Ad Code

Responsive Advertisement

ચક્રવાત (Cyclone)


ચક્રવાત (Cyclone)

→ પવાનોનું એવું ચક્ર જ્યાં અંદરની તરફ અતિ નિમ્ન વાયુદબાણ અને બહારની તરફ ઉચ્ચ વાયુદબાણ હોય છે તથા પવનો ચક્રાકાર રીતે બહારથી અંદર તરફ ગતિ કરે છે તેને ચક્રવાત કહે છે.

→ ચક્રવાત એ વાતાવરણની એક પ્રકારની ખલેલ છે. જે સામાન્ય રીતે હિંસક તોફાનો અને ખરાબ હવામાન સાથે હોય છે.

→ સાયકલોન શબ્દ ગ્રીક શબ્દ સાયકલોસ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે સાપની કોઈલ.

→ તે હેનરી પેડિંગ્ટન દ્વારા બાનવવામાં આવ્યું હતું. કારણ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતો સમુદ્રના વીંટળાયેલા સાપ જેવા દેખાય છે.

→ વિશ્વના કુલ ચક્રવાતના 6% ચક્રવાત ભારતમાં આવે છે.

આકાર : અંડાકાર, ગોળ અથવા “V” આકાર

→ ચક્રવાતના ચાલવાના માર્ગને “ઝંઝાપથ” કહે છે.

→ ચક્રવાતના કેન્દ્રમાં પવનો ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. જ્યારે બહારના ભાગે પવનો નીચેથી ઉપર તરફ ગતિ કરે છે.

→ ચક્રવાત સાથે સામાન્ય રીતે વરસાદ કે હિમવર્ષા થતી હોય છે.

→ વિશ્વ હવામાન સંસ્થા હવામાન પ્રણાલીને આવરી લેવા માટે “ટ્રોપિક્લ સાયકલોન” શબ્દનો ઉપયોગ કરે છે જેમાં પવન “ગેલલ ફોર્સ “ (લાગુત્તમ 63 કિમી/ કલાક) કરતાં વધી જાય છે.

→ બહારથી અંદર તરફ જતાં પવનોની દિશા

→ ઉત્તર ગોળાર્ધમાં : ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં (Anticlock wise)

→ દક્ષિણ ગોળાર્ધમાં : ઘડિયાળના કાંટાની દિશામાં (Clock wise)

→ જે જગ્યાએ ઉષ્ણકટિબંધિય ચક્રવાત દરિયાકાંઠાને પાર કરે છે તેવ ચક્રવાતોને લેન્ડફોલ કહેવામાં આવે છે.

→ આંખ એ ઉષ્ણકટિબંધિય ચક્રવાતોનું મહત્ત્વનું લક્ષણ છે. ચક્રવાતનો આ કેન્દ્રીય ભાગ છે જ્યાં સ્પષ્ટ આકાશ તથા ઉષ્ણ તાપમાન જોવા મળે છે. અહીં હલકું દબાણ હોય છે.

→ ચક્રવાતનો સૌથી ભયાનક તથા વિનાશક વિસ્તાર તેની આંખ- દિવાલનો ભાગ છે. અહીં પવન સૌથી મજબુત હોય છે. વરસાદ તીવ્ર હોય છે અને ગહન ગદ્ધ વાદળો જોવા મળે છે.


ચક્રવાતનું જીવનચક્ર

→ એક ચક્રવાતની ઉત્પત્તિથી લઈને તેના અવસાન સુધીના સમયગાળાને ચક્રવાતનું જીવનચક્ર કહેવાય છે.

→ ચક્રવાત નીચેની 6 ક્રમિક અવસ્થામાંથી પસાર થાય છે.


પ્રથમ અવસ્થા

→ શરૂઆતની અવસ્થામાં ઉષ્ણ, હલકી વાયુરાશિ અને ઠંડી, ભારે વાયુરાશી એકબીજાની સમાંતર સમદાબ રેખાઓને અનુરૂપ ગતિ કરે છે. જેથી સ્થાયી વાતાગ્રનું નિર્માણ થાય છે.

