ચેર વંશ
ચેર વંશ
→ ચેર એ તામિલનો સૌપ્રથમ દ્રવિડ વંશ છે, જે આજના તામિલનાડુ અને કેરલ પર શાસન કરતો હતો.
→ ચેરવંશની રાજધાની બંજી હતી જે કેરલ દેશ તરીકે પણ ઓળખાતી હતી.
→ શરૂઆતમાં ચેર રાજ્યમાં કોચિન, ઉત્તરી ત્રાવણકોર તથા દક્ષિણી મલાબારનો સમાવેશ થતો હતો.
→ રોમન શાસકોએ પોતાનાં વ્યાપારિક હિતોના રક્ષણ માટે ચેર રાજ્યમાં બે રેજિમેન્ટની સ્થાપના કરી હતી.
→ ચેર વંશ એ ચૌલ અને પાંડય વંશના સતત સંઘર્ષમાં રહેતો.
→ ચૌલ અને પાંડયની સંયુક્ત સેનાથી ચેર વંશની યુદ્ધમાં હાર થઈ હતી.
→ ચેર રાજાઓને બનાવસીના કદંબ અને યવનો (ગ્રીકો) સાથે પણ ભારતીય સમુદ્રી સીમામાં યુદ્ધ થયા હતા.
→ ચેર શાસન વિશે શરૂઆતી સદીઓનો ઈતિહાસ સંગમ સાહિત્યમાં વિસ્તૃત રીતે વર્ણવાયો છે.
→ ચેરને પશ્ચિમ એશિયા, ગ્રીસ અને રોમ સાથે મહત્ત્વપૂર્ણ વ્યાપારી સંબંધો હતા.
→ વૈનાડુના રાજવી રવિ વર્મા કુલશેખર (1299થી 1314) પાંડ્ય અને ચૌલ જેવી સૈન્ય ક્ષમતાઓને કારણે જાણીતો હતો.
→ અશોકના આદેશમાં ચેરોને કેડાલાપુત્થો (કેરલાપુત્રો) તરીકે ઓળખાવાયા છે.
→ ગ્રીક રોમન વ્યાપારી આલેખો 'પેરિપ્લસ મેરિસ એરિથ્રેદ'માં ચેરોને ચેલોબોત્રા તરીકે ઓળખાવાયા છે.
→ સેરાલામદીવુ (સેરાન રાજાઓના દ્વીપો) જે કલાસિકલ તામિલમાં શ્રીલંકાનું નામ છે, તેના પરથી ચેર રાજવંશનું નામ પડયું છે.
→ નિશાન : તીર અને ધનુષ્ય
સંગમ સાહિત્ય અનુસાર શાસકો
ઉથિયન ચેરલથન
→ પૂરું નામ : 'વનવરંબન' પેરુમયોટ્ટુ ઉથિયન ચેરલથન
→ શાખા : વનવરંબન
→ રાજધાની : કુઝહુંમુર
→ ચેરોની વનવરંબન શાખાનો પ્રથમ જાણીતો શાસક
→ તે ચૌલ રાજવી કરૈકલ ચૌલનો સમકાલીન હતો.
→ મામુલાનુરે તેમના માનમાં ભોજન સમારંભ યોજ્યો હતો.
→ વેન્નીના યુદ્ધમાં તેને કરૈકલ ચોલ (પટ્ટીનપ્પલઈ) દ્વારા હાર મળી હતી.
નેદુમ ચેરલથન
→ નેદુમ ચેરલથનની પ્રશંસા પથિરુપ્પુથ્થુના દ્વિતીય દશકમાં તેમના દરબારી કવિ કન્નર દ્વારા કરવામાં આવી છે.
→ તેનાથી ખુશ થઈને તેને ઉમ્બારક્કટ્ટુ (અનામલાઈ) કન્નરને ભેટરૂપે આપ્યું હતું.
→ તેણે પશ્ચિમી સમુદ્ર ક્ષેત્રે યવનો પર પણ વિજય મળ્યો હતો.
→ મામુલાનારે દરિયાકિનારે મન્તાઈ નામે નગર વસાવ્યું હતું.
→ જ્યાં તેણે નેદુમના ઘરેણાં અને તેણે જીતેલા ડાયમંડ્સ પ્રદર્શનમાં મૂક્યા હતા.
→ એવું મનાય છે કે તેણે આખા ભારતવર્ષ પર વિજય મેળવ્યો હતો જેનું શાહી પ્રતીક, શાહીધ્વજ તેણે હિમાલય પર પણ ફરકાવ્યો હતો.
પલ્યાની સેલ કેલુ કુટ્ટવન
→ ઉપનામ : પુઝહિયારકોન
→ તેણે તેના ભાઈ નેદુમને ઉત્તરી માલાબારના યુદ્ધમાં મદદ કરી હતી. અને એ પ્રદેશના જીતની ખુશીમાં તેને પુઝહિયારકેન ઉપનામ મળ્યું હતું.
નાર્મુદી ચેરલ
→ ઉપનામ : ક્લાંગઈક્કાની
→ તે નાર્મુદી ચેરલનો પુત્ર હતો. તેની પ્રશંસા કાપ્પિયાનારે ચોથા ભાગમાં કરી છે.
→ વાકાઈ-પેરુમ-તુરાઈના યુદ્ધમાં નાર્મુદીએ એઝિમલાઈના નન્નનને હરાવ્યો હતો અને પુઝિનાડુ જીત્યું હતું.
