરિપક્વતા ધારણ કરે છે.
→ પ્રજનનકાળ વર્ષાઋતુના અંતમાં હોય છે.
→ આ પ્રાણીમાં ગર્ભાક્ષધિકાળ 105થી 110 દિવસનો ગણાય છે.
→ જન્મસમયે બચ્ચાં આંધળાં હોય છે અને વજન 1થી 1.5 કિલોગ્રામ જેટલું હોય છે. 8થી 10 મહિનાની ઉંમરે બચ્ચાં માતાના સાંનિધ્યમાં શિકાર કરવાનું શીખે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