→ ઠંડી વાયુરાશી પૂર્વથી પશ્વિમ તથા ઉષ્ણ વાયુરાશી પશ્વિમથી પૂર્વ તરફ ગતિ કરે છે.

→ આ અવસ્થાને પ્રારંભિક અવસ્થા કહે છે. જ્યાં વાતાગ્ર સંતુલન અવસ્થામાં હોય છે.


દ્વિતીય અવસ્થા

→ આ અવસ્થામાં ઉષ્ણ અને ઠંડી વાયુરાશી એકબીજાના ક્ષેત્રમાં પ્રવેશ કરી અસ્થાયી લહેરનુંમા વાતાગ્રની રચના કરે છે.


તૃતીય અવસ્થા

→ આ અવસ્થામાં ચક્રવાતનો સંપૂર્ણ વિકાસ થાય છે. તેને પ્રૌઢવસ્થા પણ કહે છે.

→ આ અવસ્થામાં બંને વાતાગ્રનો પૂર્ણ વિકાસ થાય છે તથા સમદાબ રેખાઓ લગભગ ગોળાકાર બને છે.

→ ઉષ્ણ વાતાગ્રની સાપેક્ષે શીત વાતાગ્ર વધુ ઝડપથી ગતિ કરતો હોવાથી ઉષ્ણવાતાગ્ર સતત સંકોચાતો જાય છે.

→ આ અવસ્થામાં ઉષ્ણ વાયુરાશીના ઉપર તરફ ગતિને કારણે બંને વાતાગ્ર ઉપર ઊઠે છે. જેથી ક્યારેક સંઘનન થવાથી વર્ષા થાય છે.

→ ઉષ્ણ વાતાગ્ર દ્વારા થતી વર્ષા લાંબા સમય સુધી ધીમો વરસાદ આવે છે.

→ શીત વાતાગ્ર દ્વારા થતી વર્ષા અલ્પકાલીન તથા મૂશળધાર હોય છે તથા તેની સાથે ક્યારેક હિમવર્ષા કે કરા વર્ષા પણ થાય છે.


ચોથી અવસ્થા

→ શીત વાતાગ્રની ઉષ્ણવાતાગ્રની સાપેક્ષે તેજ ગતિને કારણે શીતવાતાગ્ર ઉષ્ણવાતાગ્રની વધુ નજીક આવી જાય છે.


પાંચમી અવસ્થા

→ આ અવસ્થામાં ચક્રવાતના અંત થવાનો પ્રારંભ થાય છે.

→ આ અવસ્થામાં શીતવાતાગ્ર ઉષ્ણવાતાગ્રને અધિગ્રહિત કરી ડે છે અને અધિવિષ્ટ વાતાગ્રનું નિર્માણ થાય છે.

→ આ અવસ્થાને Occlusion Stage પણ કહે છે.


છઠ્ઠી અવસ્થા

→ આ અવસ્થામાં ઉષ્ણવાતાગ્રનો નાશ થવાની સાથે ચક્રવાતનું અવસાન થાય છે.




ચક્રવાતનું વર્ગીકરણ

→ સ્થળના આધારે ચક્રવાતનું વર્ગીકરણ બે પ્રકારે કરી શકાય છે.

  1. ઉષ્ણકટિબંધીય ચક્રવાત (Tropical Cyclone)
  2. સમશીતોષ્ણ કટિબંધ ચક્રવાત (Extra - Tropical Cyclone, Temperate Cyclone)

ઉષ્ણકટિબંધીય ચક્રવાત (Tropical Cyclone)

→ કર્કવૃત્તથી મકરવૃત્તના વિસ્તારો વચ્ચે ઉદભાવતા ચક્રવાતને “ઉષ્ણકટિબંધીય ચક્રવાત” કહે છે.

