→ દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં આવેલું સર્વસંગ્રાહક મ્યુઝિયમ.
→ બ્રિટિશ રાજ દરમિયાન ધરમપુર સિસોદિયા રાજવંશની સત્તા હેઠળ હતું.
→ મુંબઈના તત્કાલીન ગવર્નર સર લેસ્લી વિલ્સનની વર્ષ 1921માં ધરમપુરની મુલાકાત દરમિયાન તેમની યાદગીરી રૂપે રાજા રણજિતસિંગે જયુબિલી હૉલ બંધાવ્યો હતો.
→ જેન વર્ષ 1928માં લેડી વિલ્સન મ્યુઝિયમમાં પરિવર્તીત કરવામાં આવ્યો હતો.
→ 1938થી તેનો વહીવટ મુંબઈ રાજ્યના ઉદ્યોગ વિભાગે હાથમાં લીધેલો. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થતાં તેનો વહીવટ ગુજરાત રાજ્ય હસ્તક આવ્યો.
→ સ્થાનિક પ્રજાને વિશ્વકારીગરીના નમૂના બતાવવા માટે થઈને આ મ્યુઝિયમમાં કુલ્લે 8,433 ચીજવસ્તુઓ છે. તેમાં વિદેશી વસ્તુઓનું પ્રમાણ દેશી વસ્તુઓ કરતાં ઘણું જ વધુ મોટું છે. આ બધામાં ભૂસાં ભરેલાં મૃત પશુપંખીઓનાં ખોળિયાં, ભૂસ્તરના નમૂનારૂપ ખડકોના ટુકડા, સંગીતનાં વાદ્યો, દેશવિદેશનાં ચિનાઈ માટીનાં અને કાચનાં વાસણો, હાથીદાંત પરના કોતરકામના નમૂનાઓ, વણાટકામ અને ભરતકામના જાતભાતના નમૂનાઓ, દેશવિદેશના પ્રાચીન અને અર્વાચીન સિક્કાઓ, દેશવિદેશની ટપાલટિકિટો, પથ્થર અને લાકડામાં કરેલી કોતરણીઓ, લાખમાંથી બનેલી કલાકૃતિઓ, માટી અને ધાતુમાંથી બનેલાં ઘરેણાં વગેરે અનેક પ્રકારની વસ્તુઓનો સમાવેશ છે.
→ આ મ્યુઝિયમ ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ છે, તે માનવજાતિ શાસ્ત્ર સંબંધિત છે.
→ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની સંસ્કૃતિ પ્રદર્શિત કરતો એક અલગ વિભાગ પણ છે. તેમાં ત્યાંનાં આદિવાસીઓનાં સાધનો, ઓજારો અને વાજિંત્રો પ્રદર્શિત છે. આ સંગ્રહને બે મકાનોમાં પ્રદર્શિત કરી નવ વિભાગોમાં વિભાજિત કર્યો છે : (1) ખેતીવાડી અને ઉદ્યોગ, (2) પ્રાકૃતિક ઇતિહાસ અને પ્રાણીશાસ્ત્ર, (3) ભૂસ્તરશાસ્ત્ર, (4) પુરાતત્વવિદ્યા, (5) માનવજાતિશાસ્ત્ર, (6) સંગીત, (7) વન, (8) શસ્ત્રો અને (9) ચિત્રો.
0 Comments