Ad Code

ભારતની નિધિઓ (Fund) | Article : 266(1), 266(2) & 267


ભારતની નિધિઓ (Fund)

→ ભારતના બંધારણ દ્વારા કેન્દ્રસરકાર માટે નીચે મુજબની ત્રણ નિધિઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

  1. ભારતની સંચિતનિધિ (Consolidated Fund of India)
  2. ભારતનું લોકલેખા (Public Account of India)
  3. ભારતની આકસ્મિકનિધિ (Contigency Fund of India)


ભારતની સંચિતનિધિ (સ્થાયી ભંડોળ/ એકત્રિત ભંડોળ) (Consolidated Fund of India)

→ બંધારણ અનુચ્છેદ – 266 (1) મુજબ સરકારને મળતા બધા જ કર જેવા કે સીમાશુલ્ક, ઉત્પાદન કર, આવકવેરો, મિલ્કત વેરો, અન્ય કર આ ભંડોળમાં જમા કરાવવામાં આવે છે.

→ કેંદ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ દેવાની રકમ તથા દેવું આપેલ હોય તો તેના દ્વારા પ્રાપ્ત થતી રકમ પણ આજ નિધિમાં જમા થાય છે.

→ કેન્દ્ર સરકાર ભારતની મંજૂરી વગર તેમાંથી નાણાં ઉપાડી શકતી નથી. આથી જ તેને ભારતની સંચિતનિધિ કહે છે.

→ આ નિધિમાં પહેલા Voting કરવામાં આવે છે પછી ખર્ચ કરવામાં આવે છે.

→ આ એક એવી નિધિ જેમાં બધી આવક ઉધાર લેવામાં આવે છે. જ્યારે ચુકવણી જમા કરવામાં આવે છે.

→ રાજ્યની સંચિતનિધિ : અનુચ્છેદ -266 મુજબ જ રાજ્યની તમામ આવક રાજ્યની સંચિતનિધિ માં જમા કરાવવામાં આવે છે.




ભારતનું લોકલેખા (ભારતના જાહેર હિસાબો)(Public Account of India)

→ બંધારણ અનુચ્છેદ – 266 (2)માં જ ભારતના લોકલેખા (ભારતના જાહેર હિસાબો)ની જોગવાઇઓ કરવામાં આવી છે.

→ સંચિતનિધિ સિવાયની ભારત સરકારની અન્ય બાહી જ સાર્વજનિક આવક ભારતના જાહેર હિસાબોમાં જમા કરવામાં આવે છે. આ નિધિમાં પેન્શન, પ્રોવિડંડ ફંડ, ન્યયિક જમા, બચત બેન્ક જમા વગરેનો સમાવેશ થાય છે. તેમાંથી પણ સંસદની મંજુરી સિવાય ધન ઉપાડી શકાતું નથી.

→ આ નિધિમાં Voting પ્રક્રિયા થતી નથી.

→ અનુચ્છેદ 266 માં જ રાજ્યના લોકલેખા (જાહેર હિસાબો)ની જોગવાઈઓ કરવામાં આવી છે.


ભારતની આકસ્મિકનિધિ (આકસ્મિક ભંડોળ) (Contigency Fund of India)

→ ભારતના બંધારણના અનુચ્છેદ -267માં તેની જોગવાઈ કરવામાં આવી છે.

→ આ નિધિમાં સંસદ દ્વારા પસાર થયેલ કાયદાઓ દ્વારા સમય પર જમા કરવામાં આવે છે. આ નિધિ રાષ્ટ્રપતિના નિયંત્રણમાં હોય છે.

→ રાષ્ટ્રપતિની મંજુરી સિવાય તેમાંથી ધન ઉપાડી શકાતું નથી. રાષ્ટ્રપતિ ની મંજુરી પછી સંસમાંથી સ્વકૃતિ મેળવવી જરૂરી બને છે.

→ Sinking Fund : 30,000 Cr. લઈ શકાય છે.

→ આ નિધિમાં પહેલા ખર્ચ પછી Voting પ્રક્રિયા થાય છે.

→ રાજ્યની આકસ્મિક નિધિ : અનુચ્છેદ -267 મુજબ જ રાજયમાં આકસ્મિકનિધિની જોગવાઈ કરવામાં આવી છે.


Post a Comment

0 Comments