Ad Code

આંતરરાષ્ટ્રીય ચા દિવસ International Tea Day

  • આંતરરાષ્ટ્રીય ચા દિવસ International Tea Day દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21 મે ના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે.

  • આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ચા ની ખેતી કરતા કામદારો અને ઉત્પાદકોની સ્થિતિ સુધારવાનો તેમજ તેમના અધિકાર અને આરોગ્યને પ્રોત્સાહન આપવાનો છે.
  • સંયુકત રાષ્ટ્ર (UN)ની સામાન્ય સભા તેમજ ખાધ અને કૃષિ સંગઠન (Food and agriculture Organization - FAO) દ્વારા વર્ષ 2015માં 21 મે ના રોજ આંતરરાષ્ટ્રીય યા દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસ ઉજવવા માટે ભારત દ્વારા સંયુકત રાષ્ટ્ર સમક્ષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

  • ચા એ પાણી પછી વિશ્વમાં સૌથી વધુ વપરાતું પીણું છે. ચા ભારતનું રાષ્ટ્રીય પીણું છે.

  • બિન સરકારી સંગઠન (NGO) દ્વારા આંતરરાષ્ટ્રીય યા દિવસ દર વર્ષે 15 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતો હતો. પરંતુ વર્ષ 2019માં સંયુકત રાષ્ટ્ર (UN) દ્વારા 21 મે ના રોજ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. મે માસમાં ચાનું ઉત્પાદન થતું હોવાથી 21 મે ના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે.

  • વર્ષ 2004-05માં ભારતમાં સૌપ્રથમ દાર્જિલિંગની ચા ને GI Tag આપવામાં આવ્યો હતો.

  • • ચા ખૂબ જ ચોક્કસ કૃષિ - પરિસ્થિતિક સ્થતિઓમાં અને વાતાવરણમાં ખીલે છે, જે વર્તમાન સમયમાં ઘણી વખત આબોહવા પરિવર્તનથી પ્રભાવિત થાય છે.

  • વિશ્વભરમાં છેલ્લા એક દાયકામાં માથાદીઠ ચા ના વપરાશમાં દર વર્ષે 2.5% વધારો થયો છે

  • Post a Comment

    0 Comments