→ કોષમાં જરૂરી શક્તિ નિર્માણની ક્રિયા માટે જવાબદાર અંગીકાને કણાભસૂત્ર કહે છે.
→ તે અતિસૂક્ષ્મકાય છે અને તે નળાકાર, દંડકાર કે ગોળાકાર હોય છે અને કોષરસમાં વિતરણ પામે છે.
→ વ્યાસ : 0.2 થી 1 Чm
→ વીજાણુ સૂક્ષ્મદર્શકયંત્રમાં તેની રચનામાં બે આવરણો દેખાય છે.
→ બાહ્ય આવરણ સળંગ અને અંદરનું આવરણ ગડીમય હોય છે. દરેક ગડીને (પ્રવર્ધ) ને ક્રિસ્ટા કહે છે. તેના આંતરિક વિસ્તારને આધારક કહે છે.
→ કણાભસૂત્રમાં કોષીય શ્વસન થાય છે.
→ ઓસ્કિડેશન થવાથી શક્તિમુક્ત થઈ ATP (એડિનોસાઈન ટ્રાયફોસ્ફેટ) બને છે. આમ, કણાભસૂત્રમાં ATP (એડિનોસાઈન ટ્રાયફોસ્ફેટ)નું સંશ્લેષણ થતું હોવાથી “કોષનું શક્તિઘર” તરીકે ઓળખવામાં આવે છે.
0 Comments