Anu-Maurya (Saka Kshatrapa) Period : Question & Answer | અનુ-મૌર્ય (શક ક્ષત્રપ) કાળ

Question & ANswer
અનુ-મૌર્ય (શક ક્ષત્રપ) કાલીન ગુજરાત

  1. શુંગવંશ પછી કયા વંશનું શાસન હતું?
    → કણ્વવંશ

  2. કયા કાળમાં ગુજરાત 'આનર્ત પ્રદેશ' તરીકે ઓળખાતો હતો?
    → ક્ષત્રપકાળમાં

  3. અપલદત અને મિનાન્ડરના સિક્કાઓ ગુજરાતમાં કયાંથી મળી આવ્યાં?
    → બારીગાજા (ભરૂચ)

  4. યવન રાજા મિનાન્ડરનું રાજ્ય ગુજરાતમાં કયાં સુધી વિસ્તરેલું હતું?
    → બારીગાજા

  5. સુવિશાખ કોનો રાજ્યપાલ હતો?
    → મહાક્ષત્રપ-રૂદ્રદામા

  6. શક ક્ષત્રપ કાલીન સ્તૂપ ગુજરાતમાં કયાં આવ્યો છે ?
    → શામળાજી નજીક દેવની મોરી

  7. દેવની મોરી બુદ્ધસ્તૂપનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?
    → રૂદ્રસેન-3

  8. દેવની મોરી ક્યાં ધર્મ સાથે સંકળાયેલ છે ?
    → બૌદ્ધ ધર્મ

  9. દેવની મોરી કઈ નદીના કિનારે આવેલ છે ?
    → મેશ્વો

  10. કન્હેરી ગુફાલેખમાં રૂદ્રદામાની પુત્રી પોતાને કયા કુળની ઓળખાવે છે?
    → કાદર્મક

  11. જેના નામ પરથી કાદર્મક કુળ પડયું એ કર્દમા નદી (ઝરકશન) કયાં આવેલી છે?
    → ઈરાનમાં

  12. ગુજરાતના કયા રાજાએ છેલ્લા શ્વાસ સુધી પુરૂષ વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી?
    → રૂદ્રદામા

  13. બાવા પ્યારાની ગુફામાંથી મળેલ ખંડિત શિલાલેખ કયા ક્ષત્રપ રાજાનો હોવાનો માનવામાં આવે છે ?
    → રૂદ્રસિંહ પહેલો

  14. એક સુવર્ણ બરાબર કેટલા કર્ષાપણ?
    → 35 કર્ષા પણ

  15. કલચૂરીઓની રાજધાની કઈ હતી?
    → ભૃગુકચ્છ (ભરૂચ)

  16. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું?
    → શ્રીસ્થલ

  17. શૂન્યની શોધ કરનાર બ્રહ્મગુપ્તનો જન્મ કયાં થયો હતો ?
    → ગુજરાત

  18. ભારતીય યવન રાજાઓના સિક્કાઓને ગ્રીક ભાષામાં શું કહેવાતા હતા ? જેને ભારતીય પ્રજા 'દામા' કહેતી હતી ?
    → ઓબોલ

  19. અંતિમ મૌર્ય શાસક બૃહદ્રથની હત્યા કોણે કરી હતી ?
    → પુષ્યમિત્ર શુંગે

  20. શકો પોતાને કયા નામે ઓળખાવતા હતા?
    → ક્ષત્રપ

  21. ખાપરા કોડિયાની ગુફા ગુજરાતમાં કયાં આવેલી છે ?
    → જૂનાગઢ

  22. ક્ષત્રપ કાળમાં ચાંદીના સિક્કાને કયા નામે ઓળખવામાં આવે છે?
    → કર્ષાપણ

  23. રૂદ્રદામાના સમયમાં ડાંગ, વાંસદા, ધરમપુર, વાગડનો ભીલ પ્રદેશને કયા નામે ઓળખાતું હતું?
    → નિષાદ

  24. રૂદ્રદામાના સમયમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું?
    → આનર્ત

  25. રાજકોટના ઢાંક પાસેની જૈન ગુફાઓનું નિર્માણ કોના સમયગાળા દરમિયાન થયું હતું?
    →શક ક્ષત્રપ કાળમાં

  26. મૂલવાસર (જામનગર) અને ગઢા (રાજકોટ) જેવા શિલાલેખો કોના શાસનકાળમાં મળી આવ્યા હતા?
    → રુદ્રસેન પહેલાના

  27. સાણા ડુંગરની ગુફાઓ ક્યાં જિલ્લામાં આવેલી છે?
    →ગીર સોમનાથ



Post a Comment

0 Comments