→ નાટયકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક અને બહુમુખી પ્રતિભા ધરાવતા જયંતિ દલાલ
→ તેમના પિતા દેશી નાટક સમાજ ' કંપનીના સંચાલક હોવાથી તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે થયું હતું.
→ તેઓ વર્ષ 1925માં મેટ્રિક પાસ કરી કોલેજના અભ્યાસ માટે ગુજરાત કોલેજમાં દાખલ થયા હતા પરંતુ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સક્રિયતાના કારણે તેમણે વર્ષ 1930માં B.A.નાછેલ્લા વર્ષમાં અભ્યાસ છોડયો હતો.
→ તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ દાંડીકૂચ (1930)માં જોડાયાં હતાં.
→ તેમણે વર્ષ 1934માં બિખરે મોતી ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતું.
→ ભાઇબહેનના શૈશવજીવનનું નિરૂપણ કરતી ગુલાબ અને શિવલી ગધકથા ઉપરાંત બાલવાર્તાઓ અને બાલકાવ્યો પણ તેમણે લખ્યા છે.
→ તેમણે રેખા (1939-40) અને એકાંકી (1951) નામના સાહિત્ય રંગભૂમિના સામયિકોનું સંપાદન કાર્ય કર્યુ હતું અને ગતિ નામનું સાપ્તાહિક ચલાવ્યું હતું.
→ તેમણે ટોલ્સટોયની વોર એન્ડ પીસનું યુદ્ધ અને શાંતિ (1954), જયોર્જ ઓરવેલની ધ એનિમલ ફાર્મનું પશુરાજય (1947) અને ચાર્લ્સ ડિકન્સની ગ્રેટ એક્સપેકટેશન્સનું આશા બહુ લાંબી (1964) જેવી અંગ્રેજી નવલકથાઓનું ગુજરાતીમાં અનુવાદ કર્યુ હતું.
→ તેઓ વર્ષ 1956માં મહાગુજરાત આંદોલનમાં જોડાયા હતા અને મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી તરીકે રહ્યાં હતાં.
→ તેઓ મહાગુજરાત આંદોલન સમયે નવગુજરાત દૈનિક ચલાવતાં હતાં.
→ વર્ષ 1957માં તેઓ મુંબઇના ધારાસભ્ય પદે રહ્યાં હતાં.
→ તેમને વર્ષ 1959માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
0 Comments