→ ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ-પ્રક્રિયાના આધારે અલગ-અલગ હોય છે.
→ નિર્માણ- પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના ત્રણ ભાગ છે
અગ્નિકૃત ખડકો (ઈગ્નિયસ) (Igneous Rock)
જળકૃત (પ્રસ્તર)(Sedimentary Rock)
રૂપાંતરિત ખડકો (Metamorphic Rock)
અગ્નિકૃત ખડકો (ઈગ્નિયસ) (Igneous Rock)
→ ઈગ્નિયસ : લેટિન શબ્દ ઇગ્નિસ, જેનો અર્થ અગ્નિ.
→ ગરમ મૅગ્મા ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે.
→અગ્નિકૃત ખડકો બે પ્રકારકારના હોય છે
આંતરિક ખડક અને
બાહ્ય ખડક
→આગની જેમ લાલચોળ પ્રવાહી મૅગ્મા જ લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે.
→ જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે. તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતાં આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે.
→ તેની સંરચના (ગોઠવણ) ખૂબ નાની દાણાદાર હોય છે.
→ ઉદાહરણ તરીકે બેસાલ્ટ
→પ્રવાહી મેગ્મા ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે.
→ધીરે-ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે.
→ ગ્રેનાઈટ આવા ખડકોનું એક દષ્ટાંત છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે તે ગ્રેનાઈટના બનેલ હોય છે.
જળકૃત (પ્રસ્તર) ખડકો (Sedimentary Rock)
→ સેડિમેન્ટ્રી : લેટિન શબ્દ સેડિમેંટમ, જેનો અર્થ સ્થિર
→ ખડકો પસાઈ, અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે.
→ આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે.
→ ઉદાહરણ તરીકે રેતાળ (રેતિયો) પથ્થર રેતના કણોથી બને છે.
→ આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે જે જીવાશ્મિ પણ બને છે.
'જીવાશ્મિ' : પડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને ‘જીવાશ્મિ’ કહે છે.
રૂપાંતરિત ખડકો (Metamorphic Rock)
→ મેટામોર્ફિક : ગ્રીક શબ્દ મેટામોર્ફિક, જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ
→ અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય. છે, તેવા ખડકોને 'રૂપાંતરિક ખડકો' કહે છે.
→ ઉદાહરણ તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચુનાપથ્થર એ આરસપહાણમાં ફેરવાઈ જાય છે.
→કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામા પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડકચક્ર કહે છે.
→ પ્રવાહી મેગ્મા ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના-નાના ટુકડા રે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે.
→ તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે.
→ અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુ- પીંગળીને પ્રવાસી મેગ્મા બની જાય છે. આ પ્રવાહી મેગ્મા કરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે.
→ નક્કર ખડકોનો ઉપયોગ સડક, ઈમારત અને મકાન બનાવવા માટે ઉપયોગી છે.
0 Comments