→ ભારતના નવયુવાન ક્રાંતિકારી તેમજ સ્વાતંત્ર્ય સેનાની બટુકેશ્વર દત્તનો જન્મ પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના ઓરી ગામ ખાતે થયો હતો.
→ બટુકેશ્વર દત્તને બી. કે. દત્ત, બટ્ટુ અને મોહન તરીકે પણ ઓળખવામાં આવતા હતા.
ક્રાંતિકારી પ્રવત્તિમાં યોગદાન
→ વર્ષ 1924માં તેમની મુલાકાત ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ સાથે થઈ અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોશિએશન (HSRA)માં જોડાયા હતા.
→ વર્ષ 1925માં કાકોરી કાર્યવાહી (અગાઉ કાકોરી કાંડ તરીકે ઓળખાતી)ની ઘટના પછી તેઓ બિહાર ગયા ત્યારબાદ કલકત્તા જઈને કામદારો અને ખેડૂતોની પાર્ટીઓની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.
→ કેન્દ્રિય વિધાનસભા પર બોમ્બ વિસ્ફોટ : તેમણે અને ભગતસિંહએ સાથે મળીને 8 એપ્રિલ,1929ના રોજ પબ્લિક સેફ્ટી બિલ અને ટ્રેડ ડિસ્યુટ બિલના વિરોધમાં ચાલુ સદનમાં કેન્દ્રિય વિધાનસભા પર બોમ્બ ફેકયો હતો.
→ આ બોમ્બ વિસ્ફોટનો હેતુ કોઇની હત્યા કરવાનો નહીં પરંતુ બ્રિટિશ સરકારના બેહરાના કાનને ખોલવાનો હતો. ત્યાંથી ભાગવાને બદલે ઇન્કલાબ જિન્દાબાદના નારા સાથે ધરપકડ વોહરી તથા મજૂરોના હક માટેની પત્રિકાઓને વિધાનસભામાં ઉડાડી હતી.
→ ધરપકડનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાની ક્રાંતિકારી વિચારધારાને લોકો સુધી પોહચાડવાનો હતો. જેની સજાના ભાગરૂપે તેમને વર્ષ 1929માં બ્રિટિશ સરકારે આજીવન કારાવાસની સજા સંભળાવી, અંદમાન-નિકોબારની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે ભગતસિંહને 23 માર્ચ 1929ના રોજ જ્હોન સોન્ડર્સની હત્યા માટે ફાંસી આપવામાં આવી હતી.
→ અંદમાન-નિકોબારની સેલ્યુલર જેલમાં કાળા પાણીની સજા ભોગવતા રાજકીય કેદીઓ પ્રત્યેના અમાનવીય, અપમાનજનક અને ભેદભાવપૂર્ણ વ્યવહાર સામે ભૂખ હડતાળ કરી હતી. પાછળથી તેમની તબિયત બગડતા તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
→ વર્ષ 1942માં હિંદ છોડો આંદોલનમાં ભાગ લેવા બદલ ફરીથી જેલવાસ ભોગવ્યો.
→ ત્યારબાદ વર્ષ 1947માં આઝાદી મળ્યા બાદ જેલમાંથી મુકત થયા.
→ તેમનું નિધન 54 વર્ષની વયે દિલ્હી ખાતે થયું હતું.
→ તેમના અંતિમ સંસ્કાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની સમાધિ સ્થળ પંજાબના હુસૈનવાલા ખાતે કરવામા આવ્યા હતા.
નોંધ : → ઇન્કલાબ જિંદાબાદ નારાનો સૌપ્રથમ પ્રયોગ મૌલાના હસરત મોહાનીએ કર્યો હતો.
0 Comments