મહુડો | Mahudo | Madhuca longifolia


મહુડો


→ દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની એક વનસ્પતિ.

→ તેનું વૈજ્ઞાનિક નામ Madhuca longifolia

→ તેની છાલ જાડી ભૂખરીથી માંડી ઘેરી બદામી અને શલ્કી હોય છે. તેના પુખ્ત ભાગો ગુલાબી-સફેદ હોય છે. પર્ણો શાખાના છેડે સમૂહમાં ગોઠવાયેલાં, રેખીય-ભાલાકાર (linear-lanceolate), 7.5 સેમી.થી 12.5 સેમી. લાંબાં અને 2.5 સેમી.થી 4.5 સેમી. પહોળાં અને પરિપક્વતાએ અરોમિલ (glabrous) હોય છે.
→ ભારતમાં મહુડાની સાત જેટલી જાતિઓ જોવા મળે છે. જેમાંની 5 જાતિઓ M. indica J. F. Gmel; M. longifolia (Koenig) Mach.; M. malabarica Parker; M. bourdillonii (Gamble) H. J. Lam અને M. (butyracea) ખૂબ જ પ્રચલિત છે. M. caloneura અને M. lobbii ઓછી જાણીતી જાતિઓ છે.

→ ગુજરાતમાં મહુડાના તેલના બંધારણમાં રહેલા ફૅટી ઍસિડનું પ્રમાણ આ પ્રમાણે છે : મિરિસ્ટિક 16.3 %, પામિટિક 27.1 %, સ્ટિયરિક 2.0 % ઍરેકિડિક ઑલિક 41.05 % અને લિનોલિક 13.6 %.

→ મહુડાના તેલનો ઉપયોગ મુખ્યત્વે કપડા ધોવાના સાબુ બનાવવા માટે થાય છે.

→ મહુડાના તેલને ‘ડોળિયું' કહેવામાં આવે छे.

→ મહુડાના લાકડાનો ઉપયોગ ઈમારતો બનાવવા, બારી-બારણાનાં ચોકઠાં, ગાદી, ખરાદીકામ, રમતગમતના સાધનો સંગીતના સાધનો અને હોડીઓ બનાવવામાં થાય છે.

→ મહુડાને ગેરુ [Scopella echinulata (Niessl) Mains syn. Uromyces echinulatus Niessl.], સફેદ પોચો સડો (Polystictus steinhelianus Berk. & Lev), થડનો અંદરનો સડો [Fomes caryophylli (Racib.) Bres] અને મૂળ તથા થડનો સડો (Polyporus gilvus Schw.) જેવા રોગો લાગુ પડે છે.

→ પરિષ્કૃત (refined) તેલનો ઊંજક (lubricating), ગ્રીઝ અને ફૅટી આલ્કોહૉલ બનાવવામાં ઉપયોગ થાય છે. તેલનો ઉપયોગ મીણબત્તીઓ બનાવવા, શણ-ઉદ્યોગમાં ગણન (batching) તેલ તરીકે અને સ્ટિયરિક ઍસિડના ઉત્પાદનમાં કાચા માલ તરીકે થાય છે.

→ મહુડાનું તેલ પ્રશામક (emollient) ગુણધર્મો ધરાવે છે અને ત્વચાના રોગો, સંધિવા અને માથાના દુખાવામાં ઉપયોગી છે. તે રેચક હોવાથી કબજિયાત અને મસામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

→ મહુડાનું તેલ પ્રશામક (emollient) ગુણધર્મો ધરાવે છે અને ત્વચાના રોગો, સંધિવા અને માથાના દુખાવામાં ઉપયોગી છે. તે રેચક હોવાથી કબજિયાત અને મસામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.


→ ફળના તેલને ડોળિયું કહે છે. તે દીવા સળગાવવાના કામમાં આવે છે.

