અટલ સેતુ | Atal Setu


ભારતનો સૌથી લાંબો દરિયા પર બનેલો પુલ : અટલ સેતુ

→ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 જાન્યુઆરી, 2024 ના રોજ દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઉદ્દઘાટન કર્યું.

→ મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (MTHL) ને 'અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ' નામ આપવામાં આવ્યું છે.

→ ડિસેમ્બર, 2016માં પ્રધાનમંત્રીએ આ પુલનો શિલાન્યાસ પણ કર્યો હતો.

→ તેને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે.

→ અટલ સેતુનું નિર્માણ કુલ 17,840 કરોડ રુપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે.

→ તે લગભગ 21.8 કિમી લાંબો 6-લેન બ્રિજ છે. જેની લંબાઈ સમુદ્ર પર લગભગ 16.5 કિમી છે અને જમીન પર લગભગ 5.5 કિમી છે.

→ તે ભારતનો સૌથી લાંબો પુલ છે અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે.

→ એનાથી મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઝડપથી કનેક્ટિવિટી મળશે.





Post a Comment

0 Comments