→ ઝલકારી બાઈ બાળપણથી જ સાહસિક અને દઢ મનોવૃત્તિ ધરાવતા હતાં.
→ તેમણે બાળપણમાં જ ઘોડેસવારી અને શસ્ત્રવિધાની તાલીમ મેળવી હતી.
→ રાણી લક્ષ્મીબાઈ ઝલકારી બાઈની બહાદુરીથી પ્રભાવિત થઈ તેમને પોતાની સેનાની મહિલા શાખા દુર્ગાસેનાના સેનાપતિ બનાવ્યા હતાં.
→ તેમના પતિ પુરન કોરી, રાણી લક્ષ્મીબાઈના પતિ રાજા ગંગાધર રાવની સેનામાં સૈનિક હતાં. તેમની પાસેથી ઝલકારી બાઇએ કુશ્તી, તીરંદાજી અને શુટિંગની તાલીમ મેળવી હતી.
→ ઝલકારી બાઈનો દેખાવ ઘણે-ખરે અંશે રાણી લક્ષ્મીબાઈને મળતો આવતો હતો તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સેનામાં દુર્ગા દલ નામની મહિલા શાખાની સેનાપતિ હતા.
→ વર્ષ 1857ના સંગ્રામ દરમિયાન સેનાપતિ હ્યું રોઝેના નેતૃત્વ હેઠળની અંગ્રેજ સેનાએ જયારે ઝાંસીને ઘેરી લીધું ત્યારે રાણી લક્ષ્મીબાઈને ઝાંસીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી પોતે રાણી લક્ષ્મીબાઈ જેવો વેશ ધારણ કરી અંગ્રેજ સેના સામે વીરતાપૂર્વક લડયા હતા.
→ 22 જુલાઇ, 2001ના રોજ ભારત સરકાર દ્વારા ઝલકારી બાઇના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
→ ઉત્તરપ્રદેશના આગ્રામાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તેમજ લખનઉમાં તેમના નામે એક હોસ્પિટલ પણ કાર્યરત છે.
→ રાષ્ટકવિ મૈથલીશરણ ગુપ્તા
જો કર રણમેં લલકારીથી, તો ઝાંસી કી ઝલકારી થી, ગોરો સે લડના શિખા ગઈ હૈ ઇતિહાસ મૈં ઝલક રહી વહ ભારત કી હી નારી થી.
0 Comments