Ad Code

દૂધસાગર ડેરીના સ્થાપક : માનસિંહભાઇ પટેલ : Mansinhbhai Patel

દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહભાઇ પટેલ
દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહભાઇ પટેલ

→ જન્મ : 15 નવેમ્બર, 1919 (મહેસાણા)

→ અવસાન : 30 સપ્ટેમ્બર, 1970

→ પૂરું નામ : માનસિંહભાઈ પૃથ્વીરાજભાઈ પટેલ


→ દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહભાઈ પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર 15 તાલુકાના ચસડા ગામે થયો હતો.

→ માનસિંહભાઈએ મહેસાણા જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપનામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

→ માનસિંહભાઈ પટેલ અને મોતીભાઈ ચૌધરીએ સંયુકત રીતે વર્ષ 1963 માં દૂધસાગર ડેરીની સ્થાપના કરી હતી, તેમને દૂધસાગર ડેરીના સ્થાપક ગણવામાં આવે છે.

→ તેમણે પાણીની કારમી અછતથી પિડાતા ખેડૂતોને “પશુપાલન અને દૂધની ખેતી દ્વારા સમૃદ્ધ બનાવ્યા હતા.

→ તેમણે વર્ષ 1942ના હિંદ છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો.

→ વર્ષ 1946માં 26 વર્ષની ઉંમરે વડોદરા રાજય વિધાનસભાની ચૂંટણી સ્પષ્ટ બહુમતીથી જીતી હતી.

→ વર્ષ 1952 માં મુંબઈ રાજય વિધાનસભામાં માણસા વિજાપુર વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

→ તેમણે ગુજરાત યુનિવર્સિટી સ્થાપના માટેના બિલને પસાર કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.

→ ત્યારબાદ ત્યારબાદ વર્ષ 1952 થી 1957 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય રહ્યા હતા.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments