તેમણે પ્રાથમિક શિક્ષણ ટાણામાં અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભાવનગરમાંથી મેળવ્યું છે.
તેમણે ભાવનગરમાંથી વર્ષ 1963માં B.A.ની ડિગ્રી અને વર્ષ 1965માં M.A.ની ડિગ્રી મેળવી છે.
તેમણે ભાવનગરમાં શામળદાસ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપી છે.
તેમના કથાસાહિત્યમાં લલિતગધની આગવી ભાત જોવા મળે છે.
તેમણે ઉત્સવ સામાયિકમાં કાઠિયાવાડી ઓઠાં કટારમાં વાર્તાઓ લખી છે.
તેમની ધારાવાહિક નવલકથા રિંકી બની ઠની જાણીતી છે.
તેમની પ્રથમ લઘુનવલકથા મરણટીપ છે.
તેઓ જીવ વાર્તાસંગ્રહ અને થોડાં ઓઠાં કૃતિથી ખૂબ જ લોકપ્રિય બન્યાં છે.
તેમની છકડો ટૂંકીવાર્તા જીવ વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે. આ ટૂંકીવાર્તા સૌરાષ્ટ્રના ભાવનગરના અંતરિયાળ ગામના સાધારણ પરિવારની છે. અત્યંત આર્થિક મુશ્કેલીમાં જીવતો ગિલો પોતાના સપનાં સાકાર કરવા માટે એક છકડો લાવે છે. છકડાને કારણે ગિલો એનાં સપનાં એક પછી એક સાકાર કરે છે. છકડા સાથે ગિલાનો જીવન સંબંધ છે. જે મૃત્યુપર્યંત ગિલો જાળવી રાખે છે. માનવની પ્રગતિમાં યંત્ર મદદરૂપ થાય છે તેમ તેના દુઃખનું કારણ પણ બને છે. ગ્રામપરિવેશ અને બોલીપ્રયોગો આ ટૂંકીવાર્તાને સહજ અને વધુ રસિક બનાવે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