Ad Code

કુષાણ વંશ| Kushan dynasty


કુષાણ વંશ



→ રહેવાસી : મૂળભૂત રીતે મોંગોલિયાના રહેવાસી હતા.

→ કેઝુલા કૈડફાઈસિસ : ભારતમાં કુષાણ વંશનો પહેલો પ્રસિદ્ધ શાસક કેઝુલા કૈડફાઈસિસ (ઈ.સ. 45-78) હતો.

→ વિમકડફિસ : તે કેઝુલા કૈડફાઈસિસનો પુત્ર હતો.

→ કેઝુલા કૈડફાઈસિસ બાદ વિમકડફિસ ગાદીએ આવ્યો.

→ કનિષ્કના રાજકવિ અશ્વઘોષે બૌદ્ધોની રામાયણ બુદ્ધચરિતની રચના કરી.

→ કુષાણ વંશનો અંતિમ શાસક વાસુદેવ હતો.










→ શક સંવત (ઈ.સ. 78) કનિષ્કના શાસનથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.

→ મથુરા શૈલી કનિષ્કની એક ઊભી અને માથારહિત મૂર્તિ મળી આવી છે. તેના સમયમાં મથુરા આ શૈલીનું મુખ્ય કેન્દ્ર હતું.

→ સૌપ્રથમ સોનાના સિક્કા ભારતમાં બહાર પાડનાર શાસકો હિન્દ- યુનાનીઓ હતા.

→ સૌથી શુદ્ધ સોનાના સિક્કા કુષાણ શાસનકાળ દરમિયાન બહાર પડ્યા.

→ ચોથી બૌદ્ધ ધર્મ પરિષદ વસુમિત્રના અધ્યક્ષસ્થાને કુંડલવનમાં ભરાઈ હતી. કુંડલવન એ આજે જમ્મુ- કાશ્મીર શ્રીનગર પાસે આવેલું છે. આ ધર્મ પરિષદમાં બૌદ્ધ ધર્મ. મહાયાન અને હીનયાન એવા બે પંથોમાં વહેંચાયેલા હતો. મહાભાષ્ય સૂત્રના રચનાકાર વસુમિત્ર છે. તેણે બૌદ્ધ ધર્મનો વિશ્વકોષ કહેવાય છે.




Post a Comment

0 Comments