→ ઈ.સ. 1230માં રાજા અનંગભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા.
→ પુરીમાં પ્રતિ વર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે.જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પૂરીમાં ભ્રમણ કરે છે. દેશ-વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે.
ગુજરાત
→ ગુજરાતમાં અમદાવાદમા જમાલપુર વિસ્તારમાં જગન્નાથનું મંદિર આવેલું છે.
રથયાત્રા
→ અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે. આ રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ-સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે.
→ પહિંદવિધિ કર્યા બદ રથયાત્રાાનો આરંભ કરવામાં આવે છે.
→ સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે જેને પહિંદવિધિ કહેવાય છે.
→ ૨થયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટાભાઈ ભલરામ (બલબદ્ર) અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે.
→ ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય સંતશ્રી નૃસિંહદાસજી(ઈ.સ. 1878)ના ફાળે જાય છે.
0 Comments