ઇન્ટરનેટ કેટલીક પરિભાષાઓ વિષે સંક્ષિપ્ત માહિતી | A brief introduction to some Internet terms



Datacard : વિગતો ધરાવતું અથવા પ્લેગ ઍન્ડ પ્લે (plug and play) સાધન તરીકે ઉપયોગમાં લઈ ડેટા પરની ક્રિયાઓ જેવી કે ડેટાની ફેરબદલી, ડેટાનું રૂપાંતરણ, ઈનપુટ અને આઉટપુટ થઈ શકે તે માટેનું સાધન. 3G network દ્વારા જોડાણ મેળવવાનો ઉપયોગ ડેટાકાર્ડ માટે ઘણો પ્રચલિત છે.

Domain name : વહીવટી સ્વયંશાસનનો વિસ્તાર, અધિકૃતતા કે ઇન્ટરનેટ પર નિયંત્રણ વ્યાખ્યાયિત કરતા લખાણને ડોમેઇન નેમ કહે છે. ડોમેઈન તેમની રચના Domain Name System (DNS)ના નિયમો અને પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે.

DSL : Digital Subscriber Line સ્થાનિક ટેલિફોન નેટવર્કના વાયર દ્વારા ડિજિટલ વિગતોનું સંચારણ કરે છે.

E-mail : Electronic mail જેને email તરીકે ઓળખવામાં આવે છે. તે એક કે વધુ વ્યક્તિઓ વચ્ચે ડિજિટલ સંદેશાઓની આપ-લે કરવાની વિશેષ પદ્ધતિ છે.

FTP- File Transfer Protocol : એ ઇન્ટરનેટ પર એક સ્થળેથી અન્ય સ્થળે ફાઇલોનું સ્થળાંતર કરવા માટે જરૂરી એવું પ્રમાણભૂત પ્રોટોકોલ છે.


Home page : વેબસાઇટની શરૂઆત (સામાન્ય રીતે પ્રથમ પાનું)ને વેબસાઈટના હોમપેજ તરીકે ઓળખવામાં આવે છે.

HTML : Hyper Text Mark-up Language વેબપેજની રચના કરવા તથા દસ્તાવેજમાં આવેલી લિંકને ગોઠવવા માટે જરૂરી ભાષા.

HTTP : Hyper Text Transfer Protocol એ વેબપેજ પર આવેલ હાઇપર લિંકને અનુસરવાની એક પદ્ધતિ છે.

IP address : Internet Protocol address એ કમ્પ્યુટર નેટવર્કમાં ભાગ લેતા દરેક કમ્પ્યુટરને આપવામાં આવેલો એક પરિચયાત્મક અંક છે.

ISDN : Integrated Services Digital Network એ વિશેષ સમર્પિત લાઈન પર મલ્ટિમીડિયા માહિતીનું સમાંતર રીતે સંચારણ કરતું એક ઉચ્ચ ઝડપ ધરાવતું ઈન્ટરનેટ જોડાણ છે.

ISP : Internet Service Provider (ISP) ઇન્ટરનેટ સેવા પૂરી પાડતી એક સંસ્થા છે.

Modem : મોડ્યુલેશન અને ડી-ન્મોડ્યુલેશન કરી શકનાર સાધનને Modem ("modulator- demodulator") કહે છે.

Portal : વ્યાવસાયિક વ્યવહાર, નાણાકીય વ્યવહાર, સમાચાર સેવા વગેરે પૂરી પાડતી વેબસાઈટને પોર્ટલ કહે છે.

Protocol : નેટવર્કમાં આવેલાં સભ્યો અને અન્ય સાધનો સમાન વ્યવહાર કરી શકે તે માટે વ્યાખ્યાયિત કરેલા ઔપચારિક નિવમો અને માર્ગદર્શિકાને પ્રોટોકોલ કહે છે.



Router : કમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને વર્તમાન સ્થાનથી આગળ મોકલતા સાધનને રાઉટર કહે છે.

Search engine : ઉપયોગકર્તાએ પૂરા પાડેલા કી-વર્ડનો ઉપયોગ કરી વેબ પર માહિતીની શોધ ચલાવી આપતા પ્રોગ્રામને સર્ચ એન્જિન કહે છે.

Server : નેટવર્કની માહિતીનો સંગ્રહ કરતાં વિશાળ અને ઉચ્ચ ઝડપ ધરાવતાં કમમ્પ્યુટરોને સર્વર કહે છે.

URL/URI : Uniform Resource Locator (URL) એ વેબ સ્રોત (વેબપેજ)ને સંબંધિત ચાવીરૂપ ઘટક છે. તેને Uniform Resource Identifier (URI) પણ કહે છે,.

Web : ઈન્ટરનેટ પર માહિતી મેળવવા માટેની અદ્યતન પદ્ધતિ World WIde Web છે. તેને ટૂંકમાં WWW.W3 અથવા Web તરીકે ઓળખવામાં આવે છે.

Web page : વેબ પરના દસ્તાવેજોને વેબપેજ કહે છે.

Website : વેબપેજના સમૂહને વેબસાઈટ કહે છે.

Bandwidth : નેટવર્ક કે કેબલ દ્વારા સંચારિત વિગતોની માત્રા બેન્ડવિડ્સ સામાન્ય રીતે ઇન્ટરનેટના ઉપયોગમાં bits per second (bps)માં માપવામાં આવે છે.

Broad band : એનેલોગ મોડેમની મદદથી કરવામાં આવેલા ડાયલ-અપ જોડાવાથી વિરુદ્ધ બ્રોન્ડબેન્ડ એ ઉચ્ચ ઝડપ ધરાવતું ઈન્ટરનેટ જોડાણ છે જે હંમેશાં સતત ચાલુ હોય છે.

Browser : વર્લ્ડવાઇડ વેબ પરના માહિતીસસ્ત્રોત મેળવવા, રજૂ કરવા તથા નિહાળવા માટે જરૂરી સોફ્ટવેરને બ્રાઉઝર કે વેબ બ્રાઉઝર કહે છે.

Client : સર્વર નામે ઓળખાતાં વિશાળ કમ્પ્યૂટરો (મેમરી અને પ્રોસેસિંગ પાવરના સંદર્ભમાં) પાસેથી સહાય મેળથવા જોડાણ કરતાં કમ્પ્યુટરોને ક્લાયન્ટ કહે છે.



Post a Comment

0 Comments