→ તેમણે પોતાની કારકિર્દી રેલ્વે કોન્ટ્રાકટરથી શરૂ કરી હતી અને દેશનાં લગભગ તમામ ઔધોગિક ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
→ ભારતમાં હવાઇ જહાજ ઉધોગ સ્થાપવા તેમણે વર્ષ 1940માં મૈસુર રાજયના બેંગ્લોર ખાતે હિન્દુસ્તાન એરક્રાફ્ટની શરૂઆત કરી હતી. જેનું રાષ્ટ્રીયકરણ થતાં હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ નામકરણ કરવામાં આવ્યું હતું.
→ તેમણે વર્ષ 1945માં કાર કંપની પ્રીમિયર ઓટોમોબાઇલ્સની સ્થાપના કરી હતી.
→ આ ઉપરાંત તેમણે ભારતમાં ખાંડ ઉધોગ, યોકલેટ ઉધોગ જેવા ઉધોગો સ્થાપ્યા હતા તથા તેમણે મુંબઈ-પુણે રેલ્વે લાઈન સફળતાપૂર્વક નંખાવી અને અન્ય ઈજનેરી પ્રકલ્પો સફળતાપૂર્વક પૂરા પાડયા હતા.
→ જે સમયે વિશ્વના દરિયાઈ માર્ગો પર અંગ્રેજોનું શાસન હતું. તે સમયે 5 એપ્રિલ 1919ના રોજ એસ.એસ લોયલ્ટી જહાજ ચલાવ્યું હતું. વર્તમાનમાં ભારતમાં 5 એપ્રિલને રાષ્ટ્રીય મેરીટાઈમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ તેમણે બ્રિટિશરોના મત વિરુદ્ધ સૌપ્રથમ સ્વદેશી જહાજ જલઉષાને મુંબઇ-લંડન વચ્ચે સફળતાપૂર્વક સફર કરાવી હતી. તેમણે આઝાદીની ચળવળને ટેકો આપ્યો હતો. આ ઉપરાંત તેમણે ગાંધી-ઈરવીન કરારનો વિરોધ કર્યો હતો.
→ તેમની કંપનીને પોખરણ-2ના અ અણુધડાકામાં કરેલી સહાયના કારણે અમેરિકન પ્રતિબંધોનો સામનો કરવો પડયો હતો.
→ સરદાર પટેલે તેમના વિશે કહ્યું હતું કે મારા મતે તેઓ દેશભકત ઉધોગપતિ હતા કે જેમણે પોતાના જીવનમાં આવેલ પડકારો પર દ્રઢતાપૂર્વક વિજય મેળવ્યો હતો.
→ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે તેમના વિશે કહ્યું હતું કે, મારા મતે વાલચંદ એક રચનાત્મક વ્યક્તિત્વ ધરાવતાં હતા.
→ તેમના નામે પુણે પાસે વાલચંદનગર ઔધોગિક વસાહત આવેલી છે
→ તેમના નામે ભારત સરકારે વર્ષ 2004માં ટપાલટિકિટ બહાર પાડી હતી.
0 Comments
Any suggestions, Please comment Below 👇