રાણકી વાવ (રાણીની વાવ) | Ranki Vav | Rani ni Vav
રાણકી વાવ (રાણીની વાવ)
→ રાણકી વાવ પાટણ જિલ્લામાં આવેલી છે.
→ રાણકી વાવ નું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ ઈ.સ. 1063 કરાવ્યું હતું.
→ રાણીની વાવને ભારતમાં બધી જ વાવોની રાણી કહેવામાં આવે છે.
→ આ વાવ 11 મી સદીનું સ્થાપત્ય ગણવામાં આવે છે.
→ રાણકી વાવને સૌપ્રથમ કજેન્સ અને બર્ગેસ એ શોધી હતી.
→ આ વાવનું ઉત્ખનન ઈ.સ. 1980માં ભારતીય પુરાતત્વખાતા દ્વારા કરવામાં આવ્યું હતું.
→ રાણકી વાવમાં કુલ 7 માળ છે. તેમજ વાવ જયા પ્રકારની છે.
→ આ વાવ મારૂ ગુર્જરા સ્થાપત્ય શૈલીમાં બનેલી છે.
→ સરસ્વતી નદીના તટે બનેલી આ વાવની લંબાઈ 64 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે.
→ રાણકી વાવને યુનેસ્કો દ્વારા 22 જૂન 2014 ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
→ ભારતમાં કુલ 40 સાઈટ છે જેને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે તેમાંથી રાણકી વાવનો ક્રમ 31 મો છે.
→ રાણકી વાવને વર્ષ 2016 માં Cleanest Iconic Place નો એવોર્ડ મળ્યો હતો.
→ ભારતીય રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે.
→ રાણકી વાવનો ઉલ્લેખ જૈન મુનિ મારૂંગા સૂરી દ્વારા રચિત પ્રબંધ ચિંતામણિ ગ્રંથમાં પણ જોવા મળે છે.
→ રાણકી વાવનું મુખ્ય વિષયવસ્તુ દશાવતારના શિલ્પ છે.
→ Travels in western India નામના ગ્રંથમાં જેમ્સ ટોડે રાણકી વાવનો ઉલ્લેખ કર્યો છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