Ad Code

Responsive Advertisement

હડપ્પીય સભ્યતાનું નગર-આયોજન / લાક્ષણિકતાઓ | Town-Planning of Harappan Civilization


હડપ્પીય સભ્યતાનું નગર-આયોજન

→ હડપ્પીય સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું તેનું નગર-આયોજન છે. સમગ્ર સભ્યતામાં આ આયોજન એકસમાન છે.

→ નગરો, ગલીઓ, મકાનોનો ઢાંચો, ઈંટો, તેની બનાવટ અને સભ્યતાનાં તમામ સ્થળોમાં એક જ પ્રકારનું આયોજન જોવા મળે છે.

→ તમામ નગરો બે ભાગમાં વિભાજિત થયેલાં છે.

  1. પશ્ચિમ ભાગ
  2. પૂર્વ ભાગ

પશ્ચિમ ભાગ

→ નગરના પશ્ચિમ ભાગમાં એક ઊંચા ચબૂતરા પર બનેલ કિલ્લો (Citadel) આવેલો છે.

→ પશ્ચિમ ભાગનો આ કિલ્લો વિશિષ્ટ રીતે બાંધેલો છે અને તેનો દેખાવ સ્વાભાવિક રીતે શાસકના રહેઠાણ જેવો છે, જેમાં શાસનવ્યવસ્થાનું કાર્ય ચાલતું હશે. અહીં શાસન સાથે સંકળાયેલા લોકોના દરજજા પ્રમાણેનાં કાર્યાલયો છે.

→ સાથે-સાથે અનાજ રાખવાના (સંગ્રહ કરવાના) કોઠાર પણ છે.

→ કિલ્લાને ચારે બાજુથી રક્ષણ આપવા તેની કિલ્લેબંધી કરવામાં આવી છે.





પૂર્વ ભાગ

→ જ્યારે નગરના પૂર્વ ભાગમાં, જેને નીચલું નગર (Lower Town) કહેવામાં આવે છે, ત્યાં લોકોનો વસવાટ નિર્ધારિત થયેલો છે.

→ પૂર્વ તરફ આવેલા નગરના ભાગમાં રહેણાંકના મકાનોનો સમાવેશ થાય છે. તેમાં કાટખૂણે કાપતા રસ્તાઓ વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલ છે. મુખ્ય માર્ગનું નાના રસ્તાઓ સાથે જોડાણ છે.

→ મોટાભાગનાં મકાનોનો ભઠ્ઠીમાં પકાવેલી ઈટોનાં બનેલાં છે.





મકાનો અને તેની વેશેષતા

→ કેટલાંક મોટા ઘરોમાં ત્રણ-ચાર ઓરડાઓ છે. તેની સાથે સાથે આંગણું, કૂવો, રસોડું, બાથરૂમ અને ચબૂતરાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે.

→ આ મકાનોની એક અદ્ભુત વિશેષતા એ છે કે, તેના દરવાજા (કે બારણાં) મુખ્ય માર્ગો ઉપર ખુલવાને બદલે અંદરની શેરીમાં ખૂલે તેવા રહેતા.

→ મકાનોના આકારમાં તફાવત છે. જે આ વાતનો સંકેત આવે છે કે, ધનવાન લોકો મોટા ઘરમાં રહેતા હોવા જોઈએ જ્યારે આમવર્ગના લોકો એક ઓરડાના મકાનમાં રહેતા હોવા જોઈએ.

→ હડપ્પીય સભ્યતાના નગર-આયોજનનું સૌથી મહત્ત્વપૂર્ણ લક્ષણ એટલે તેમની ગટર યોજના, જે તમામ નગરોમાં જોવા મળે છે.

→ દરેક ઘરમાં કુવા અને પાકી ઈટોનો પ્રયોગ એ આ સભ્યતાની ખાસ વિશેષતા છે.

→ મોહેં- જો-દડોમાં કેટલાંક મકાનો એક માળ અને બે માળનાં પણ જોવા મળ્યાં છે. તેઓ માળ બનાવવા લાકડાના ભીમનો ઉપયોગ કરતા.

→ બાથરૂમ એ શહેરી સભ્યતાનું પ્રમુખ લક્ષણ ગણાય છે


ગટર યોજના અને તેની વેશેષતા

→ બાથરૂમનું ગંદું પાણી બાથરૂમની બહાર બનાવવામાં આવેલ મોરીમાં એકઠું થાય, તે નાની ગટર- લાઈન દ્વારા મેનહોલ સુધી પહોંચે અને ત્યાર બાદ ફરી વખત ગટરમાર્ગે શહેરની બહાર નીકળી જાય તેવી આધુનિક ગટર યોજના જેવી યોજના અહીંયાં જોવા મળે છે. આ મેનહોલને સાફ રાખવાની વ્યવસ્થા પણ હતી. એટલું જ નહિ. આ ગટર યોજના પર પથ્થરનાં ઢાંકણો પણ રાખવામાં આવતાં, જેથી ગંદા પાણીના કોઈ પણ પ્રકારના જીવાણુઓ બહાર ફેલાઈ ન શકે.


રસ્તાઓ અને તેની વેશેષતા

→ નગરમાં રસ્તાની બંને ભાજુએ ચોક્કસ અંતરેથી મળી આવેલા ખાડા અહીંની રાત્રિપ્રકાશવ્યવસ્થાનો અણસાર આપે છે.

→ પૂર્વ અને પશ્ચિમ શહેરને જુદો પાડતો મુખ્ય રાજમાર્ગ લગભગ 40 ફૂટ જેટલો પહોળો છે.

→ માર્ગોની રચના મકાનો સાથે તેવી રીતે ગોઠવવામાં આવી છે કે તે આપોઆપ સાફ થઈ જાય.

;

Post a Comment

0 Comments