→ ઉત્તર અમેરિકામાં પેસેફિક મહાસાગર તરફથી આવતા પવનો રોકીઝ પર્વતો પર વાતાભિમુખ બાજુ (પશ્ચિમબાજુ) વરસાદ વરસાવ્યા પછી હલકા થઈ પૂર્વ તરફના ઢોળાવો ઉપરથી ઉતરતાં સમયે ઘર્ષણના કારણે તાપમાન વધારે છે. જેમાં ઘણીવાર પ્રેરીના મેદાનના ભાગોમાં તાપમાન 200 સે. જેટલું ઊંચું જાય છે. ઉત્તર અમેરિકામાં આ સૂકા અને ગરમ પવનો 'ચિનુક' તરીકે ઓળખાય છે.
→ શિયાળામાં આ પવનોના કારણે તાપમાન હૂંફાળું રહે છે તથા બરફ પીગળવાની ક્રિયા થાય છે.
.. ફન (Foehn)
→ ચિનુક જેવા પવનો જે સ્વિટ્ઝર્લૅન્ડના આલ્પસ પર્વતના ઉત્તર તરફના ઢોળાવો પરથી નીચે મેદાની પ્રદેશોમાં ઉતરી તાપમાન વધારે છે ત્યાં તે 'ફન (Foehn)' કહેવાય છે.
→ ફનના કારણે સ્વિટ્ઝર્લેન્ડની ઘાટી પ્રદેશોમાં દ્રાક્ષ તથા બીજા પાકોની ખેતી સારા પ્રમાણમાં થાય છે આથી ફનને ત્યાં શિયાળામાં 'જલવાયુ મરુઉદ્યાન (Climatic Oasis)' કહે છે.
મિસ્ટ્ર્લ અને બોરા (Mistral and Bora)
→ ઠંડા અને હિમગ્રસ્ત ઉચ્ચપ્રદેશો તેમજ પહાડી પ્રદેશો ઉપરની ઠંડી અને ભારે હવા પોતાના ભારના કારણે આપમેળે નીચે તરફ સરકે છે અને આ રીતે જે પવનો ઉત્પન્ન કરે છે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પ્રેરિત હોવાના કારણે તેમને 'ગુરુત્વ પ્રેરિત પવનો (Gravity winds)' કહે છે.
→ આ પવનો સૂકા અને ઠંડા હોવાથી ખેતીના પાકોને નુકસાન કરે છે.
.. મિસ્ટ્રલ (Mistral)
→ શિયાળામાં ફ્રાન્સની રહાઈન નદીના કિનારાના ઉચ્ચપ્રદેશ પરથી વાતા આવા ગુરુત્વ પ્રેરિત પવનો 'મિસ્ટ્રલ' કહેવાય છે.
.. બોરા (Bora)
→ યુગોસ્લાવિયાનો એડિયાટ્રિક સમુદ્રના કિનારે વાતા આવા ગુરુત્વપ્રેરિત પવનો 'બોરા' કહેવાય છે.
લૂ અને નોર્વેસ્ટર
.. લૂ (L૦૦)
→ ઉનાળામાં ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં જે ગરમ સૂકા પવનો વાય છે તેને 'લૂ' કહેવામાં આવે છે. જેના કારણે ઉનાળામાં ઉત્તર ભારતનું તાપમાન ખુબ જ ઊંચુ જાય છે.
.. નોર્વેસ્ટર (Norwester)
→ ચોમાસા પહેલા ૫.બંગાળ પર વાયવ્ય દિશામાંથી વાતા ગરમ અને સૂકા પવનો જે ધૂળની ડમરીઓ સાથે ઘસી આવે છે તેને નોર્વેસ્ટર કહે છે.
→ ન્યુઝીલેન્ડમાં પણ પર્વતીય પ્રદેશો પરથી મેદાની પ્રદેશો તરફ ધસી આવતા ગરમ પવનો નોર્વેસ્ટર કહેવાય છે.
સિરક્કો, ખામસિન અને હરમટ્ટન
.. સિરોક્કો (Sirocco)
→ ભૂમધ્ય સમુદ્ર પરના હલકા દબાણ તરફ સહારાના રણના મોરક્કો વિસ્તારના ભારે દબાણ તરફથી રણની સૂકી ધૂળવાળી હવા ધસી આવે છે. જે ભૂમધ્ય સાગર ઓળંગી સીસલી અને ઈટલીના દક્ષિણ ભાગ સુધી જાય છે જેને સિરોક્કો કહે છે.
→ સહારાના રણમાં 'સિરોક્કો'ને 'ખમસિન' કહે છે.
.. હરમટ્ટન (Hermattan)
→ સહરાના રણ ઉપરથી વાતા વેપારી પવની પશ્ચિમ આફ્રિકાના વિષુવવૃત્ત નજીકના કિનારાના પ્રદેશો સુધી વાય છે. જેને 'હરમટ્ટન' કહે છે.
સેન્ટઆના (Santa Aana)
→ યુ.એસ.એ.ના કેલિફોર્નિયા રાજયમાં વાતા ગરમ, શુષ્ક અને રેતવાળી હવાને સેન્ટઆના કહે છે.
બ્લિઝર્ડ (Blizzard)
→ યુ.એસ.એ., કેનેડા અને સાઈબેરિયાના પ્રદેશમાં વાતા બરફ કણીયુક્ત ધ્રુવીય હવાઓને બ્લિઝર્ડ કહે છે.
→ રશિયામાં તેને 'પુરગા' તથા સાયબેરિયામાં 'બુરાન' કહે છે.
0 Comments