→ મહુડાના ખોળમાં ભેજ 7.2 %થી 11.1 %; તેલ 8.0 %થી 13.3 %; પ્રોટીન 15.0 %થી 17.4 %; કાર્બોદિતો 48.7 %થી 54.6 %; રેસો 5.3 %થી 5.9 % અને ભસ્મ 6.4 %થી 6.8 % હોય છે. તે 4.6 % જેટલું ઝેરી અને કડવું માઉરિન નામનું સૅપોનિન ધરાવે છે. સૅપોનિનની હાજરીને કારણે ખોળ પશુ-ખોરાક માટે અયોગ્ય ગણાય છે.

→ મહુડાનો ખોળ કીટનાશક (insecticidal) અને મત્સ્યનાશક (piscicidal) ગુણધર્મો ધરાવે છે.

→ અળસિયાના ઉપદ્રવ સામે તેના ખોળમાં રહેલા સેપૉનિનની ખાસ પ્રક્રિયાને કારણે લૉન, ગોલ્ફના મેદાન અને ટેનિસ-કૉર્ટમાં વાપરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં શિકાકાઈ(Acacia concinna)ની સાથે વાળ ધોવામાં તેનો ઉપયોગ થાય છે.

→ એક વૃક્ષ દ્વારા લગભગ 36 કિગ્રા.થી 72 કિગ્રા. મહુડાંનું ઉત્પાદન થાય છે.

→ એક નમૂનાનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ભેજ 18.6 %; પ્રોટીન 4.4 %, લિપિડ 0.5 %, કુલ શર્કરાઓ 72.9 %, રેસો 1.7 % અને ભસ્મ 2.7 %. ખનિજ તત્વોનું પ્રમાણ : ફૉસ્ફરસ 140 મિગ્રા., કૅલ્શિયમ 140 મિગ્રા. અને લોહ 15 મિગ્રા/100 ગ્રા. હોય છે. તે મૅગ્નેશિયમ અને તાંબું ધરાવે છે.

→ મહુડાંમાંથી મળી આવતી શર્કરાઓમાં સુક્રોઝ, માલ્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ઍરેબિનોઝ અને રહેમ્નોઝનો સમાવેશ થાય છે.

→ મહુડાંમાં પ્રજીવકો આ પ્રમાણે હોય છે : કૅરોટીન (પ્રજીવક ‘એ’ તરીકે) 39 આઇ. યુ.; એસ્કૉર્બિક ઍસિડ 7 મિગ્રા; થાયેમિન 32 માઇક્રોગ્રામ; રાઇબોફ્લેવિન 878 માઇક્રોગ્રામ અને નાયેસિન 5.2 મિગ્રા/100 ગ્રા. . તે ફૉલિક ઍસિડ, પૅન્ટોથેનિક ઍસિડ. બાયોટિન અને ઇનોસિટોલ ધરાવે છે.

→ મહુડાંમાં ખરાબ સુગંધીવાળું એક બાષ્પશીલ તેલ, ઍન્થોસાયનિન, બીટાઇન, મૅલિક ઍસિડ અને સક્સિનિક ઍસિડના ક્ષારો હોય છે. તે કૅટાલેઝ, ઑક્સિડેઝ, ઇન્વર્ટેઝ, માલ્ટેઝ, ઍમાઇલેઝ અને ઇમલ્સિન નામના ઉત્સેચકો ધરાવે છે.


→ મહુડાનાં ફૂલ કાચાં અથવા રાંધીને તળીને કે પકવી(baking)ને ખાવામાં આવે છે. તેનાં ફૂલ નિસ્યંદિત મદ્યની બનાવટમાં વપરાય છે. તાજો બનાવેલો દારૂ જલદ, ધૂમિલ (smoky) અને દુર્ગંધવાળો હોય છે.

