→ અનુચ્છેદ -112 : રાષ્ટ્રપતિ દરેક નાણાંકીય વર્ષ માટે સંસદના બંને ગૃહોની સમક્ષ ભારત સરકારની તે વર્ષ માટેની અંદાજિત આવક અને ખર્ચનું પત્રક રજૂ કરાવશે જેને વાર્ષિક નાણાંકીય પત્રક જે બજેટ કહેવાય છે.
→ બંધારણમાં “બજેટ” શબ્દનો ક્યાય ઉલ્લેખ નથી.
→ વાર્ષિક નાણાંકીય પત્રકમાં ભારતની સંચિતનિધિ (સ્થાયી ભંડોળ/ એકત્રિત ભંડોળ) ખાતે ઉધારેલ ખર્ચ અને અન્ય ખર્ચની રકમને અલગ અલગ દર્શવાવમાં આવે છે.
→ બજેટ લગભગ ફેબ્રુયારીના અંતમાં લોકસભામાં રજૂ કરવામાં આવે છે.
→ બજેટ એ નાણાંખરડા અને નાણાંકીય ખરડાનું મિશ્ર સ્વરૂપ છે.
→ બજેટ એક નાણાંકીય વર્ષ (1 એપ્રિલ થી 31 માર્ચ) માટે રજૂ કરવામાં આવે છે.
→ રેલ્વે બજેટ રેલેવેમંત્રી દ્વારા અલગથી રજુ કરવામાં આવે છે. તેનો સામાન્ય બજેટમાં સમાવેશ થતો નથી.
→ 1921માં એડવર્થ કમિટીની ભલામણથી રેલ્વે બજેટ સામાન્ય બજેટથી અલગ કરવામાં આવ્યું છે.
→ રાજ્યસભા તેમાં કોઈ સુધારો કે તેનો અસ્વીકાર કરી શકશે નહીં. 14 દિવસમાં રાજયસભાએ તેને પરત મોકલવાનો રહેશે. લોકસભા રાજયસભાની ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકશે.
→ રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરી વગર કર સંબંધી કોઈ પણ ખરડો લોકસભામાં રજૂ કરી શકશે નહીં.
→ સંસદ કોઈ કારણે સમાપ્ત કરી શકે છે અને ઘટાડી શકે છે પણ વધારો કરી શકતી નથી.
બજેટ પસાર કરવાની પ્રક્રિયા
→ ભારતમાં બજેટ નિર્માણનું કાર્ય નાણાંમંત્રાલયને સોંપવામાં આવ્યું છે.
→ ભારતના નાણાં મંત્રી દ્વારા લોસભામાં બજેટ રજૂ કરવું.
→ લોકસભામાં બજેટ પર સામાન્ય ચર્ચા થાય છે.
→ વિભાગીય સમિતિઓ દ્વારા વિવિધ વિભાગોની અનુદાન માંગણીઓની ચકાસણી.
→ લોકસભામાં અનુદાન માંગણીઓ ઉપર મતદાન થાય છે.
→ વિનિયોગ ખરડો પસાર થવો.
→ રાષ્ટ્રપતિની મંજૂરી.
→ ભારતમાં બજેટ પદ્ધતિની શરૂઆત ભારતના પ્રથમ વાઈસરૉય લોર્ડ કેનિંગના કાર્યકાળમાં થઈ.
→ સૌ પ્રથમ જેન્સ વિલ્સન દ્વારા 18 ફેબ્રુઆરી 1860ના રોજ વાઈસરોયની પરિષદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું. આથી “જેમ્સ વિલ્સન”ને ભારતીય બજેટ પદ્ધતિનો પિતા કહેવામા આવે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