Ad Code

Responsive Advertisement

મૂળભૂત સાંકેતિકરણની પરિભાષા (Basic Cryptography Terminology)


મૂળભૂત સાંકેતિકરણની પરિભાષા (Basic Cryptography Terminology)

→ મૂળભૂત સંદેશને સામાન્ય રીતે 'પ્લેઈન ટૅક્સ્ટ' (Plain text) કહે છે.

→ ગૂઢ લખાણમાં ફેરવ્યા બાદ સંદેશને ‘સાઇફર ટેક્સ્ટ' (Cipher-text) કહે છે.

→ મૂળ લખાણને ઉકેલી ન શકાય તેવા સંદેશામાં ફેરવી આપતા કોઈ તર્કને ‘સાઇફર' (Cipher) કહે છે.

→ પ્લેઈન ટેક્સ્ટને સાઇફર ટૅક્સ્ટમાં પરિવર્તિત કરવાની ક્રિયાને ‘એનસાયફરિંગ' (Enciphering) કહે છે. તેને 'એનકોર્ડિંગ' (Encoding) કે 'એન્ક્રિપ્શન' (Encryption) તરીકે પણ ઓળખવામાં આવે છે.



→ સાઇફર ટેક્સ્ટને ફરી પ્લેઈન ટેક્સ્ટમાં પરિવર્તિત કરવાની ક્રિયાને 'ડી-સાયફરિંગ' (Deciphering) કહે છે. તેને ‘ડીકોડિંગ' (Encoding) કે ‘ડિક્રિપ્શન' (Decryption) તરીકે પણ ઓળખવામાં આવે છે.


→ ઘણીવાર સંદેશના પ્રેષક અને પ્રાપ્તકર્તા એવી મહત્ત્વની માહિતી વહેંચતા હોય છે કે જે એનકોર્ડિંગ અને ડી-કોર્ડિંગની પ્રક્રિયા માટે સાયફર (અલ્ગોરિધમ)ને પૂરી પાડવાની હોય છે. આ માહિતીને કી (key) તરીકે ઓળખવામાં આવે છે. કી જાહેર (Public કે Asymmetric) અથવા અંગત (Private કે Symmetric કે Secrete) હોઈ શકે છે. આ કીની ગેરહાજરીમાં સાંકેતિક લખાણ મેળવી શકાય છે, પરંતુ તેને અર્થપૂર્ણ માહિતીમાં પરિવર્તિત (Decode) કરી શકાતું નથી.

→ કેટલીક વાર કીની ગેરહાજરીમાં કેટલાક લોકો સાંકેતિક લખાણને ઉકેલી તેમાંથી માહિતી મેળવવાની પદ્ધતિનો અભ્યાસ કરે છે. કીની અનુપલબ્ધતામાં સાંકેતિક લખાણને પુનઃ અર્થપૂર્ણ માહિતીમાં પરિવર્તિત કરવા માટેના સિદ્ધાંતો અને પદ્ધતિઓના અભ્યાસને Cryptanalysis કહે છે. આને ‘કોડબ્રેકિંગ’ (Code Breaking) પણ કહે છે.

→ Cryptography અને Cryptanalysis સંયુક્તપણે Cryptology તરીકે ઓળખવામાં આવે છે.



Post a Comment

0 Comments