→ તેમણે કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકેની નોકરીથી કરી હતી ત્યાર બાદ મુલકી ખાતામાં જોડાઈ ગુજરાતના અલગ અલગ સ્થળોએ નોકરી કરી હતી.
→ તેઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે કામ કર્યું હતું.
→ તેઓ કલા ખાતર કલા નહિ પરંતુ જીવન ખાતર કલાના સિદ્ધાંતમાં માનતા હતાં. તેમણે નવલકથા, નવલિકા અને નાટકોમાં લોકજીવન અને લોકહદય ના ભાવોનું આલેખન કર્યુ છે. તેમણે 32 નવલકથા સહિત 100 પુસ્તકો લખ્યા હતાં.
→ તેમણે દેશભક્ત નામનું સામાયિક ચલાવ્યું હતું.
→ તેમણે લેખનકાર્યની શરૂઆત સંયુકતા નાટકથી કરી હતી.
→ તેમણે વર્ષ 1952માં ઓસ્ટ્રીયાના વિયેનામાં યોજાયેલા વિશ્વશાંતિ પરિષદમાં અખિલ ભારત શાંતિ પરિષદના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી.
→ તેમની ગ્રામલક્ષ્મી (ભાગ 1 થી 4) નવલકથામાં તે સમયમાં ભારતની દુર્દશા માટે જવાબદાર પરાધિનતા અને ગામડાઓની અવદશાનું વર્ણન કરવામાં આવ્યું છે.
→ તેમની નવલકથા દિવ્યચક્ષુ અને ગ્રામલક્ષ્મીની એટલી લોકપ્રિય બની હતી કે લોકો પોતાના બાળકોના નામ આ નવલકથા પાત્રોના નામ પરથી રાખતા હતાં.
→ તેમની દિવ્યચક્ષુ નવલકથામાં વર્ષ 1930માં થયેલ દાંડીકૂચ(મીઠા સત્યાગ્રહ) દ્વારા દેશમાં પ્રસરેલ ગાંધીજીના આદર્શો, અહિંસાત્મક પ્રતિકાર, અસ્પૃશ્યતા નિવારણ અને બ્રિટિશરોની જોહૂકમી વગેરેનું આલેખન કરવામાં આવ્યું છે.
→ તેમને વર્ષ 1932માં ગુજરાતી સાહિત્યમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક અને દિવ્યચક્ષુ નવલકથા માટે હરગોવિંદદાસ કાંટાવાલા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
0 Comments