→ તેમણે દત્ત બાવની, રંગ હૃદયમ, રંગ તરંગ, અવધૂતી આનંદ, શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર, પત્ર મંજુષા, દતયોગ પદ્ધતિ, ગુરુલીલામૃત, પ્રશ્નોત્તરગીતા અને નામસ્મરણ જેવા પુસ્તકો લખ્યા હતાં.
→ તેઓ મેટ્રિક સુધી ભણ્યા બાદ વર્ષ 1921માં અસહકારની લડતમાં જોડાયા હતા. તેમજ સામાજિક સેવાઓ શરૂ કરી અને વર્ષ 1923માં સંન્યાસ લીધો હતો.
→ તેમણે વાસુદેવાનંદ સરસ્વતીને ગુરુ માન્યા હતાં.
→ રંગ અવધૂત હિન્દુ ધર્મના દત્ત પંથ (દત્તાત્રેયની ગુરુચરિત્ર પરંપરા) ના સંત કવિ હતા. તેઓને ગુજરાતમાં દત્ત પંથના પ્રચારનો શ્રેય આપવામાં આવે છે.
→ નર્મદા કિનારે નારેશ્વરથી 108 દિવસની નર્મદા પરિક્રમા કરી હતી, આ કારણસર તેઓ નારેશ્વરના સંત રંગ અવધૂત તરીકે ઓળખાવા લાગ્યા.
→ નર્મદા નદીના કિનારે નારેશ્વરમાં રંગ અવધૂતનો આશ્રમ આવેલો છે
→ તેઓએ પરસ્પર દેવો ભવઃ અને સત્ય મેવ પરમ તપ જેવા સુત્રો પણ પ્રચલિત કર્યા હતા.
→ 'તારા આધારે બેઠો છું', 'એક મળે તારો આધાર' અને 'રોક્યો ન રો ચાલ્યો જાય' જેવા તેમના ભજનો છે. ગુજરાતના ધાર્મિક જીવનમાં ખૂબ લોકપ્રિય બન્યા છે.
→ પ્રતિશ્વાસ શ્રી દત્તનું, જેણે તને બધું જ આપ્યું છે તે પરમાત્માનું નામસ્મરણ કર, હંમેશા પ્રભુની યાદમાં જીવન વ્યતીત કર એ તેમનું જાણીતું કથન છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