Ad Code

Responsive Advertisement

હમીરસર તળાવ (ભુજ) | Hamirsar Lake Bhuj

હમીરસર તળાવ (ભુજ)
હમીરસર તળાવ (ભુજ)


→ હમીરસર તળાવ કચ્છ જિલ્લાના ભુજ શહેરની મધ્યમાં આવેલું છે.

→ આ તળાવ માનવસર્જિત છે.

→ હમીરસર તળાવ ૪૫૦ વર્ષ જુનું તળાવ છે અને તેનું નામ ભુજના સ્થાપક જાડેજા શાસક રાઓ હમીર (૧૪૭૨-૧૫૨૪) પરથી રાખવામાં આવ્યું છે.

→ તળાવનું બાંધકામ રાઓ ખેંગારજી પ્રથમ ‍(૧૫૪૮-૧૫૮૫‌) ના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમણે તળાવનું નામ તેમના પિતા હમીર પરથી આપ્યું હતું.

→ ખેંગારજીએ આ સ્થળની પસંદગી કચ્છના સૂકા અને ખારા વિસ્તારમાં રહેલા રણદ્રીપને જોઇને કરી હતી અને ભુજની પાણીની જરૂરિયાત નહેરો અને નદીઓના સંગમ વડે થઇ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

→ ભુજને ૧૫૪૯માં કચ્છની રાજધાની જાહેર કરવામાં આવી હતી.

→ તળાવના કાંઠાનું બાંધકામ પ્રાગમલજી દ્વિતિય અને વધુ બાંધકામ ખેંગારજી તૃતિયના સમયમાં જયરામ રુડા ગજધરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ સ્થાનિક કડિયા સમુદાય - કચ્છના મિસ્ત્રીઓએ કર્યું હતું.

→ જયારે હમીરસર તળાવ વરસાદના પાણીથી ભરાઇ જાય છે ત્યારે હમીરસર તળાવની પુજા કરવામાં આવે છે અને પ્રસાદના લાડુ કે જેને "મેઘલાડુ" કહે છે, તેને નાગરિકોમાં વહેંચવામાં આવે છે.

→ તળાવની વચ્ચે રાજેન્દ્ર બાગ નામનો એક સુંદર અને રંગબેરંગી બગીચો છે, જે તળાવની સુંદરતામાં વધારો કરે છે.



Post a Comment

0 Comments