કનિષ્ક | Kanishka
કનિષ્ક
→ કુષાણોનો સૌથી પ્રસિદ્ધ અને મહાન શાસક કનિષ્ક હતો.
→ શાસન : ઈ.સ. 78 માં શાસક બન્યો.
→ રાજધાની : પુરુશાપૂરા અથવા પેશાવર અને મથુરા
→ વિસ્તાર : મધ્ય એશિયાની લઈ ભારતના ઉત્તર પ્રદેશના વારાણસી અને શ્રાવસ્તી સુધીનો વિસ્તાર
→ યુદ્ધો : કાશ્મીર અને ચીન સુધી તેને યુદ્ધો કર્યા હતાં.
→ સંરક્ષક : તે સમ્રાટ અશોક અને મિનેન્ડરની જેમ બૌદ્ધ ધર્મનો મહાન સંરક્ષક હતો.
→ બૌદ્ધ સંગીતિ : બૌદ્ધ ધર્મની ચોથી બૌદ્ધ પરિષદ કનિષ્કના શાસનકાળમાં કુંડલવન (કાશ્મીર)માં પ્રખ્યાત બૌદ્ધ વિદ્વવાન વસુમિત્રની અધ્યક્ષતામાં થઈ.
→ ધર્મ : બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયના અનુયાયી હતા.
→ કલા અને સ્થાપત્ય : ભારતમાં ગાંધાર કળાનો વિકાસ અને કનિષ્ક કાળમાં જ થયો હતો. તતેણે પેશવારનો સ્તૂપ બનાવ્યો.
→ આ ઉપરાંત મથુરા શૈલી એ રાજ્યાશ્રય આપ્યો હતો.
→ કનિષ્કના દરબારના રત્નો : વસુમિત્ર, અશ્વઘોષ, પાશ્વ, ચરક, અગ્નિમિત્ર, નાગાર્જુન
→ રાજવૈધ : ચરક કનિષ્કના રાજવૈધ હતા.
→ ચરકે “ચરકસંહિતા: નામનું પુસ્તક લખ્યું.
→ કનિષ્કનું મૃત્યુ : ઈ.સ. 102માં થયું.
0 Comments
Any suggestions, Please comment Below 👇