Ad Code

ભારતના પ્રથમ વડાપ્રધાન : જવાહરલાલ નેહરુ | Jawaharlal Nehru

ભારતના પ્રથમ વડાપ્રધાન : જવાહરલાલ નેહરુ
ભારતના પ્રથમ વડાપ્રધાન : જવાહરલાલ નેહરુ

→ જન્મ : 14 નવેમ્બર, 1889 (ઉત્તરપ્રદેશના અલાહાબાદ (હાલના પ્રયાગરાજ))

→ પિતા : મોતીલાલ નહેરુ

→ માતા : સ્વરૂપદેવી

→ પત્નિ : કમળાદેવી

→ પુત્રી : ઇન્દિરા ગાંધી(પ્રિયદર્શિની)

→ ઉપનામ : 'ચાચા'

→ અવસાન : 27 મે, 1964 (નવી દિલ્લી)

→ બહેન : વિજ્યાલક્ષ્મી પંડિત

→ ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની એવા જવાહરલાલ નહેરુનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

→ તેમના જન્મદિવસ 14 નવેમ્બરને 'રાષ્ટ્રીય બાળદિવસ' તરીકે ઉજવવામાં આવે છે.


સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન

→ તેમણે ગાંધીજીનાં સંપર્કમાં આવ્યા પછી દેશની આઝાદી માટે થયેલા આંદોલનમાં ભાગ લીધો હતો.

→ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્ષ 1929માં લાહોર કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ બન્યા. આ અધિવેશનમાં તેમણે 'પૂર્ણ સ્વરાજ'ની માંગ કરી હતી.

→ તેઓ વર્ષ 1937માં ફૈજપુર અધિવેશન (પ્રથમ વખત ગામમાં આયોજિત)ના અધ્યક્ષ રહ્યા હતા. જેમાં તેમણે ‘સમાજવાદ જ બધી સમસ્યાઓની ચાવી છે' તેવું જાહેર કર્યું હતું.

→ તેમણે 7 ઓગસ્ટ, 1942ના રોજ મુંબઇમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિની બેઠકમાં ઐતિહાસિક સંકલ્પ 'ભારત છોડો'ને કાર્યાન્વિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યુ હતું.

15 ઓગસ્ટ 1947 ના રોજ તેમણે નવી દિલ્હી ખાતે સૌપથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

બંધારણ ઘડતરમાં યોગદાન

→ 13 ડિસેમ્બર 1946ના રોજ તેમના દ્વારા બંધારણ સભામાં ‘ઉદ્દેશ્ય પ્રસ્તાવ' રજુ કરવામાં આવ્યો હતો.

→ 22 જાન્યુઆરી, 1947ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો. આગળ જતાં આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ ભારતના બંધારણનું 'આમુખ' બન્યું હતું.

→ બંધારણ સભાની વિવિધ 22 સમિતિઓની રચના કરવામાં આવી ત્યારે તેમને કેન્દ્ર(સંઘ) બંધારણ સમિતિ તથા સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ બનાવાયા હતા.



→ તેમણે જેલવાસ દરમિયાન 'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' (1946) અને 'ગ્લિમપ્પીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી'(1934) જેવા મહત્વના પુસ્તકો લખ્યા હતા.

→ આ ઉપરાંત તેમણે 'અ બંચ ઓફ લેટર્સ', 'અ પોલિટિકલ બાયોગ્રાફી' અને 'ટુવર્ડઝ ફ્રિડમ' જેવા પુસ્તકો પણ લખ્યા હતા.

→ શીત યુદ્ધ દરમિયાન વર્ષ 1955માં ઈન્ડોનેશિયાના બાંડુંગ શહેરમાં આયોજિત એશિયા-આફ્રિકા પરિષદમાં નહેરુએ કોઈપણ જૂથ સાથે ન જોડતા સ્વતંત્ર અને તટસ્થ રહેવાના પ્રયાસરૂપે 'બિન જોડાણવાદ નીતિ (Non Aligned Movement-NAM) નો ખ્યાલ આપ્યો હતો.

→ વર્ષ 1961માં બેલગ્રેડ, યુગોસ્લાવીયામાં નહેરુએ ઈજિપ્તના ગમાલ નાસર અને યુગોસ્લાવીયાના જોસેફ ટીટો સાથે મળીને બિન જોડાણવાદ જૂથની રચના કરી હતી.

→ તેમના પિતા મોતીલાલ નહેરુએ નહેરુ અહેવાલ(1928) રજૂ કર્યો હતો.

→ તેમના બહેન વિજ્યાલક્ષ્મી પંડિત વર્ષ 1953માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ (પ્રથમ ભારતીય મહિલા) હતા.