→ આ ચક્રવાતો સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતોની જેમ એકરૂપ તથા નિયમિત હોતા નથી.

→ જે જગ્યાએ ઉષ્ણકટિબંધીય ચક્રવાત દરિયાકાંઠાને પાર કરે છે તેને ચક્રવાતને લેંડલોફ કહેવામા આવે છે.

→ ઉષ્ણકટિબંધીય ચક્રવાતનો મધ્ય ભાગ “આંખ” તરીકે ઓળખાય છે. જેનો વ્યાસ 10 થી 50કિમી જેટલો હોય છે. ચક્રવાતના આ મધ્યભાગમાં હવા નીચે ઉતરે છે. આથી આ ભાગમાં હવામાન શાંત અને ચોખ્ખું હોય છે.

→ ચક્રવાતનો સૌથી ભયાનક તથા વિનાશક વિસ્તાર તેની આંખ – દીવાલનો ભાગ છે. અહીં પવન સૌથી મજબૂત હોય છે, વરસાદ તીવ્ર હોય અને ગહન – ગાઢ વાદળો જોવા મળે છે. આથી ઓછા સમયમાં ધોધમાર વરસાદ પડે છે.

→ તીવ્ર દાબપ્રણવતા જોવા મળે છે.

→ સરેરાશ બળ – 150 થી 1000 કિમી

→ 100 કિમી/ક્લાક થી વધુ ઝડપે પવનો

→ તેમના આગમન પહેલા વાયુદબાણ એકાએક ઘટી જાય છે અને તાપમાન વધી જાય છે.

→ આ ચક્રવાતના વિવિધ નામો નીચે મુજબ છે:

ક્રમ નામ વિસ્તાર
A. ચક્રવાત / સાયકલોન હિન્દ મહાસાગર
B. ટાઇફૂન પશ્વિમી પેસેફિક તથા દક્ષિણ ચીની સમુદ્ર
C. વિલી – વિલિઝ પશ્વિમી ઓસ્ટ્રેલીયા
D. હરિકેન એટલાન્ટિક સમુદ્ર
→ ઉષ્ણકટિબંધીય ચક્રવાતએ વિશ્વામિ સૌથી વિનાશક કુદરતી આફતોમાંની એક છે.

→ ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું નિર્માણ ઉષ્મીય પરિબળોને કારણે થાય છે અને ઉષ્ણકટિબંધના સમુસમુદ્રોમાં નિશ્વિત ઋતુ દરમિયાન નિર્માણ પામે છે.


ઉષ્ણકટિબંધીય ચક્રવાતની રચના અને તીવ્રતા માટેની અનુકૂળ પરિસ્થિતિઓ નીચે મુજબ દર્શાવી છે:

  1. 27 ડિગ્રી સે. કરતાં વધુ તાપમાન સાથે વિશાળ સમુદ્ર સપાટી
  2. કોરીઓલિસ બળની હાજરી
  3. પવનની ઊભી ગતિમાં નાનો ફેરફારો
  4. નબળો નીચા દબાણનો વિસ્તાર અથવા નીચા સ્તરના ચક્રવાત પરિભ્રમણ જે અગાઉ અસ્તિત્વમાં છે.
  5. દરિયાઈ સપાટીની સિસ્ટમથી ઉપરના વિચલનની સિસ્ટમ
  6. ક્ષોભઆવરણમાં ઉપરના તથા નીચેના સ્તરમાં વાયુઓનો વેગનો તફાવત ન્યુનત્તમ રહેવો જરૂરી છે. એકરૂપ પવાનોના વિસ્તારોમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતો ઉદભવે છે.








