→ સામાન્ય તાવમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધી જાય છે. તાવ 5 દિવસ સુધી રહે છે, ઠંડી સાથે 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી તાવ આવે છે. આથી આને બ્રેક બોન ફીવર કહે છે.
→ અસહ્ય માથાનો દુખાવો થાય છે.
→ સ્નાયુઓમાં તેમજ સાંધાનો દુખાવો, આંખના પોપચમાં દુખાવો થાય છે.
→ પેરસિતમોલ આપવી જોઈએ પરંતુ એસ્પિરિન, આઇબ્રુફેન જેવી દર્દશામક દવા આપવી જોઈએ નહીં.
→ હેમરેજિક ફીવરના કિસ્સામાં યોગ્ય સારવાર ન મળે તો જીવલેણ હોય શકે છે.
→ આની કોઈ ચોક્કસ સારવાર નથી. કુદરતી રીતે વિટામિન C , PCM, વધુ પ્રમાણમા પ્રવાહી આપવામાં આવે છે.
ડેન્ગ્યુની રસી
→ ડેંગવેક્સીયા વર્ષ 2018માં મેક્સિકોમાં શોધાઈ હતી. (CYT-TDV)
રોકથામ અને નિયંત્રણ
→ સ્થિર બંધિયાર ચોખ્ખા પાણીમાં નાની માત્રામાં પણ ભરાઈ રહેતા હોય તેવા તમામ ઘરો કે બહારની જગ્યાઓમાં આ મચ્છર પેદા થાય છે.
→ એડિસ માદા મચ્છર મુખ્યત્વે મનુષ્યો દ્વારા નિર્મિત વપરાશ વસ્તુઓ જેવી કે પાબી ભરવા માટે બનાવેલ ધાતુના બનેલ ડ્રમ, માટીના વાસણો તેમ જ ઘરમાં પાણીનો સંગ્રહ કરવા બનાવેલ સિમેન્ટ ક્રોક્રીટની અર્ઘ ખુલ્લી ટાંકીઓ, હોજમાં, તૂટી ગયેલા પ્લાસ્ટિકના વાસણો જે ફેંકી દિઘાં હોય, જૂના તૂટી ગયેલા ટાયર્સ, નાળિયેરની છાજલીઓ, વગેરેમાં પાણી ભરાઈ રહે છે તેમાં એડિસ માદા મચ્છરનો ઉપદ્રવ થાય છે. આવી ચીજવસ્તુઓના નાશ કરવો જોઈએ. તેમજ સમયાંતરે અઠવાડિયે એકવાર સંપૂર્ણ સાફ સફાઈ કરવી જોઈએ.
→ માદા મચ્છરો પણ નિયંત્રણ લાવવું ને તેનો નાશ કરવા માટે ગપ્પી (ગંદા પાણીમાં) અને ગંબુશિયા (ચોખ્ખા પાણીમાં) માછલીઓનો ઉછેર અને ઉમેરો કરવો જોઈએ.
0 Comments
Any suggestions, Please comment Below 👇