| ગોધન – ગાય રૂપી ધન | કુંડળ – કાને પહેરવાનું ઘરેણું |
|---|---|
| પીતાંબર – પીળું રેશમી વસ્ત્ર | પછેડી – ઓઢવાની જાડી ચાદર |
| ચુઆ – સુગંધી તેલ | શશિયર – ચંદ્ર |
| હેમ – સોનું,કનક, સુવર્ણ | હળધર – હળને ધારણ કરનાર, બલરામ |
| ચંદન – એક જાતનું સુગંધી લાકડું, સુખડ | નીરખવું – ધ્યાનથી જોવું |
| આળ – આક્ષેપ , ઓળખ | બીડીના ઠૂંઠાં – પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ |
| ધતૂરાના ડોડવા – ધતૂરાના ઝીંડવા | કરજ – દેવું |
| તાડન – મારવું તે | અસહ્ય – સહી ન શકાય તેવું |
| સાંભરે – સ્મરણ કરે , યાદ કરે | ભ્રાત – ભાઈ |
| સાથરે (સાથરો) – ઘાસની પથારી | વેદની ધૂન – વેદનું લયાનુકારી ગાન |
| જાચવું – યાચના કરવી, માગવું | ગોરાણી – ગોર મહારાજના પત્ની |
| કાષ્ઠ – લાકડાં , બળતણ | ખાંધ – ખભો |
| વાદ – ચર્ચા | ખોડ – મોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું |
| મુસળધાર – સાંબેલા જેવી ધાર, ધોધમાર વરસાદ | કેર – જુલમ |
| જૂજવા – જુદા, અલગ | સોમદ્રષ્ટિ – ચંદ્ર જેવી શીતળ કૃપાદ્રષ્ટિ |
| વિલક્ષણ – અદ્ભુત , આસાધારણ | ધોરીમાર્ગ – મુખ્ય રસ્તો, સરિયામ માર્ગ |
| ભાળવણી – સોંપણી, ભાળ રાખવા સોંપણી કરવી, ભલામણ કરવી | વિસ્મય – આશ્વર્ય, અચંબો |
| ગિંગોડો – કૂતરાં, ગાય, ભેંસ વગેરે પશુઓના કાન વગેરે અંગો પર બાઝતો જીવ | કોકિલ – નરકોયલ |
| ઘનગર્જન – વાદળની ગર્જના | ઉરતંતે – હ્રદયના તાંતણે |
| કોતર – નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ | પૌરૂષ – પુરુષતાન |
| સુફલિત – ફળદ્રુપ, સારા ફળવાળું | વિસરવું – ભૂલી જવું |
| ગૃહમાયા – ઘરની માયા, ઘરની લાગણી | પાનેતર – પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર |
| શિલાજિત – એક ઔષધિ | અભિષેક – મસ્તક પર થતી જલધારા |
| પરિચારિકા – સેવિકા | પાંજરાપોળ – અશકત કે ઘરડાં ઢોરને રાખવાનું ધર્માદા સ્થાન |
| ચાકરી – સેવા | ઉપચાર – સારવાર |
| વસવસો – અફસોસ | ભાળવણી – ભલામણ, ભાળ રાખવા સોંપણી કરવી |
| ક્રૂર – ઘાતકી | જથરવથર – અવ્યવસ્થિત |
| સીમ – ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન | મજિયારું – સહિયારું |
| ખમીર – જોશ, તાકાત | ત્રિકમ - જમીન ખોદવાનું એક ઓજાર |
| વેળા – સમય, ટાણું, વખત | બુલંદ – ઊંચો (અવાજ) |
| મૂળ – પ્રાચીન, અસલ | મક્ષિકા – માખી |
| નૂતન – નવું | પ્રાચીન – જૂનું |
| યથાશક્તિ – શક્તિ પ્રમાણે | ડસ્ટબિન – કચરાપેટી |
| વિભૂષિત – શણગારેલું | અડવું – શણગાર વિનાનું, શોભારહિત |
| આંગળાં – આંગળીએથી લીંપણમાં કરાતી ભાત | પરશ – સ્પર્શ કરવો |
| ટોડલો (ટોલ્લો) – બારસાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો | છત્તર – છત્ર |
| ઉજળવું – ઊજળું કરવું, શોભાવવું | વજર્ય – ત્યજવા યોગ્ય |
| ક્ષીણ – ઘસાયેલું નબળું | અકરાંતિયું - ધરાય નહિ તેવું, વધારે પડતું ખાનારું |