સમશીતોષ્ણ કટિબંધ ચક્રવાત (Extra - Tropical Cyclone, Temperate Cyclone)

→ ધ્રુવીય વાતાગ્ર : ધ્રુવો પરથી આવતા ધ્રુવીય પુરવાઇય પવનો રૂપી ઠંડી વાયુરાશિ અને ઉષ્ણ કટિબંધીય તરફથી આવતા પશ્વિમી પવાનોરૂપી ગરમ વાયુરાશી મધ્ય અક્ષાંશોના વિસ્તારમાં મળતા જે વાતાગ્ર તૈયાર થાય છે તેને ધ્રુવીય વાતાગ્ર કહે છે.

→ સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતને એક્સ્ટ્રા – ટ્રોપીકલ ચક્રવાત, મધ્ય – અક્ષાંસ ડિપ્રેશન, ફ્રન્ટ ડિપ્રેશન અને વેવ ચક્રવાત તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ તેમને “લો (Low)”, “ગર્ત (Depression)”, અથવા “ટ્રફ (Trough)” કહે છે.

→ આ ચક્રવાતો 35 ડિગ્રીથી 65 ડિગ્રી અક્ષાંસો (મધ્ય અક્ષાંસો)ના વિસ્તારોમાં બંને ગોળર્ધો પર ઉદ્દભવે છે.

→ વધુમાં વધુ વ્યાસ – 1920 કિમી

→ સરેરાશ – 800 થી 1500 કિમી

→ ગતિ – 30 -50 કિમી / કલાક

→ તેના પવનો પશ્વિમથી પૂર્વ તરફ વહે છે અને શિયાળામાં તે વધુ જોવા મળે છે. શિયાળામાં વરસાદની સાથે બરફ વર્ષા માટે જવાબદાર.

→ ચક્રવાત ઉનાળામાં નબળા હોય છે.

→ તેનું નિર્માણ બે અલગ ગુણધર્મો ધરાવતા વાયુ સમુચ્ચયના ભેગા થવાથી (અથડાવવાથી) થાય છે.

→ આ પૈકી એક વાયુ સમુચ્ચય ગરમ, ભેજવાળી તથા હલકી ઉષ્ણકટિબંધીય હવા ધરાવે છે જ્યારે અન્ય વાયુ સમુચ્ચય ઠંડી, ઘટ્ટ અને ધ્રુવીય હવા ધરાવે છે.

→ આ બંને સમુચ્ચયના કારણે તેમના સંપર્ક ક્ષેત્રમાં ધ્રુવીય વાતાગ્ર બને છે, જે આ પ્રકારના ચક્રવાતના નિર્માણ માટે જવાબદાર છે.

→ ઠંડી હવા ગરમ હવાને ઉપર તરફ ધકેલે છે પરિણામે દબાણ ઓછું થાય છે અને આસપાસની હવા આ ઓછા દબાણના વિસ્તારમાં ખેંચાય છે.

→ પૃથ્વીના પરિભ્રમણને કારણે લઘુદબાણ કેન્દ્ર તરફ જતી હવા ભ્રમણ કરે છે, પરિણામે ચક્રવાત ઉદભવે છે.

→ નિર્માણ પામ્યા બાદ સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતો પશ્વિમિયા પવાનોની અસર હેઠળ પૂર્વ દિશા તરફ ગતિ કરે છે અને મધ્ય અક્ષાંસોના વિસ્તારોના પરિસ્થિતિને અસર કરે છે.


સમશીતોષ્ણ કટિબંધ ચક્રવાતોના ઉદ્દભવ માટેના મુખ્ય વિસ્તારો નીચે મુજબ છે.

