Ad Code

'બર્ડમેન ઓફ ઇન્ડિયા': સલીમ અલી | Salim Ali

'બર્ડમેન ઓફ ઇન્ડિયા': સલીમ અલી જગદીશચંદ્ર બોઝ
'બર્ડમેન ઓફ ઇન્ડિયા': સલીમ અલી

→ જન્મ :12 નવેમ્બર, 1896 (મુંબઈ)

→ અવસાન :20 જૂન, 1987

→ પૂરું નામ : સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી

→ ઉપનામ : બર્ડમેન ઓફ ઇન્ડિયા, પક્ષી રાજન

→ બર્ડમેન ઓફ ઈન્ડિયાના ઉપનામથી જાણીતા સલીમ અલીનો જન્મ મુંબઈમાં ના સુલેમાની વ્હોરા પરિવારમાં થયો હતો.


પક્ષીવિદ્ તરીકે યોગદાન

→ તેમણે બોમ્બે મેયરલ હિસ્ટ્રી સોસાયટીમાં સચિવ મિલાઇની દેખરેખમાં પક્ષીઓ વિશે ગહન અભ્યાસ કર્યો હતો.

→ વર્ષ 1928માં વધુ અભ્યાસ માટે તેઓ જર્મની ગયા હતા ત્યાં તેઓએ પ્રો. ઈરવીન સ્ટ્રેસમેનના માર્ગદર્શન હેઠળ બર્લિન્સ મેયરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં કામ કર્યુ હતું.

→ આ કામગીરીના ભાગરૂપે તેઓને જે.કે.સ્ટેનફોર્ડ દ્વારા બર્માથી એકત્ર કરાયેલી વિવિધ સ્પીસીસ (પ્રજાતિઓ)નો અભ્યાસ કરવાનો હતો. જેના કારણે તેઓ પક્ષીઓ વિશે વધુ જાણકાર બન્યા હતા.

→ તેમણે પક્ષી અંગે અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં કચ્છના પક્ષી અંગેના પુસ્તકોનો પણ સમાવેશ થાય છે.

→ તેઓ ભારતભરમાં વ્યવસ્થિત રૂપથી પક્ષી સર્વેક્ષણનું આયોજન કરવાવાળા પ્રથમ ભારતીય હતા.

→ વર્ષ 1930માં ભારત પાછા ફર્યા બાદ તેઓએ સર્વપ્રથમ હૈદરાબાદના પક્ષીઓની મોજણી કરી હતી. ત્યારબાદ તેમણે કોચીન, ત્રાવણકોર, ગ્વાલિયર, ઇન્દોર અને ભોપાલ જેવા રજવાડાંઓમાં પક્ષીઓની મોજણીનું કામ કર્યુ હતું.

→ તેમણે વર્ષ 1930માં વણકર પક્ષીની પ્રકૃતિ અને પ્રવૃત્તિઓની ચર્યા કરતી રિસર્ય જરનલ પ્રકાશિત કરી હતી.

→ તેમણે 'The book of Indian birds' (1941) અને સિડની ડિલ્લોનની સાથે મળીને 'Hand book of the birds of India and Pakistan' પુસ્તકો લખ્યા છે.


પુરસ્કાર

→ બ્રિટિશ ઓર્તીથોલોજીસ્ટ યુનિયનનો ગોલ્ડ મેડલ(1967) (આ મેડલ મેળવનાર પ્રથમ બિન બ્રિટિશ નાગરિક)

→ પદ્મ - વિભૂષણ (૧૯૭૬)

→ પદ્મ-ભૂષણ (૧૯૫૮)

→ પૌલ ગેટી એવોર્ડ (૧૯૭૫)



→ તેઓ મૂળ ખંભાતના સુલેમાની વ્હોરા હતાં.

→ તેમની આત્મકથા “ધ ફોલ ઓફ અ સ્પેરો' (The Fall of a Sparrow) (ચકલીનું પતન) છે. જેમાં તેમણે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના સ્વપ્નીલ ભવિષ્ય અને પક્ષી સંરક્ષણના મહત્વ વિશે લખ્યું હતું.

→ વર્ષ 1926માં મુંબઇ ખાતેના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં પ્રાકૃતિક ઇતિહાસનો નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો ત્યાં તેઓએ 350 રૂપિયાના માસિક પગારથી માર્ગદર્શક અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી.

→ તેઓ વર્ષ 1985માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા.

→ વર્ષ 1990માં ભારત સરકાર દ્વારા કોઈમ્બતૂર ખાતે 'સલીમ અલી સેન્ટર ફોર ઓર્લીથોલોજીસ્ટ એન્ડ મેયરલ હિસ્ટ્રી' (SACON)ની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત કેરળ સરકાર દ્વારા વેમ્બળાડ થટેડ પક્ષી અભ્યારણને સલીમ અલી નામ આપ્યું છે.

→ અરુણાચલપ્રદેશના પશ્વિમ વિસ્તારમાંથી મળી આવેલ પક્ષી હિમાલયન ફોરેસ્ટર થ્રેસને સલીમ અલીનું નામ આપવામાં આવ્યું છે.

→ તેમની યાદમાં સલીમ અલી પાર્ક શ્રીનગર - (જમ્મુ - કાશ્મીર) ઉભું કરવામાં આવ્યું છે.

→ ગોવા સરકારે સલીમ અલી પક્ષી અભ્યારણ્યની સ્થાપના કરી છે.

→ તેમણે ભરતપુર પક્ષી અભ્યારણના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

→ 12 નવેમ્બર, 1996ના ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં બહાર પાડી હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments