→ રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલમાં વિરપુર નજીક ખંભાલીડામાંથી આ ગુફાઓ શોધાઈ છે.
→ પુરાતત્વશાસ્ત્રી પી. પી. પંડ્યાએ આ બૌદ્ધ ગુફાઓની શોધ ઇ.સ. ૧૯૫૮માં ખંભાલીડાના પાદરમાં આવેલી ટેકરીઓમાં કરી હતી.
→ પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત જાહેર કરવામાં આવેલા આ સ્મારકાના પથ્થરોની ગુફના મુખ્ય દ્વાર ઉપર પદ્મપાણી અવલોકિતેશ્વર અને જમણી બાજુ વ્રજપાણી નામે બોધિસત્વો અને વૃક્ષોની છાયામાં બેઠેલા ભક્ત સમુદાયો કંડારવામાં આવેલા છે.
→ ભાદર નદીના કાંઠે આવેલી પૂર્ણ કદની માનવ પ્રતિમા અહીં આવેલી છે.
→ ત્રીજી સદીના અંત અને ચોથી સદીની શરૂઆતમાં ગિરનાર પર્વત પર વિહાર કરતા બૌદ્ધ સાધુઓ જંગલ માર્ગે ખંભાલીડા પહોંચ્યા હતા. એ સમયે ખંભાલીડા ગીરનું પ્રવેશ સ્થાન ગણાતું હતું.
→ ઈ.સ. ત્રીજી અથવા ચોથી શતાબ્દીમાં આ ગુફા નિર્માણ પામી હતી.
0 Comments