→ નવો ગાળેલો દારૂ ઝેરી હોય છે. તેનાથી હોજરીમાં બળતરા થાય છે. યક્તિ વ્યાકુળ બને છે, નિદ્રા બગડે છે, માથું દુખે છે અને તાવ પણ આવી શકે છે : યોગ્ય માત્રામાં લેવાથી લાળરસ વધુ સ્રવે છે, જઠરની રક્તવાહિનીઓ પહોળી થાય છે. પાચકરસ વધે છે અને ખોરાક જલદી પચે છે. તે હૃદયનું પ્રત્યક્ષ પોષણ કરે છે. તે વધારે પ્રમાણમાં લેવાથી વિપરીત અસરો ઉત્પન્ન કરે છે.

→ તેનાં ફૂલોનો એસિટિક ઍસિડ અને ઍસિટોનના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવે છે.

→ આયુર્વેદ અનુસાર મહુડાં મધુર, શીત, વાતુલ, વીર્યવર્ધક, પૌષ્ટિક, તૂરાં અને કડવાં છે અને કૃમિ, પિત્ત, દાહ, શ્રમ તથા વ્રણનો નાશ કરનાર છે. તેનાં ફૂલ મધુર, વૃષ્ય, હૃદ્ય, ધાતુવર્ધક, ગુરુ, સ્નિગ્ધ અને વિકાસી છે અને પિત્ત, દાહ અને વાયુનો નાશ કરનાર છે. તેનાં કાચાં ફળ શીત, શુક્રલ, ગુરુ, સ્નિગ્ધ, રસકાળે અને પાકકાળે મધુર, મલસ્તંભક, બલકર અને ધાતુવર્ધક છે અને રક્તરોગ, વાયુ, પિત્ત, દમ, તૃષા, ઉધરસ, ક્ષતક્ષય તથા રાજ્યક્ષ્માનો નાશ કરે છે.

→ તેનો ઉપયોગ અપસ્માર, ઉન્માદ, સન્નિપાત અને અપતંત્રક વાયુ ઉપર; કંઠ-સર્પ ઉપર; ધાતુ પુષ્ટ થઈ કામોત્તેજન થવા માટે અને સર્પના વિષ ઉપર થાય છે. તેનાં ફૂલ Escherichia coli સામે પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દર્શાવે છે. તેનાં ફૂલોમાંથી મળતું મધ ખાદ્ય છે અને આંખના રોગોમાં વપરાય છે.

→ તેના કાષ્ઠનો ઉપયોગ પાટડાઓ, બારી-બારણાંનાં ચોકઠાં અને સ્તંભ બનાવવામાં થાય છે. તે રાચરચીલું, ગાડી, ખરાદીકામ, રમતગમતનાં અને સંગીતનાં સાધનો, તેલ અને ખાંડના દાબકો (presses), વહાણના બાંધકામમાં, હોડીઓ, પુલ અને કૂવાના બાંધકામમાં વપરાય છે. સારું સંશોષિત (seasoned) કાષ્ઠ કૃષિનાં સાધનો, રેલવે-સ્લીપરો, ઢોલ અને કોતરકામમાં ઉપયોગી થાય છે. તેનો બળતણ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

→ છાલમાં કાપ મૂકવાથી સ્રવતા ક્ષીરરસની જમાવટથી ગટા પર્ચા સાથે સામ્ય ધરાવતી રબર જેવી નીપજ ઉત્પન્ન થાય છે. તેમાં કૂચુક (કાચું રબર) 12.2 %થી 19.9 %; રાળ 48.9 %થી 75.8 % અને અદ્રાવ્યો 11.9 %થી 38.9 % જેટલાં હોય છે. છાલમાં 17 % જેટલું ટૅનિન હોય છે અને તેનો ઉપયોગ રંગકામ તથા ચર્મશોધનમાં થાય છે. છાલનો ઉપયોગ સંધિવા, ચાંદાં, ખૂજલી, રક્તસ્રાવ, કાકડા અને મધુપ્રમેહમાં થાય છે. ઘોડાને હોજરીના દુખાવામાં તે ઉપયોગી છે.



Post a Comment

0 Comments