→ ગુજરાતમાં બાળશિક્ષણનો પાયો નાખનાર અને મૂછાળી મા, વિનોદી તથા બાળકોના બેલી જેવા ઉપનામથી જાણીતા ગિજુભાઇ
→ તેમનું મૂળ નામ ગિરજાશંકર હતું.
→ તેમણે પ્રાથમિક શિક્ષણ વલ્લભીપુર ખાતે અને ત્યારબાદનો અભ્યાસ ભાવનગરમાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ મુંબઈ ખાતે કાયદાનો અભ્યાસ કરી સુરેન્દ્રનગરમાં વકીલાત કરી હતી.
→ રાષ્ટ્રીય આંદોલનના વાતાવરણમાં તેઓ રાષ્ટ્રહિત માટે કંઇક કરવા માંગતા હતા. આ સમયગાળા દરમિયાન મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ નામનું પુસ્તક વાંચ્યું અને અહીંથી તેમના જીવનની દિશા બદલાઈ.
→ બાળકનું સ્વતંત્ર વ્યકિતત્વ હોય શકે', 'બાળકને મારશો નહિ', 'બીવડાવશો નહિ'
એવાં સૂત્રો પોકારીને તેમણે જૂની રૂઢિના શિક્ષકોને નવી દિશા બતાવી. ગિજુભાઇએ આવા સૂત્રો દ્વારા આપણા દેશના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે.
→ તેઓ પ્રવાસો અને લોકસંપર્ક દ્વારા બાળ કેળવણીની ચે તના જગાડતા હતા.
→ તેમણે કચ્છની શાળાઓના નિરીક્ષણ માટે 17 દિવસમાં 1000 માઈલનો પ્રવાસ કર્યો હતો.
→ વાર્તાકથન દ્વારા સફળ શિક્ષણ એ તેમની વિશિષ્ટ પદ્ધતિ હતી. આ ઉપરાંત તેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
→ વર્ષ 1916માં તેમણે વકીલાત છોડી અને દક્ષિણામૂર્તિ (ભાવનગર)માં ગૃહપતિ બન્યા અને વર્ષ 1920માં તેમણે દક્ષિણામૂર્તિમાં જ બાળ મંદિર શરૂ કર્યુ હતું.
→ વર્ષ 1922માં નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદી સાથે મળીને ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળાની સ્થાપના કસ્તુરબાના હસ્તે કરી હતી.
→ તેમને વર્ષ 1929માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા.
→
વર્ષ 2021માં ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ યુગમૂર્તિ બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકાના જન્મદિવસ 15 નવેમ્બરને 'બાળવાર્તા દિન' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
→ ભારત સરકાર દ્વારા ગિજુભાઈ બધેકાની શિક્ષણ નીતિનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 (NEP-2020) માં સમાવેશ કરવામાં આવ્યો છે.
→ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષને 'વાર્તા વર્ષ તરીકે ઉજવવાની
જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ 2022માં 'વાર્તાથી વાવેતર' કાર્યક્રમ અંતર્ગત રાજયના પ્રિ-પ્રાયમરી શિક્ષકોને વાર્તાના માધ્યમથી શિક્ષણ આપવાની પ્રણાલીની તાલીમ આપવામાં આવી હતી.
સાહિત્ય સર્જન
→ બાળસાહિત્ય : મોન્ટેસરી પદ્ધતિ, ઇસપના પત્રો, જંગલ સમ્રાટ ટારઝન કથાઓ, પેટલાદની વીરંગનાઓ, ચતુર કરોળિયો, ગિજુભાઈની બાળનગરી ભાગ 1 થી 12, સાંજની મોજ, તોકાની બાળક, આફ્રિકાની સફર
0 Comments