→ તેમણે વર્ષ 1959માં જુનિયર પી.ટી.સી.નો અભ્યાસ કર્યો હતો.
→ તેઓએ 16 વર્ષની વયે ગુજરાતી સાહિત્યના 'શારદા' મુદ્રણાલયમાં કમ્પોઝિટર તરીકે કામ કર્યું હતું.
→ તેઓ શરૂઆતમાં સર્વોદય યોજનામાં જોડાયા હતા. ત્યારબાદ વિવિધ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે રહ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાનાં બજાણામાં પ્રાથમિક શાળાના આચાાર્ય તરીકે પણ સેવા આપી હતી.
→ તેમની પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ 'માણસાઈનું રુદન' હતી.
→ 'મીરાંની રહી મહેક' (પત્નીના કેન્સરના કારણે નિધન બાદ તેમની યાદમાં) તેમની પ્રસિદ્ધ નવલકથા છે.
→ 'આંસુભીનો ઉજાસ' નવલકથામાં આલેખાયેલી ગામડાંના ભલાભોળાં માનવીઓની સહજ, કાલીઘેલી ભાષા, ભાવોર્મિ અને ઊડીને આંખે વળગે એવી મૂલ્યલક્ષિતા તેની ચિરંજીવી વિશેષતાઓ છે.
→ તેઓને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક, ધનજી-કાનજી સુવર્ણચંદ્રક, કાકાસાહેબ કાલેલકર પારિતોષિક અને સરોજ પાઠક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પત્રકારત્વ ક્ષેત્રે મહત્વનાં યોગદાન બદલ તેમને કોલકાતાનો 'ધ સ્ટેટસમેન એવોર્ડ' પ્રાપ્ત થયો હતો.
0 Comments