| સાવધ – જાગ્રત, સજાગ | નિષ્કર્ષ – સાર |
| અદ્વિતીય – અજોડ | અસ્ખલિત – સતત, એકધારું |
| શાશ્વત – નિત્ય | ચવડ – મુશ્કેલથી તૂટે, ફાટે કે ચવાય તેવું |
| સંપદા – સંપત્તિ | ગહવર – બખોલ, ગુફા |
| અટંક – ટેકીલું | મરજીવિયા – જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર |
| પ્રદીપ્ત – સળગેલું | અથાગ – પાર વિનાનું |
| સજલનેત્ર – આંસુ ભરેલી આંખો | અફાટ – અપાર, ખૂબ વિશાળ |
| રત્નાકર – સમુદ્ર, દરિયો, રત્નનો સમૂહ | અગાધ – અતિ ઊંડું |
| તળો – તળિયાં | અખૂટ – ખૂટે નહિ એવું, અપાર |
| વારવું – અટકાવવું | પ્રપાત – ધોધ |
| કુલોદ્વારક – કુળનો ઉદ્વાર કરનાર | મ્લાન – કરમાયેલું, નિસ્તેજ |
| લાવણ્ય – સુંદરતા | પાશ – ફાંસલો |
| ધૃષ્ટતા – વધુ પડતી હિંમત, ઉદ્વતાઈ | નિજ – પોતે |
| સિન્ધુ – સમુદ્ર | સમો – જેવો |
| જખમ – ઘાવ | કાફલો – સંઘ, ગતિ કરતો સમૂહ |
| ચિરસ્મરણીય – હંમેશા યાદ રહે તેવું | સંગ્રામ – યુદ્ધ |
| રંજાડવું – હેરાન કરવું | પદાર્થપાઠ – પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ |
| આવાસ – રહેઠાણ | ટીખળ – મજાક |
| આહલાદ – આનંદ, હર્ષ | સાંતી – હળ |
| વંઝી બાંધવી – ખપટિયાં બાંધવા | વણિયલ – બિલાડી જેવુ પ્રાણી |
| ગોદ – ખોળો | શય્યા – પથારી |
| સોડ – પાસું,પડખું | રાહી – મુસાફર, વટેમાર્ગુ |
| પલ્લવ – પાંદડું | પરબ – રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા |
| રાહત – હુંફ | મેહ – વરસાદ |
| સબૂર – ધીરજ | અંતરધાન – અદ્રશ્ય |
| મોર્ય – પૂર્વે, પહેલાં, આગળ | સોડમ – સુગંધ |
| રસમ – રીત, રિવાજ | આવરદા – ઉંમર, આયુષ્ય |
| નવેરી – બે ઘરની પાછળની ભાગે છોડેલી જગ્યા | ઝોબો – બેભાન થઈ જવું. |
| મરકત મરકત – મંદ મંદ હાસ્ય | આંધણ – રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી |
| કંસાર – મિષ્ટાન | સૂબા – પ્રાંતનો વડો |
| મિજબાની – ઉજાણી | વિટંબણા – મૂંઝવણ, મુશ્કેલી |
| લક્ષ્ય – ધ્યેય | પ્રતિબદ્ધ – ચોક્કસ ધ્યેયને વરેલો |
| મોજ –આનંદ | ઊઘડવું – ખીલવું, પ્રફુલ્લ થવું |
| ફાગણ – વિક્રમ સંવતનો પાંચમો મહિનો | લીલાકુંજાર – લીલા ઘટાદાર |
| ખીજ – ગુસ્સો | આંજવું – આંખમાં કાજળ લગાડવું |
| શ્રેષ્ઠિ – શેઠ, મહાજનના આગેવાન | કૂવાથંભ – વહાણના સઢનો થાંભલો |
| સઢ – પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધેલું કપડું | તાંડવ – (દરિયામાં) બેફાન તોફાન |
| વિપુલ –પુષ્કળ | પગરણ – આરંભ |
| પંચશીલ – જીવન જીવવાના નિયત કરેલ પાંચ સિંદ્ધાંત કે આચાર | સહધર્મચારિણી – પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની |
| સથવારો – સાથ | અઢળક – પુષ્કળ |
| સુપરત – સોંપવું | ઉત્કર્ષ – વિકાસ, વૃદ્ધિ |
| તારક – તારનાર | નિદર્શન – જોવું તે |
| સ્મારક – યાદગીરી માટે રચેલું પ્રતિક | આડંબર - ખોટો ડોળ |
