Ad Code

ગોલ્ગીકાય (Golgi Body)


ગોલ્ગીકાય (Golgi Body)



→ આ અંગીકાનું વર્ણન 1890માં કોમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું.

→ વિવિધ પ્રકારના કોષોમાં ગોલ્ગીની સંખ્યા એક કે તેથી વધારે હોય છે.

→ ગોલ્ગીની સૂક્ષ્મ સંરચનામાં ત્રણ ઘટકો જોવા મળે છે.

  1. ચપટી કોથળી કે સિસ્ટર્ની
  2. સૂક્ષ્મ નલિકાઓ અને ધાનીઓ
  3. મોટી રસધાનીઓ







→ ગોલ્ગીકાયને ગેટ કિપર કહેવાય છે કારણ કે તે કોષમાં પ્રવેશતા અને બહાર જતાં ઘટકોનું નિરીક્ષણ કરે છે.

→ ગોલ્ગીકાય લાયસોઝોમ તેમજ પેરોક્સિઝોમ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે.

→ ગોલ્ગીકાય નું મુખ્ય કાર્ય મહાણુઓ જેવા કે, લિપો પ્રોટીન, ગ્લાયકોલિપિડ, ફોસ્ફોલિપિડ, કાર્બોહાઈડ્રેટ્સ, ન્યુક્લિક એસિડ વગેરેનું પેકેજીંગ, સંગ્રહ તથા સ્ત્રાવ કરવાનું છે.

→ વનસ્પતિ કોષમાં થતું ગોલ્ગીકાય જેવુ કાર્ય જે અંગીકાઓ કરે છે તેને ડિક્ટિઓઝમ્સ તરીકે ઓળખાય છે.

→ બેકટેરિયા, નીલહરિતલીલ, પરિપક્વ શુક્રકોષ અને સસ્તનના રક્તકણમાં ગોલ્ગીનો અભાવ હોય છે.














Post a Comment

0 Comments