→ તેમજ તેમની પુત્રી ઇન્દિરા ગાંધી(પ્રિયદર્શિની) પ્રથમ મહિલા વડાપ્રધાન વર્ષ ૧૯૬૬-૭૭,૧૯૮૦-૮૪) હતા.

→ તેમણે બ્રિટનમાં હેરો કોલેજ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈ બેરિસ્ટર થઇ ભારતમાં વકીલાતની શરૂઆત કરી હતી.

→ તેઓ વર્ષ 1919માં અલ્હાબાદના હોમરૂલ લીગના સચિવ બન્યા હતા.

→ વર્ષ 1923માં કોંગ્રેસના મહાસચિવ બન્યા

→ ગાંધીજીના અવસાન સમયે જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે 'અમારા જીવનમાંથી પ્રકાશ જતો રહ્યો.

→ તેઓ ભાષા આધારિત રાજ્યની માંગની JVP (જવાહરલાલ નહેરુ, વલ્લભભાઇ પટેલ, પટ્ટાભિ સિતારામૈયા) સમિતિ (1948) ના સભ્ય હતા, આ સમિતિએ ભાષા આધારિત રાજ્યનો અસ્વીકાર કર્યો હતો.

→ તેમણે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અપનાવી. તેના અંતર્ગત ખાણકામ, વીજળી અને અન્ય મોટા ઉધોગો પર ભાર મુકવામાં આવ્યો.

→ તેઓ ભારત આઝાદ થયો ત્યારથી અવસાન (વર્ષ 1947-64)સુધી સૌથી વધુ સમયગાળા (16 વર્ષ અને 286 દિવસ) માટે ભારતના વડાપ્રધાન રહ્યા હતા તેમજ તેઓ 'ફેબિયન સમાજવાદી' લોકતંત્રના પ્રખર હિમાયતી હતા તથા લોકસભામાં સૌપ્રથમ વખત તેમની વિરુદ્ધ અવિશ્વાસનો પસ્તાવ લાવવામાં આવ્યો હતો.

→ તેમણે જમીનોના પુનઃવિતરણ, સિંચાઈ યોજના અંતર્ગત નહેરો અને મોટા બંધો (નેહરુ આ મોટા બંધોને 'આધુનિક ભારતના મંદિર' કહેતા)નું નિર્માણ, કૃષિ ઉત્પાદન વધારવા ખાતરનો ઉપયોગ, જળવિધુત અને અણુશકિતના કાર્યક્રમો શરૂ કર્યા હતા.

→ તેમણે વિવિધ પ્રકારના ઉધોગો વિકસે તથા તેની મદદથી ગ્રામ્ય ભારતની કાર્યક્ષમતા વધે તે માટે શ્રેણીબદ્ધ 'કોમ્યુનિટી વિકાસ કાર્યક્રમ' (1952) ની શરૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૂપે પાછળથી પંચાયતીરાજનો પાયો નાખવામાં આવ્યો.

→ તેમણે AIIMS, IIT, IIM, પૌઢ શિક્ષણ કેન્દ્રો, વ્યવસાયિક તાલીમ અને તકનિકી શિક્ષણ શાળાઓ વગેરેની શરૂઆત કરી હતી.

→ વર્ષ 1954માં ભારત-ચીન વચ્ચે 'પંચશીલ સિદ્ધાંતો' (શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટેના પાંચ સિદ્ધાંતો) તથા હિન્દી-ચીની ભાઈ ભાઇનો નારો આપ્યો હતો.

→ તેમના કાર્યકાળ દરમિયાન ભારત-ચીન યુદ્ધ(1962) અને ભારત- પાકિસ્તાન યુદ્ધ(1965) તથા સિંધુ જળ સંધિ(1960) કરવામાં આવી હતી.

→ તેમણે પોર્ટુગીઝો પાસેથી ગોવાને મુક્ત કરાવવા માટે વર્ષ 1961માં ‘ગોવા મુક્તિ આંદોલન' (ઓપરેશન વિજ્ય) હાથ ધર્યુ હતું.

→ તેમને વર્ષ 1955માં ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારતરત્ન' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

→ તેઓ નોબેલ પ્રાઈઝ માટે નામાંકન અને અનેકવાર ફોર્બ્સ મેગેઝિનના કવરપેજ પર - સ્થાન મેળવનાર વ્યક્તિ હતા.

→ તેમના સંસદીય લોકશાહીના ગુણો, બિનસાંપ્રદાયિકતા, ઉદારમતવાદ, ગરીબ અને વંચિત વર્ગો માટેની ચિંતા તથા સમાજવાદી દ્રષ્ટિકોણના કારણે તેમને 'આધુનિક ભારતના શિલ્પી' તરીકે સંબોધવામાં આવે છે.

→ તેમના સમાધિ સ્થળને શાંતિવન તરીકે ઓળખવામાં આવે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments