→ જન્મ : 7 નવેમ્બર, 1888 (તિરુચિરાપલ્લી, તમિલનાડુ)
→ પિતા : ચંદ્રશેખર અય્યર
→ પૂરું નામ : ચંદ્રશેખર વેંકટ રામન
→ અવસાન : 21 નવેમ્બર, 1970 ( બેન્ગલુરું)
→ મહાન ભૌતિક વૈજ્ઞાનિક અને રામન ઇફેકટના શોધકર્તા
રામન ઇફેક્ટની શોધ
→ રામન ઇફેક્ટ : જ્યારે પ્રકાશ કોઇ પદાર્થ ઉપર આપત થાય છે ત્યારે તે પદાર્થ આપત પ્રકાશનું શોષણ કરે છે, પરાવર્તન કરે છે કે તેમાંથી પારગમન કરે છે. આ ઉપરાંત પણ તે પ્રકાશને વેરવિખેરણ (પ્રકીર્ણન) પણ કરી શકે છે.
→ 28 ફેબ્રુઆરી, 1928માં તેમણે તેમની આ ઐતિહાસિક શોધ રામન ઇફેક્ટ (Raman Effect) ની જાહેરાત કરી. તેમની આ શોધ બદલ ભારતમાં 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે.
→ રામન ઇફેક્ટ: તેમણે સ્પેક્ટ્રોસ્કોપ વિકસાવ્યું અને શોધ્યું કે જ્યારે પ્રકાશ પારદર્શક સામગ્રીને પસાર કરે છે, ત્યારે વિચલિત પ્રકાશ તેની તરંગલંબાઇ અને આવર્તન બદલે છે.
→ પ્રકાશના આ અજ્ઞાત પ્રકારનું સ્કેટરિંગ, જેને “સંશોધિત સ્કેટરિંગ” નામ આપવામાં આવ્યું હતું, તેને પછીથી રામન અસર અથવા રામન સ્કેટરિંગ તરીકે ઓળખવામાં આવ્યું હતું.
→ પ્રકાશના પ્રકીર્ણન ઉપર સંશોધન કરી રામન ઘટનાની શોધ કરનાર અને તે માટે 1930માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ભૌતિકવિજ્ઞાની.
→ તેમણે વિશાખાપટ્ટનમની એસ.પી.જી કોલેજ ખાતેથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું અને 12 વર્ષની ઉંમરે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી.
→ તેઓએ રામાયણ, મહાભારત અને ભગવદગીતા જેવા ધાર્મિક ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
→ તેઓ વર્ષ 1903માં પ્રેસિડન્સી કોલેજમાં દાખલ થઇ બી.એની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ થનાર યુનિવર્સિટીના પ્રથમ વિધાર્થી હતાં. આ સિદ્ધિ બદલ તેમને સુવર્ણચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
→ તેમણે માત્ર 17 વર્ષની વયે એમ.એ ના અભ્યાસ દરમિયાન ભૌતિક્શાસ્ત્ર વિષય પર નિબંધ લખ્યો હતો, આ નિબંધ લંડનના અતિ જાણીતા ફિલોસોફિકલ મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
→ તેમણે પ્રકાશના વિવર્તન અંગે સંશોધન કર્યુ હતું. આ ઉપરાંત ધ્વનિ, પ્રકાશ, રંગ, ખનિજ અને ફુલોના રંગો જેવી બાબતોમાં તેમનું અમુલ્ય પ્રદાન રહેલું છે.
→ તેમણે ત્રિપાર્શ્વ કાચ નો પ્રયોગ કર્યો જે અંતર્ગત તેઓએ વિશિષ્ટ પ્રકારના પ્રકાશની શોધ કરી હતી.
→ તેમણે બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર તરીકે તેમજ રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સેવા આપી હતી.
0 Comments