સેલ્વા કડુંકો વાલિયાથાન
→ તે અંથુવન ચેરલનો પુત્ર હતો.
→ તેનાં પ્રશંસાગીતો કપિલાર રચિત એત્તુથોકઈના સાતમા ભાગમાં છે.
→ તે તોંડીમાં રહેતો હતો.
→ તેણે નેદુમ ચેરલથઈની પત્નીની બહેન (નેદુમની સાળી) સાથે લગ્ન કર્યાં હતાં.
→ તેનો પુગલુરના અરનત્તરમલાઈ અભિલેખમાં અથાન ચેરલ ઈરુમ્પોઈ તરીકે ઉલ્લેખ કરાયો છે.
વેલ કેલુ કુટ્ટુવન
→ સંગમ કાળના ચેર વંશના સૌથી મહાન રાજા તરીકે જાણીતો છે.
→ તેણે વેલીર ચીફ (નાના રજવાડાના રાજા) ઈલાંગો વેનમાલની દીકરી સાથે લગ્ન કર્યાં હતાં.
→ ઈલાંગો એડિગલે તમિલ સાહિત્યનું મહાકાવ્ય શીલપ્પતિકરમ્ લખ્યું, તેના ભાઈ સેનગુટ્ટુવન ચેરના વાંચી સ્થિત પત્તિની દેવીના મંદિરના ભાગલાના નિર્ણય પર લખાયું હતું.
→ સંગમ સાહિત્ય અનુસાર પત્તિન દેવી મંદિર પર્વમાં ગજબાહુએ ચેર રાજ્યની મુલાકાત લીધી હતી.
→ તે મુલાકાતની યાદમાં ગજબાહુ સિમ્ફનાઈઝને સંગમ સાહિત્યમાં સ્વીકારવામાં આવ્યું હતું.
અડુ કોટ્ટુ પટ્ટુ ચેરલથન
→ તેના શાસનકાળ દરમિયાન વેપાર અને વાણિજ્ય સંપૂર્ણપણે વિકસ્યા હતા.
→ તેણે કુકનડુ ચોડાંક ગામો બ્રાહ્મણોને દાનમાં આપ્યાં હતાં.
પેરુમ ચેરલ ઈરુમ્પોઈ
→ ઉપનામ : તગદુર ઈરિન્ટા
→ તેણે ચૌલ અને પાંડયની સંયુક્ત સેનાને હરાવીને આ પદવી મેળવી હતી.
→ તગદુર એ જાણીતા શાસક અદિગમન એઝહનીનું નગર હતું જેને તેણે જીત્યું હોવાથી આ ઉપનામ મળ્યું.
→ તેને પુઝહીનાડ, કોલ્લીમાલા, અને પુહારના ભગવાન ગણવામ આવતો.
→ પુહાર એ ચૌલ શાસનકાળની રાજધાની હતી, જેને તેણે જીતી હતી.
→ તેણે કાલુવલ રાજ્ય સુધી તેની સીમા વિસ્તારી હતી.
પશ્ચાત/ઉત્તરી ચેર
રાજધાની મહોદયપુરમ્
→ દ્વિતીયક ચેર કુલશેખર તરીકે પણ જાણીતા છે.
→ તેઓ ચેર વંશના નાના રાજવીઓ હતા.
→ તેઓ નવમી અને બારમી સદી દરમિયાન શાસનમાં આવ્યા હતા.
→ તેમણે મહોદયપુરને પોતાની રાજધાની બનાવી હતી. (હાલનું કોડુંગલ્લુર, કેરાલા) પેરુમલ શાસને ઇતિહાસકાર MGS નારાયણે બ્રાહ્મણ તરફી રાજ્ય/શાસન' ગણાવ્યું છે.
→ પ્રાથમિક આધુનિક કેરાલામાં ચેર શાસનનું પેરુમલ એ એકમાત્ર સ્થાપિત મોટું રાજ્ય હતું.
→ તે આર્ય-બ્રાહ્મણ (નાડુવાઝી તરીકે ઓળખાય)નું સંચાલિત ચેર પેરુમલ શાસન હતુ જે અન્ય તામિલ શાસનથી તેનો બચાવ કરતું હતું.
→ તે બ્રાહ્મણોના એક જૂથ પેરુમલનો સહયોગ હતો. આ બ્રાહ્મણ અધિકારીઓને તાલી અધિકારી તરીકે ઓળખવામાં આવતા હતા.
મહોદયપુરમ્
→ મહોદયપુરમ્, મહોદય પટ્ટનમ, મકોતાઈએ 8 થી 12મી સદી દરમિયાન ચેર શાસનની રાજધાની હતી.
→ જે હાલના કોડુંગલ્લુર (ક્રેંગેનોર), થ્રિસુર જિલ્લો કરળ ખાતે આવેલ છે.
→ ઉત્તર ચેર સમયગાળાના શરૂઆતી તબક્કા દરમિયાન તે સાઈવાટ સંસ્કૃતિનું કેન્દ્ર હતું.
→ ચેર શાસકોએ તેમની રાજધાની વાંચીથી મહોદયપુરમ્ ખસેડી હતી અને કુલશેખર વર્મા (નવમી સદી) પોતાને મહોદયપુરમનો ભગવાન ગણાવતો હતો.
→ જાણીતો જ્યુઈશ તામ્રપત્ર અભિલેખ (1000 CE) મુઈરીકોડે (મહોદયપુરમ્) દ્વારા બનાવાયો હતો.
0 Comments