- ગુજરાતના ઈતિહાસની પ્રમાણિત માહિતી ક્યારથી મળે છે?
- → ચંદ્રગુપ્ત મૌર્ય ના સમયથી (ઈ.સ.322-298) અથવા મૌર્ય કાળથી
- જૈન ધર્મના શ્વેતાંબર પંથના સ્થાપક કોણ હતા?
- → સ્થુલિભદ્ર
- ચંદ્રગુપ્ત મૌર્યનું રાજ્ય દક્ષિણમાં કયાં સુધી વિસ્તરેલું હતું?
- → તાપી નદી સુધી
- ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સુરાષ્ટ્ર(સૌરાષ્ટ્ર)ના રાષ્ટ્રીય અથવા રાજ્યપાલ કોણ હતા?
- → પુષ્યગુપ્ત વૈશ્ય
- જૂનાગઢ નજીક બોરિયા ખીણ પાસે આવેલ બૌદ્ધ સ્તુપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે?
- → બડી લાખાની મેડી
- 'સંપ્રતિની ટૂંક' કયાં આવેલી છે?
- → ગિરનાર પર મહાવીર મંદિરની પાસે
- અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધથી થયું ?
- → કલિંગ યુદ્ધ, ઈ.સ.પૂર્વે 261
- સમ્રાટ અશોકનું શાસન કયારે હતું?
- → ઈ.પૂ.269 થી ઈ.પૂ.235
- ચંદ્રગુપ્ત મૌર્ય કોની મદદથી મગધ પર સત્તા સ્થાપી ?
- → કૌટિલ્ય (ચાણકય)
- સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
- → ચંદ્રગુપ્ત મૌર્યના સૂબા પુષ્યગુપ્તે
- મેગેસ્થનીસના કયા ગ્રંથમાં મૌર્ય વંશની માહિતી મળે છે ?
- → ઈન્ડિકા
- મૌર્ય સામ્રાજ્યના શિલાલેખો કયા સ્થળોમાંથી મળી આવેલ છે?
- → લુમ્બિની, રૂપનાથ અને સારનાથ
- અશોકનો શિલાલેખ ગુજરાતમાં કયાં આવેલો છે ?
- → જૂનાગઢ, ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે
- જૂનાગઢમાં આવેલ ઉપરકોટનો કિલ્લો ત્રીજી સદીમાં કયા સામ્રાજયના શાસકો દ્વારા બનાવવામાં આવ્યો હતો?
- → મૌર્ય
- બિંદુસાર કોનો પુત્ર હતો?
- → ચંદ્રગુપ્ત મૌર્ય
- મૌર્ય રાજા અશોકના સમયમાં સુરાષ્ટ્રનો સૂબો (રાજ્યપાલ) કોણ હતા ?
- → તુષાષ્ક
0 Comments