  1. યુ. એસ. તથા કેનેડા (કોલોરાડો, કેનેડામાં પૂર્વીય રોકીઝ, ગ્રેટલેક વિસ્તાર)
  2. મેક્સિકોની ખાડી
  3. આઇસલેંડની બેરેંટસ સમુદ્ર સુધીનો પત્તો કે જે રશિયા અને સાયબેરિયા સુધી વિસ્તૃત થાય છે.
  4. બાલ્ટિક સમુદ્ર
  5. ભૂમધ્ય સમુદ્રનો વિસ્તાર કે જે રાશ્ય તથા ભારત સુધી શિયાળા દરમિયાન વિસ્તુત હાય છે. (જેને ભારતમાં પશ્વિમી ખલેલો તરીકે ઓળખવામાં આવે છે.)
  6. એન્ટાર્કટિક વાતાગ્ર વિસ્તાર



ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતો વચ્ચેનો તફાવત

ઉષ્ણકટિબંધિય ચક્રવાત (Tropical Cyclone) સમશીતોષ્ણ કટિબંધિય ચક્રવાત (Temperate Cyclone)
તે સમુદ્રમાં ઉદ્ભવે છે. તે સમુદ્ર તથા જમીન એમ બંને પર ઉદ્ભવે છે.
પવનની ઝડપ વધુ હોવાથી તે વિનાશક બને છે. પવનની ઝડપ ઓછી હોય છે.
તે નાના-વિસ્તાર પર બને છે. તે વિસ્તૃત વિસ્તાર પર બને છે.
તેમાં વાતાગ્રની પ્રણાલી જોવા મળતી નથી. તેમાં એક સ્પષ્ટ વાતાગ્ર પ્રણાલી તથા 2 ભિન્ન વાતાગ્ર (શીત તથા ઉષ્ણ) જોવા મળે છે.
તે સામાન્ય રીતે 8 થી 20 ડિગ્રી અક્ષાંશના વિસ્તારમાં રચાય છે. તે સામાન્ય રીતે 30 થી 40 ડિગ્રી અક્ષાંશના વિસ્તારમાં રચાય છે.
તે ઉષ્મીય પરિબળના કારણે ઉદ્ભવે છે. - તે ગતિકીય પરિબળના કારણે ઉદ્ભવે છે.
તે સમુદ્રમાં તાપમાન વધતાં તથા લઘુદબાણ વિકસતા બને છે. તે વાતાગ્રની પ્રતિક્રિયાના કારણે બને છે.
તે સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ તરફ ગતિ કરે છે. (ઉત્તર ગોળાર્ધમાં) તે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે.
તેનું હલનચલન ઝડપી હોય છે આથી તેના માર્ગની આગાહી કઠિન છે. તેની આગાહી થઈ શકે છે કારણ કે તેની ગતિ ક્રમાનુસાર હોય છે.
પવનની ઝડપ 120 kmph થી વધુ હોય છે. પવનની ઝડપ 40-50 hamph જેટલી હોય છે.
દબાણ 880 mb કે તેથી ઓછું હોય શકે છે. દબાણ 980 mb ની આસપાસ હોય છે.
જમીન પર પહોંચતા તે નબળું પડે છે. તે જમીન પર પણ મજબૂત હોય છે.
તે માત્ર કિનારાના વિસ્તારોને જ અસર કરે છે. તે આંતરિક જમીન ભાગને પણ અસર કરી શકે છે.
તે જમીન પર આવ્યા બાદ ઝડપથી નાશ પામે છે. તેને નાશ પામતાં સમય લાગે છે.
તે સામાન્ય રીતે ઉનાળા (ઉનાળાના અંત સમયે)માં ઉદ્ભવે છે. તે શિયાળામાં ઉદ્ભવે છે.
તેમાં 'આંખ'ની પ્રણાલી હોય છે. આવી કોઈ પ્રણાલી હોતી નથી.

ચક્રવાત રેમલ

→ બંગાળની ખાડીમાં ચક્રવાત રેમલ ઉદ્ભવ્યું હતું.
→ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાત બાંગ્લાદેશ અને પશ્વિમ બંગાળના દરિયાકિનારે ઉદ્ભવ્યું હતું.
→ રેમલ ચક્રવાતનું નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે.
→ ચક્રવાત રેમલનો અર્થ અરબીમાં રેતી થાય છે.
→ આ ચક્રવાત ઉષ્ણકટિબંધિય ચક્રવાત છે.

Post a Comment

0 Comments