- આયુર્વેદ અનુસાર તેલિયો દેવદાર તીખો, સ્નિગ્ધ, ગરમ, કડવો તથા લઘુ છે. તે કફ, વાત, પ્રમેહ, હરસ, મળસ્તંભ (કબજિયાત), આમદોષ, તાવ, આફરો, દમ, શ્વાસ, ઉધરસ, સોજો, ચળ, હેડકી, તંદ્રા-મૂર્ચ્છા, રક્તદોષ તથા પીનસ રોગ મટાડે છે.
- કાષ્ઠ દેવદાર ગરમ, કડવો તથા રુક્ષ છે. તે કફ અને વાયુનાં દર્દો તથા લેપ દ્વારા મોં ઉપરની કાળાશનો નાશ કરે છે.
- સરળ દેવદાર તીખો, કડવો, મધુર, ગરમ, લઘુ, કોષ્ઠશોધક તથા સ્નિગ્ધ છે. તે ત્વચારોગો, વાયુ, કર્ણરોગ, વ્રણ, સોજો, ચળ, કંઠરોગ, નેત્રરોગ, ઉધરસ, પરસેવો, રાક્ષસપીડા તથા જૂનો નાશ કરે છે. દેવદાર કફનિ:સારક, મૂત્રલ, હૃદયોત્તેજક છે અને સ્વેદજનન, વ્રણશોધન, રક્તવિકારો તથા સોજા મટાડે છે.
0 Comments