| પરમાર્થ – પરોપકાર | શ્રદ્ધાંજલિ- કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વકની અંજલિ |
| નિધન – અવસાન | હિતકર – કલ્યાણકારી |
| વિરલ – દુર્લભ | કેન્યા –પૂર્વ આફ્રિકાનો એક પ્રદેશ |
| આફ્રિકા – પૃથ્વીનો એક ખંડ | પૃથ્વી – વસુંધરા |
| જળ – પાણી, સલિલ | મહિલા – સ્ત્રી, નારી |
| ઈશ્વર – ભગવાન. પ્રભુ | નિધન – મૃત્યુ, અવસાન |
| ઉદ્યાન – બગીછો, બાગ | ઉત્કર્ષ – ઉન્નતિ, વિકાસ |
| પુત્રી – સુતા, દીકરી | સંપત્તિ – દ્રવ્ય, ધન |
| દળકટક – સૈન્ય | વહારે – મદદ |
| અછતો – છાનું, ગુપ્ત | મોળીડો – ફેંટો |
| સંધા – બધા | ત્રાજવાં – છૂંદણા |
| બેરખાં – રુદ્રાક્ષની માળા | અકોટાં – સોપારી ઘાટનું ઝૂમખાવાળું કાણું ઘરેણું |
| સંઘેડાં – હાથીદાંત, લાકડાં વગેરેની ઘાટ ઉતારવાનું યંત્ર | વાણીહાટ – વાણિયાની દુકાન |
| કાંધ – બળદની ઘૂંસરી મુકાય છે તે ખભામો ભાગ | બોખ – કોસની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકર ચામડું |
| ઠોલવું – તોડી ખાવું | ઉમેળવું – આમળવું, વાળવું |
| ગોલાપા – દાસપણું | ધાન – અન્ન |
| ક્ષુધાતુર – ભૂખથી વ્યાકુળ | મૌસૂઝણું – વહેલી સવાર |
| બોલાશ – બોલવાની ઢબ | શેલું – કિંમતી વસ્ત્ર |
| શાણું –સમજદાર | ડારવું – ડરાવવું |
| લાગલગાટ - સતત | કોઢ – ગમાણ, ઢોરને બાંધવાની જગ્યા |
| પ્રતિભા – વ્યક્તિત્વ | સૂંડલો – ટોપલો |
| ઉપરણું – ખેસ, ખભે નાખવાનું વસ્ત્ર | વાસીદું – ઢોરનું છાણ, મૂતર વગેરે,પૂંજો |
| પ્રબળ – બળવાન | આકળ – વિકળ : આકુળ- વ્યાકુળ |
| ઢાળિયું – છાપરું | મમત – જીદ |
| પંડ્યનાં – પોતાનાં | મથામણ – પ્રયત્નો કરવા |
| સિવાય – બંધ થઈ જાય | રાને – વગડે, જંગલમાં |
| નિગળતે – ટપકતે | ધાને – દોડી જા |
| બાર વાસે – બારણાં બંધ કરે | ખર્ચી – વપરાશ |
| ચોપાડ – ઓશરી | નઘરી – નઠોર |
| ભોડું – માથું | ચર્વણ ચાલતું હોય છે – વિચારો ઘોળાયા કરતાં હોય છે |
| વણછોડવું – ઉખાડવું | ઠેકડે બેઠેલી – બે પગ ઊભા રાખીને બેઠેલી |
| ઘંઘોળ – ફંફોળ | નેવ – નેવું |
| હોરો – ધરપત, શાંતિ | મજિયારી – સહુની સરખી માલિકીની |
| અડી – હઠ | પ્રણેતા – પ્રેરનાર |
| છાપકું – ચાપું, હથેળીમાં સમાય એટલું | ગણતર – વ્યવહારનું જ્ઞાન |
| એકમૂડિયું – એકલદોકલ | બોડારોડા – સાવ બોડા, મૂંડેલા |
| પાળે પડ્યાં છે – આશરાએ આવીને રહ્યા છે. | સરાયાં – ફળદ્રુપ |
| શમાવ – ક્ષમા | કુંભી – મકાનની થાંભલી |
| લોર – મૂર્છા આવવા જેવુ વાગ્યું છે | દોદળો – ખોખરો |
| ગોજ – પાપ | લઠ્ઠ - લાઠી |
| નમાયો – મા વિનાનો , અહીં નિરાશ | મારનું ઘરાક – માર ખાવા યોગ્ય |
| થડિંગ બોકડો (ઊંચું થઈ) થનગનતું | દ્રષ્ટિ – નજર, મીટ |
| અખબાર – વર્તમાનપત્ર, સમાચારપત્ર | દરકાર – પરવા, કાળજી |
| ટીકા – નિંદા, વગોવણી | પૃથ્વી – ધરતી, વસુધા, અવનિ |
| મૃત્યુ – અવસાન, નિધન | કુટીર – ઝૂંપડી, કૂબો |
| દોગલો – લુચ્ચાઈ ભરેલો | પ્રશંસા – વખાણ, સ્તુતિ |
0 Comments