→ ભારતના જાણીતા ભૌતિક વિજ્ઞાની, વનસ્પતિશાસ્ત્રી અને બાયોલોજિસ્ટ જગદીશચંદ્ર બોઝ
→ તેમના પિતા ભગવાનચંદ્ર બોઝ ફરીદપુર જિલ્લાના ડેપ્યુટી ન્યાયાધીશ હતાં.
વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન
→ તેમણે વનસ્પતિ માનવીની માફક સંવેદના ધરાવે છે તેવું સાબિત કરી બતાવ્યું હતું.
→ તેઓ કેસ્કોગ્રાફના શોધક હતા.
→ તેમણે પદાર્થની સંરચના સમજવા માટે સૌ પ્રથમ માઇક્રોવેવ (સૂક્ષ્મતરંગો) નો ઉપયોગ કર્યો હતો.
→ તેમણે બનાવેલા ઉપકરણને વેવગાઈટ તરીકે ઓળખવામાં આવે છે.
→ વિશ્વમાં સૌપ્રથમ તેમણે જ વાયરલેસ અને ટેલિગ્રાફ ક્ષેત્રે પ્રયત્નો આદર્યા હતા.
→ તેમણે ફોટો સિન્થેટિક રેકોર્ડર તથા ડાયમેટ્રિક કોન્ટ્રેકશન એપરેટસ જેવા યંત્રોનું નિર્માણ પણ કર્યુ હતું.
→ તેમને વિઘુત ચુંબકીય તરંગો તથા તરંગોનું ધ્રુવીકરણના સંશોધન પત્ર માટે વર્ષ 1917માં નાઇટ હુડનો ખિતાબ મળ્યો હતો.
પુસ્તકો અને સંસ્થા
→ તેમણે રિસ્પોન્સ એઝ અ મિન્સ ઓફ ફિઝિયોલોઝિકલ ઈન્વેસ્ટિગેશન અને ધ મિકેનિઝમ ઓફ પ્લાન્ટ્સ જેવાં ગ્રંથો લખ્યા હતાં.
→ તેમણે લખેલા પુસ્તકોમાં સજીવ અને નિર્જીવની અનુકિયા (1902) અને વનસ્પતિના ચેતાતંત્રની ગતિવિધિ (1926) નો સમાવેશ થાય છે.
→ તેમણે વર્ષ 1917માં કલકત્તામાં ભારતની પ્રથમ પ્રયોગશાળા ગણાતી બોઝ ઇન્સ્ટિટયુટની સ્થાપના કરી હતી. જે આજે પણ વિવિધ સંશોધનોમાં પ્રગતિ કરી તેમની ગૌરવગાથા રજૂ કરે છે.
→ તેમણે વર્ષ 1879માં ભૌતિક વિજ્ઞાનમાં બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી.
→ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતેથી ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ ભારત આવી કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં ભૌતિક વિજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા હતાં.
→ તેમણે પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અને ભારતીય અધ્યાપકો વચ્ચેના પગારભેદનો દ્રઢતાથી વિરોધ કર્યો હતો.
→ તેમને વર્ષ 1920માં રોયલ સોસાયટીની ફેલોશિપ આપવામાં આવી હતી. આ ફેલોશિપ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય વિજ્ઞાની હતાં.
→ તેઓ અંગ્રજોએ સથાપેલી ઈમ્પીરીયલ શિક્ષણ સેવામાં અધ્યાપક બનનાર પ્રથમ ભારતીય હતા.
→ લંડનની રોયલ સોસાયટીએ તેમને ડી.એસ.સી (ડોકટર ઓફ સાયન્સ)ની પદવીથી નવાજ્યા હતાં.
→ એવું માનવામાં આવે છે કે સી.વી. રામન જેમાં બેઠા હતા તે ફાઈનાન્સિયલ સિવિલ સર્વિસ(F.C.S) ની પરીક્ષાનું ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર શ્રી જગદીશયંદ બોઝે કાઢયું હતું.
→ તેમને રેડિયો અને માઇક્રોવેવ ઓપ્ટિકસના જનક ગણવામાં આવે છે.
→ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇલેક્ટ્રીકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ (IEEE) દ્વારા રેડિયો વિજ્ઞાનના પિતા તરીકે સન્માનિત કરવામાં આવ્યાં હતા.
→ વર્ષ 2016માં ચંદ્રની ફાર સાઈડ(અંધારિયા ભાગ)ના દક્ષિણ ગોળાર્ધમાં આવેલ એક ક્રેટરનું નામ બોઝના નામ પરથી આપવામાં આવ્યું હતું.
0 Comments