Ad Code

ગુજરાતના ચિત્રકાર બંસીલાલ વર્મા 'ચકોર' | Bansilal Verma

ગુજરાતના ચિત્રકાર બંસીલાલ વર્મા 'ચકોર'
ગુજરાતના ચિત્રકાર બંસીલાલ વર્મા 'ચકોર'

→ જન્મ : 23 નવેમ્બર, 1917 (ખેરાલુ, મહેસાણા)

→ અવસાન : 8 ઓગસ્ટ, 2003

→ પિતા : ગુલાબરાય

→ માતા : જમનાગૌરી

→ પૂરું નામ : બંસીલાલ ગુલાબરાય વર્મા

→ ઉપનામ : ચકોર, બંસી અને કિશોર વકીલ


ચિત્રકળા ક્ષેત્રે યોગદાન

→ તેમણે કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી ચિત્રકળાનો અભ્યાસ કર્યો હતો.

→ વામનથી વિરાટ તેમનું લાલ બહાદુર શાસ્ત્રી પરના ચિત્રોના સંગ્રહનું પુસ્તક છે.

→ તેમણે બાળકો માટેના ચિત્રમય પુસ્તકો પણ પ્રકાશિત કર્યા હતાં જેમાં હનુમાન, શિવ-પાવર્તી, કર્ણ, વિક્રમ-વેતાળ અને વીર બાળકોનો સમાવેશ થાય છે.

→ તેમનું નમસ્તે કરતી સ્ત્રીનું ચિત્ર જાણીતું છે. આ ઉપરાંત તેમનું ઇફ ડ્રેગન કમ્સ ટુ યુએન જેવા કાર્ટૂનોને ગણનાપાત્ર ચિત્રોમાં સ્થાન મળેલું છે.

→ તેમણે વિનોદ વાટીકા જેવા હાસ્યલેખ, વામનમાંથી વિરાટ જેવા વ્યંગચિત્ર સંગ્રહ અને ભારતમાં અંગ્રેજી અમલ, શાંતિમય ક્રાંતિ જેવા નિબંધોની રચના કરી છે.

→ તેમના કેટલાક ચિત્રો મૈસુર આર્ટ ગેલેરીમાં સંગ્રહિત છે.

અન્ય માહિતી

→ તેમણે વર્ષ 1936માં લખનૌ સત્રમાં ક્લાકાર તરીકે સેવા આપી હતી.

→ તેમણે વર્ષ 1937માં નવ સૌરાષ્ટ્ર માસિકમાં જોડાઇને કટાક્ષ ચિત્રકળાનો પાયો નાંખ્યો.

→ ભારત છોડો આંદોલન દરમિયાન ક્ટાક્ષ ચિત્રો દોરીને અંગ્રેજ શાસન સામે અવાજ ઉઠાવ્યો.

→ તેમણે પ્રજાબંધુ સાપ્તાહિક તેમજ જયંતિ દલાલના ગતિ અને રેખા સામયિકો સામે વ્યંગ ચિત્રો દોર્યા હતાં.

→ મુંબઈમાં ફ્રી પ્રેસ જનરલ સમાચારપત્રમાં પ્રકાશિત થયેલા ડ્રેગન કમ્સ ટુ યુ નામના કાર્ટુન માટે તેમને વર્ષ 1941માં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મોન્ટ્રિયલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

→ તેઓ વર્ષ 1959માં અંગ્રેજી દૈનિક ધ ફ્રી પ્રેસ જર્નલમાં જોડાયા હતા અને તેમના વ્યંગ ચિત્રો ગુજરાતી દૈનિક જનશક્તિમાં પ્રગટ થતા હતાં.

→ તેમણે વર્ષ 1994માં ગુજરાત વિઝયુઅલ આર્ટિસ્ટ એસોસિએશનની સ્થાપના કરી હતી.

→ તેમણે વર્ષ 1997માં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આઝાદીની 50મી જયંતિ નિમિત્તે નગરભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

→ તેમને ગુજરાત સરકાર દ્વારા ચિત્રકળા ક્ષેત્રે આપવામાં આવતા રવિશંકર રાવળ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

→ આ ઉપરાંત તેમને સંસ્કાર એવોર્ડ, સુરત લાયન્સ શિલ્ડ એવોર્ડ, કમલાશંકર પંડ્યા એવોર્ડ અને વડનગર નાગરિક સન્માન પણ મળ્યા હતા.
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments